સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં એજ્યુકેશન મિનિસ્ટ્રીની બહાર બ્લાસ્ટ થયો છે. શનિવારે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધી 100 લોકોની મોત થઈ ચૂકી છે. 300થી વધુ લોકો ઘાયલ થયા છે. હાલ, કોઈ સંગઠને આની જવાબદારી લીધી નથી. પરંતુ રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદે આ હુમલા માટે ઈસ્લામિક આતંકવાદી જૂથ અલ-શબાબ પર આરોપ લગાવ્યો છે.
લિસ ઓફિસર સાદિક ડુડિસીએ કહ્યું- સોમાલિયાના શિક્ષણ મંત્રાલયની બહાર બે કારમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં મહિલાઓ, વૃદ્ધો સહિત કેટલાક બાળકોના મોત થયા હતા. એક પત્રકારનું પણ મોત થયું છે. તેની ઓળખ મોહમ્મદ ઈસી કોના તરીકે થઈ છે.
બચાવનાર પોતે જ શિકાર થયા
પોલીસ અધિકારી નૂર ફરાહીએ કહ્યું- પહેલો વિસ્ફોટ મંત્રાલયની બહાર ઉભેલી એક ગાડીમાં થયો. આસપાસના લોકો મદદ માટે ભેગા થયા હતા. એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ ટીમ મદદ માટે પહોંચી ત્યારે બીજી ગાડીમાં પણ વિસ્ફોટ થયો. ઘટના સ્થળે એક ઘાયલ વ્યક્તિએ કહ્યું- હું વિસ્ફોટ થયો તે જગ્યાએથી 100 મીટર દૂર હતો. થોડીવાર પછી રસ્તા પર માત્ર મૃતદેહો જ જોવા મળ્યા. ચારે બાજુ લોહી દેખાતું હતું.
સૌથી ખતરનાક બ્લાસ્ટ 2017માં થયો હતો
આ બ્લાસ્ટ એ જ વિસ્તારમાં થયો હતો જ્યાં 2017માં સૌથી ખતરનાક બ્લાસ્ટ થયો હતો. તે દરમિયાન 500 લોકોના મોત થયા હતા. નજીકમાં ઘણી સરકારી ઓફિસો અને રેસ્ટોરન્ટ હતી, જે નષ્ટ થઈ ગઈ હતી. 2017માં એક હોટલ પાસે ટ્રકમાં વિસ્ફોટ થયો હતો.
6 દિવસ પહેલા હોટલમાં આતંકી હુમલો થયો હતો
24 ઓક્ટોબરે કિસમાયો શહેરની એક હોટલ પર આતંકી હુમલો થયો હતો. હુમલામાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 47 લોકો ઘાયલ થયા હતા. ઓગસ્ટ 2022માં પણ આવો જ આતંકી હુમલો થયો હતો. 21 ઓગસ્ટે સોમાલિયાની રાજધાની મોગાદિશુની હયાત હોટલમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને ગોળીબાર કર્યો હતો. 20 લોકોના મોત થયા હતા.
અલ-શબાબ પર હુમલાના આરોપ
સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મોહમ્મદે આ હુમલા માટે ઈસ્લામિક આતંકવાદી જૂથ અલ-શબાબ પર આરોપ લગાવતા કહ્યું- અમારા લોકોની કતલ કરવામાં આવી છે. તેઓએ મહિલાઓ, બાળકો અને ઘણા પરિવારોના જીવન છીનવી લીધા.
અલ-શબાબ શું છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.