• Gujarati News
 • International
 • 2 Missiles Also Fell In NATO Country Poland, 2 People Died; Biden Called An Emergency Meeting Of The G7 And NATO

પુતિને એક જ રાતમાં યુક્રેન પર 100 મિસાઇલ ઝીંકી:પોલેન્ડમાં પણ 2 મિસાઇલ પડી, 2 લોકોનાં મોત; બાઇડને G7 અને નાટોની ઇમર્જન્સી બેઠક બોલાવી

3 મહિનો પહેલા
 • પોલેન્ડના વડાપ્રધાને પણ ઇમર્જન્સી બેઠક બોલાવી

રશિયાએ મંગળવારે રાત્રે યુક્રેનનાં 12 શહેર પર 100થી વધુ મિસાઇલો છોડી હતી. યુક્રેન પર રશિયાનો આ અત્યારસુધીનો સૌથી મોટો હુમલો છે. નાટો દેશ પોલેન્ડમાં પણ 2 રશિયન મિસાઈલ પણ પડી છે, જેને કારણે 2 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને નાટો અને G7 નેતાઓની ઈમર્જન્સી બેઠક બોલાવી છે.

આ હુમલો ત્યારે કરવામાં આવ્યો, જ્યારે G20 નેતાઓએ બાલી સમિટમાં યુદ્ધને સમાપ્ત કરવાની હાકલ કરી હતી. જોકે રશિયાએ પોલેન્ડ પર મિસાઈલ પડી હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. રશિયાએ કહ્યું હતું કે અમારા વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

G20 નેતાઓએ યુદ્ધ વિશે આ વાતો કહી...

 • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રણા દ્વારા યુદ્ધ ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું- બંને દેશોએ વાટાઘાટોનો રસ્તો શોધવો જોઈએ. યુદ્ધને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો કૂટનીતિ છે. વિશ્વમાં શાંતિ માટે આપણે સાથે મળીને સદ્ભાવનાથી કામ કરવું પડશે.
 • ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ કહ્યું- જો યુદ્ધ ખતમ નહીં થાય તો દુનિયા માટે આગળ વધવું મુશ્કેલ થઈ જશે.
 • રાષ્ટ્રપતિ જો બાઈડને G20 નેતાઓને કહ્યું- મોસ્કો પર દબાણ રાખો, જેણે યુક્રેનને બરબાદ કરવા સિવાય વૈશ્વિક અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મૂકી દીધી.
 • બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું- જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારથી મોંઘવારી અને અન્ય સમસ્યાઓ વધી છે. કોઈપણ એક દેશને કારણે આપણું ભવિષ્ય અંધકારમાં ન નાખી શકાય.
 • એક વીડિયો એડ્રેસમાં ઝેલેન્સ્કીએ ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે 10 શરતનો પુનરુચ્ચાર કર્યો હતો, જેમાં રશિયન સૈનિકોનું પરત ફરવું અને પોતાના પ્રદેશ પર યુક્રેનિયન નિયંત્રણની સંપૂર્ણ પુનઃસ્થાપના સામેલ છે.
 • G-20 નેતાઓએ એક મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો હતો, જેમાં આ યુદ્ધની ટીકા કરવામાં આવી છે. એસોસિયેટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, મેનિફેસ્ટોમાં યુએન જનરલ એસેમ્બ્લીના 2 માર્ચના ઠરાવમાં અપનાવવામાં આવેલી સ્થિતિનું પુનરાવર્તન કરતા રશિયાના આક્રમણની સખત નિંદા કરવામાં આવી હતી, યુક્રેનમાંથી રશિયન સૈનિકોને બિનશરતી પાછા હટાવવાની પણ માગ કરી હતી.
G20 દેશોના નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધની નિંદા કરી અને હુમલાઓ રોકવા માટે કહ્યું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમના સ્થાને રશિયાના વિદેશમંત્રીએ ભાગ લીધો હતો.
G20 દેશોના નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધની નિંદા કરી અને હુમલાઓ રોકવા માટે કહ્યું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આ બેઠકમાં હાજર રહ્યા નહોતા. તેમના સ્થાને રશિયાના વિદેશમંત્રીએ ભાગ લીધો હતો.

રશિયન હુમલાઓનાં સંબંધિત અપડેટ્સ

 • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આતંક આપણા દેશ પૂરતો સીમિત નથી. નાટો પ્રદેશ પર હુમલો એ ખૂબ જ ગંભીર બાબત છે. રશિયા પર પગલાં લેવા જોઈએ.
 • વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડને પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે ફોન પર વાત કરી હતી.
 • યુએસ અને બ્રિટન ઉપરાંત નાટોએ કહ્યું હતું કે તે પોલેન્ડમાં રશિયન મિસાઇલ પડવાની તપાસ કરી રહ્યું છે.
 • પોલેન્ડ સરકારે રશિયન રાજદૂતને મિસાઈલ પડવા અને બે લોકોનાં મોતની જાણકારી આપી છે. આ ઘટના અંગે તાત્કાલિક ખુલાસો આપવા જણાવ્યું છે.

પોલેન્ડે ઇમર્જન્સી બેઠક બોલાવી
મિસાઈલ પડવાના અહેવાલ બાદ પોલેન્ડના પીએમ માટુસ્ઝ મોરાવિકીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સંરક્ષણ બાબતો પર ચર્ચા થઈ રહી છે. આ માહિતી સરકારના પ્રવક્તા પીઓતર મુલરે આપી હતી. તેમણે કહ્યું હતું કે મિસાઈલ પડવાને કારણે બે લોકોનાં મોત થયાં છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અપડેટ કરીશું.

નાટો દેશ પોલેન્ડમાં મિસાઈલ પડ્યા બાદની તસવીરો...

આ મિસાઇલો પોલેન્ડના પ્રઝેવોડો ગામ પાસે અનાજ વહન કરતા ટ્રેક્ટર પર પડી હતી. આ સ્થળ યુક્રેનની સરહદથી લગભગ પાંચ માઈલ દૂર છે.
આ મિસાઇલો પોલેન્ડના પ્રઝેવોડો ગામ પાસે અનાજ વહન કરતા ટ્રેક્ટર પર પડી હતી. આ સ્થળ યુક્રેનની સરહદથી લગભગ પાંચ માઈલ દૂર છે.
પોલેન્ડમાં આ તસવીર વાઇરલ થઈ રહી છે. એમાં રશિયન મિસાઈલનો ટુકડો દેખાય છે.
પોલેન્ડમાં આ તસવીર વાઇરલ થઈ રહી છે. એમાં રશિયન મિસાઈલનો ટુકડો દેખાય છે.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જ્યાં મિસાઈલ પડી હતી.
સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જ્યાં મિસાઈલ પડી હતી.
પોલેન્ડના PMએ રશિયન મિસાઈલથી થયેલા નુકસાન બાદ ઈમર્જન્સી બેઠક બોલાવી. સંરક્ષણમંત્રી મારિયસે પણ હાજરી આપી હતી.
પોલેન્ડના PMએ રશિયન મિસાઈલથી થયેલા નુકસાન બાદ ઈમર્જન્સી બેઠક બોલાવી. સંરક્ષણમંત્રી મારિયસે પણ હાજરી આપી હતી.

અમેરિકાએ રશિયાને ચેતવણી આપી
અમેરિકાએ કહ્યું હતું કે તે તેના નાટો સભ્ય પોલેન્ડમાં મિસાઈલના પડવાની તપાસ કરી રહ્યું છે. આ સાથે તેઓ પોલેન્ડના અધિકારીઓ સાથે આ મામલે સતત વાતચીત કરી રહ્યા છે. રશિયાને પણ ચેતવણી આપી છે. નાટોના સેક્રેટરી જનરલ સ્ટોલ્ટનબર્ગે કહ્યું હતું કે અમે નાટો પ્રદેશના દરેક ઇંચની રક્ષા કરીશું.

જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમે પોલેન્ડથી આવી રહેલા અહેવાલોની પુષ્ટિ કરી શકતા નથી. અમારી ટીમ પોલિશ સરકાર સાથે વધુ માહિતી એકઠી કરવા માટે કામ કરી રહી છે.

નાટો શું છે?
નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન છે. તે યુરોપિયન અને ઉત્તર અમેરિકન દેશોનું લશ્કરી અને રાજકીય જોડાણ છે. નાટો સંધિની કલમ 5 કહે છે જો નાટોના કોઈપણ દેશ પર હુમલો થશે તો નાટોના બાકીના સભ્ય દેશો આ હુમલાને તમામ સભ્યો પરનો હુમલો ગણશે. સાથી દેશો આગળ આવશે અને તે દેશની મદદ માટે કાર્ય કરશે.

નાટોમાં અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, બ્રિટન, નેધરલેન્ડ, કેનેડા, ડેનમાર્ક, પોલેન્ડ, આઇસલેન્ડ, ઇટાલી, નોર્વે, પોર્ટુગલ સહિત 30 દેશો છે.

15 નવેમ્બરે યુક્રેનમાં રશિયન મિસાઇલ પડ્યા પછીની તસવીરો....

મિસાઈલ પડ્યા બાદ કેટલીક ઈમારતોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમ બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
મિસાઈલ પડ્યા બાદ કેટલીક ઈમારતોમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમ બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહી છે.
રશિયન મિસાઇલો લવીવ શહેરમાં ઘણી ઇમારતોમાં પડી, ત્યાર બાદ આકાશમાં ધુમાડો દેખાતો હતો.
રશિયન મિસાઇલો લવીવ શહેરમાં ઘણી ઇમારતોમાં પડી, ત્યાર બાદ આકાશમાં ધુમાડો દેખાતો હતો.
રશિયાએ યુક્રેનના ખેરસોન વિસ્તારમાંથી સૈનિકો હટાવી લીધા છે. હવે ત્યાં ઝેલેન્સ્કી સરકાર વતી લોકોને ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રશિયાએ યુક્રેનના ખેરસોન વિસ્તારમાંથી સૈનિકો હટાવી લીધા છે. હવે ત્યાં ઝેલેન્સ્કી સરકાર વતી લોકોને ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ખેરસોન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વીજળી નથી. મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ માટે સરકારે અહીં સ્ટેશન બનાવ્યું છે.
ખેરસોન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વીજળી નથી. મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ માટે સરકારે અહીં સ્ટેશન બનાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...