અમેરિકાના મેમ્ફિસમાં ફાયરિંગ:2ના મોત; હુમલાખોરે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતુ, કહ્યું- મને ન્યાય જોઈએ છે

વોશિંગ્ટન23 દિવસ પહેલા
  • હુમલાખોરે 5 લોકોને ગોળી મારી હતી.જેમાંથી 2 લોકોના મોત થયા છે.

અમેરિકાના ટેનેસી રાજ્યના મેમ્ફિસમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ હુમલો 19 વર્ષના છોકરાએ કર્યો હતો. એટલું જ નહીં તેણે આ ઘટનાને ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ પણ કરી હતી. આ દરમિયાન 2 લોકોના મોત થયા હતા.

પોલીસે જણાવ્યું કે આરોપીઓએ અજાણ્યા લોકો પર ફાયરિંગ કર્યું હતુ. એક અધિકારીએ કહ્યું- આરોપી મેમ્ફિસ શહેરમાં હથિયાર સાથે ફરતો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. અમે તેની ધરપકડ કરી છે.

આરોપી ગ્રે કલરની કારમાં ફરાર થઈ ગયો હતો
પોલીસે જણાવ્યું કે આરોપીનું નામ ઈઝેકીલ કેલી છે. અધિકારીએ કહ્યું- તે હુમલાના લાંબા સમય બાદ પકડાયો છે. અમે તેને પકડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. કારણ કે તે વારંવાર કાર બદલતો હતો. તે સૌપ્રથમ વાદળી કારમાં જોવા મળ્યો હતો. તે છેલ્લે ગ્રે રંગની કારમાં જોવા મળ્યો હતો. ફાયરિંગના સમાચાર મળતા જ અમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

મેમ્ફિસ પોલીસ વિભાગે આરોપીની આ તસ્વીર જાહેર કરી છે. હુમલાખોરનું નામ ઈઝેકીલ છે અને તે 19 વર્ષનો છે.
મેમ્ફિસ પોલીસ વિભાગે આરોપીની આ તસ્વીર જાહેર કરી છે. હુમલાખોરનું નામ ઈઝેકીલ છે અને તે 19 વર્ષનો છે.

મહિલાને ગોળી મારી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગ્રે રંગની કાર ચોરતી વખતે આરોપીએ તેમાં બેઠેલી એક મહિલા પર હુમલો કર્યો હતો. તે મહિલાની સ્થિતિ વિશે અમારી પાસે અત્યારે માહિતી નથી. પોલીસે કહ્યું- આરોપીઓએ ફાયરિંગનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતુ. ફેસબુક લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે તે એક દુકાનમાં ગયો અને ત્યાં તેણે એક વ્યક્તિ પર ગોળીબાર કર્યો હતો. FOX13 ન્યૂઝ અનુસાર હુમલાખોરે 5 લોકોને ગોળી મારી હતી.જેમાંથી 2 લોકોના મોત થયા છે.

પોલીસે પણ જોખમને જોતા એલર્ટ જાહેર કરી દીધું હતું. લોકોને પોતપોતાના ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી.
પોલીસે પણ જોખમને જોતા એલર્ટ જાહેર કરી દીધું હતું. લોકોને પોતપોતાના ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી.

હેન્ડગન લઈને હુમલાખોર ફરી રહ્યો હતો
પોલીસે જણાવ્યું કે હુમલાખોર પાસે હેન્ડગન હતી. તેણે ગેસ સ્ટેશન પર એક વ્યક્તિને પણ ગોળી મારી હતી. પોલીસ અધિકારીએ કહ્યું- અમે હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોની કુલ સંખ્યા હજુ સુધી જાણી શકાઆ નથી. વીડિયોમાં આરોપી 'મને ન્યાય જોઈએ છે' કહેતો સાંભળવા મળે છે. અમે તે પણ જાણવા મળ્યું કે તે કોઈ બાબત વિશે ઉદાસ હતો. તેણે આવું કેમ કર્યું? અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...