કેલિફોર્નિયામાં 3 કરોડ લોકો પૂરના જોખમમાં:2 લાખ ઘરમાં અંધારપટ, ઘણા વિસ્તારો ડૂબી ગયા; અત્યાર સુધીમાં 17ના મોત... PHOTOS

16 દિવસ પહેલા

અમેરિકાના કેલિફોર્નિયામાં છેલ્લા બે સપ્તાહથી ખતરનાક વાવાઝોડાએ તબાહી મચાવી છે. 26 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 6 તોફાન આવ્યા છે જેમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યની 90% વસતિ એટલે કે 3 કરોડ 40 લાખ લોકો પૂરના જોખમમાં છે.

સતત વાવાઝોડાને કારણે 2 લાખ 20 હજારથી વધુ ઘરો અને દુકાનોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. 35 હજાર લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની સંભાવના છે. આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.

કેલિફોર્નિયાના પૂર સંબંધિત મોટા અપડેટ્સ...

  • વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ તૂટી ગયાઃ કેલિફોર્નિયાના રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યું છે. લોસ એન્જલસ શહેરમાં રોડ તૂટી પડતાં બે વાહનો ખાડામાં પડ્યાં હતાં. અન્ય ઘણા ક્ષેત્રોની પણ આ જ સ્થિતિ છે.
  • ભૂસ્ખલનથી જનજીવન પ્રભાવિત: કેલિફોર્નિયાના હાઇવે પર અચાનક ભૂસ્ખલનને કારણે લોકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પ્રશાસને આ માટે ચેતવણી જાહેર કરી છે.
  • 5 વર્ષનો છોકરો અચાનક પૂરમાં વહી ગયો: પાસો રોબલ્સ શહેરમાં 5 વર્ષનો છોકરો શાળાએ જવાના માર્ગ પર અચાનક પૂરમાં વહી ગયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર તે હજુ પણ ગુમ છે.
  • જો બાઈડને કટોકટી જાહેર કરી: US પ્રમુખ બાઈડને કેલિફોર્નિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કટોકટી લાદી છે. જેના કારણે લોકોને વહેલી તકે આપત્તિમાં રાહત મળશે.
  • વધુ 4 તોફાન આવશેઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 10 દિવસમાં વધુ 4 વાવાઝોડાની શક્યતા છે. આ ઉત્તરી કેલિફોર્નિયા વિસ્તારને ખૂબ અસર કરશે.

કેલિફોર્નિયામાં વિનાશનું દ્રશ્ય...PHOTOS

માલિબુમાં પેસિફિક કોસ્ટ હાઇવે પર તોફાન અને ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.
માલિબુમાં પેસિફિક કોસ્ટ હાઇવે પર તોફાન અને ભારે વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનમાં અનેક વાહનોને નુકસાન થયું હતું.
કેલિફોર્નિયાના માલિબુમાં પેસિફિક કોસ્ટલ હાઇવે પર પાર્ક કરેલી કાર પર ખડકો પડ્યા હતા.
કેલિફોર્નિયાના માલિબુમાં પેસિફિક કોસ્ટલ હાઇવે પર પાર્ક કરેલી કાર પર ખડકો પડ્યા હતા.
સેક્રામેન્ટો, કેલિફોર્નિયામાં ભારે પવન સાથે તોફાન દરમિયાન પડી ગયેલા ઝાડનો ડ્રોન શોટ
સેક્રામેન્ટો, કેલિફોર્નિયામાં ભારે પવન સાથે તોફાન દરમિયાન પડી ગયેલા ઝાડનો ડ્રોન શોટ
પૂરના કારણે 61 વર્ષના એક વ્યક્તિએ પોતાની કારમાં રાત વિતાવવી પડી હતી.
પૂરના કારણે 61 વર્ષના એક વ્યક્તિએ પોતાની કારમાં રાત વિતાવવી પડી હતી.
ઘણી જગ્યાએ 17 ઈંચ જેટલો વરસાદ પણ થયો છે. આવી સ્થિતિમાં મકાનો ધરાશાયી થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘણી જગ્યાએ 17 ઈંચ જેટલો વરસાદ પણ થયો છે. આવી સ્થિતિમાં મકાનો ધરાશાયી થવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેલિફોર્નિયામાં પૂરના કારણે અનેક શહેરો ડૂબી ગયા છે.
કેલિફોર્નિયામાં પૂરના કારણે અનેક શહેરો ડૂબી ગયા છે.
કેલિફોર્નિયાના સ્કોટ્સ વેલીમાં સાન્ટા ક્રુઝ પર્વતમાળામાં તોફાન અને ભારે વરસાદ બાદ માર્ગને નુકસાન થયું છે.
કેલિફોર્નિયાના સ્કોટ્સ વેલીમાં સાન્ટા ક્રુઝ પર્વતમાળામાં તોફાન અને ભારે વરસાદ બાદ માર્ગને નુકસાન થયું છે.
લોસ એન્જલસના ચેટ્સવર્થ વિસ્તારમાં રોડ તૂટી પડતાં બે કાર સિંકહોલમાં ફસાઈ ગઈ હતી.
લોસ એન્જલસના ચેટ્સવર્થ વિસ્તારમાં રોડ તૂટી પડતાં બે કાર સિંકહોલમાં ફસાઈ ગઈ હતી.
અન્ય સમાચારો પણ છે...