તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 2 Doses Of The Vaccine Are Available At Rs 12,000, The Government Only Vaccinates Healthcare Workers And The Elderly

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં વેક્સિનનું કાળા બજાર:12,000 રૂપિયામાં મળી રહ્યા છે વેક્સિનના 2 ડોઝ, સરકાર ફક્ત હેલ્થકેર વર્કર્સ અને વૃદ્ધોને જ વેક્સિન લગાવે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પાકિસ્તાનના કરાચીની છે,જ્યાં હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યા છે - Divya Bhaskar
આ તસવીર પાકિસ્તાનના કરાચીની છે,જ્યાં હોસ્પિટલોમાં વેક્સિનેશન માટે લોકો લાંબી લાઈન લગાવી રહ્યા છે

વિશ્વભરમાં ફ્રી વેક્સિનેશનનું અભિયાન ચાલી રહ્યું છે. ભારત તેના નાગરિકોને વેક્સિન લગાવવા ઉપરાંત અનેક દેશોમાં વેક્સિન સોગાદ (ગિફ્ટ) તરીકે મોકલી રહ્યું છે. પણ તેનાથી તદ્દન વિપરીત ભ્રષ્ટાચાર માટે અગાઉથી જ વિશ્વમાં બદનામ થઈ ગયેલા પાકિસ્તાનમાં હવે વેક્સિનનું કાળા બજાર શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં સ્પૂતનિક-વી વેક્સિન લગાવવા માટે 12,000 પાકિસ્તાની રૂપિયા (80 ડોલર) ચુકવવા પડી રહ્યા છે. અહીં સરકારી વેક્સિન ફક્ત ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે.

વેક્સિન માટે મોટી રકમ ચુકવ્યા બાદ પણ લોકોએ લાંબી લાઈનોમાં ઉભા રહીને રાહ જોવી પડી રહી છે. પાકિસ્તાનમાં કરાચીના દક્ષિણ વિસ્તારમાં સોમવારે જ્યારે લોકો નાણાં આપીને વેક્સિન લગાવવા પહોંચ્યા તો તેમને ભારે નિરાશા સાંપડી હતી, કારણ કે વેક્સિન અગાઉથી વેચાઈ ચુકી હતી.

રશિયાની સ્પૂતનિક-વીની ભારે માંગ છે
પાકિસ્તાનની ઈમરાન સરકારે માર્ચમાં પ્રાઈવેટ કંપનીઓને વેક્સિન ખરીદવા માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ ફાર્મા કંપનીઓએ મોટા પ્રમાણમાં રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી ખરીદી હતી. સરકારના આદેશ પ્રમાણે હવે કોઈ પણ નાગરિક વેક્સિન ખરીદીને લગાવી શકે છે.

ફાર્મા કંપનીએ પાકિસ્તાન સરકાર પર કર્યો કોર્ટ કેસ
વેક્સિનના કોમર્શિયલ ઉપયોગ શરૂ થયા બાદ સરકાર અને ફાર્મા કંપનીઓ કિંમતને લઈ એકબીજાની સામે છે. શરૂઆતમાં પાકિસ્તાને અન્ય દેશોમાંથી મંગાવવામાં આવેલી વેક્સિન પર ટેક્સ નહીં લગાવવાનો નિર્ણય કર્યો હતો. પણ બાદમાં આ નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો હતો. સરકાર સામે એક ફાર્મા કંપનીએ કેસ કર્યો છે.

આ કંપનીએ સ્પૂતનિક-5 વેક્સિનના 50,000 ડોઝ મંગાવ્યા હતા, પણ પાકિસ્તાન સરકારે તેના વેચાણ માટે મંજૂરી આપી ન હતી. હવે કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સરકાર દર નક્કી ન કરે ત્યાં સુધી કંપની વેક્સિનને પોતાની રીતે નક્કી કરેલી કિંમતથી વેચાણ કરી શકે છે.​​​​​​​

પાકિસ્તાનમાં ગંભીર દર્દીઓની સંખ્યા અત્યારે ઘણી વધારે
પાકિસ્તાનમાં અત્યાર સુધી 6,87,908 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. આ પૈકી 14,778 દર્દીના મોત થયા છે.પાકિસ્તાનની હોસ્પિટલમાં અત્યારે કોરોનાના 3,568 ગંભીર દર્દી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો