વિશ્વ વસતી દિવસ:30 વર્ષમાં 2 અબજ વસતી વધશે, તેમની ખાદ્ય જરૂરિયાતો પૂરી થશે...આ રીતે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રહેવું પણ અશક્ય છે ત્યાં વસતી પહોંચી છે - Divya Bhaskar
રહેવું પણ અશક્ય છે ત્યાં વસતી પહોંચી છે

ભારત 2025-26માં ચીન (1.46 અબજ)ને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી વસતીવાળો દેશ બની શકે છે. આ બાજુ દુનિયાની વસતી પણ 8 અબજના આંકડા તરફ વધી રહી છે. શું દુનિયા આ પડકાર માટે તૈયાર છે? વાંચો કેવી રીતે નાના-નાના પરિવર્તન દ્વારા જ તેમની ભોજન-પાણીની જરૂરિયાતોને પૂરી કરી શકાય છે....

1950માં દુનિયાની વસતી 260 કરોડ હતી. આજે લગભઘ 795 કરોડ લોકો પૃથ્વીના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. 2050માં વસતી 980 કરોડ થવાનો અંદાજ છે. દુનિયાની વસતીમાં ઉમેરાઈ રહેલો દરેક નવો વ્યક્તિ એક નવો વપરાશકાર છે. આ વસતી માટે ભોજન, પોષણની જરૂરિયાતો પૂરી કરવી એક પડકાર છે, પરંતુ અનેક નાના-નાના ઉપાયો અપનાવવામાં આવે તો આ શક્ય છે. જેમાં દરેક વ્યક્તિ ભાગીદાર બની શકે છે. જેમા માટે પોતાની ટેવોમાં થોડો ફેરફાર કરવો પડશે. આપણી સામે રહેલા પડકારો અને તેનો સામનો કેવી રીતે કરવો તેના વિશે જાણીએ - યુએન, નેશનલ જિયોગ્રાફિનો રિપોર્ટ

રહેવું પણ અશક્ય છે ત્યાં વસતી પહોંચી છે
મનુષ્ય એવા સ્થાનોનો પણ વિકાસ કરી રહ્યો છે, જ્યાં રહેવું મુશ્કેલ છે. આ તસવીર અબુધાબીના ‘અલ-ધાફરા’ની છે. આ વિસ્તાર સૌથી ગરમ વિસ્તારોમાં ગણાય છે. અહીં વાર્ષિક સરેરાશ તાપમાન 34.5 ડિગ્રીથી વધુ હોય છે. આ વિસ્તારમાં વસતીનો વિસ્તાર 50 વર્ષ પહેલા જ થયો છે.

હવે જમીનનો ઉપયોગ બદલવાનો નથી
વધતી વસતીની જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલો કાપીને ખેતરો બનાવાયા છે. દુનિયા માટે બરફમુક્ત વિસ્તારમાં મનુષ્ય 194 લાખ ચો.માઈલ જમીનનો ઉપયોગ કૃષિ માટે તબદીલ કરી ચૂક્યો છે. 75 લાખ ચો.માઈલ જમીનને તેણે અન્ય ઉપયોગ માટે બદલી છે. જે કુલ જમીનના 53% છે. જેનો ઉપયોગ પશુપાલન, લાકડાં, તાડીના તેલના ઉત્પાદનમાં થયો છે.

85 કરોડ સામે ભૂખનું સંકટ
દુનિયામાં 85 કરોડ લોકો સામે આજે પણ ભૂખનું સંકટ છે. આપણે જમીનનો ઉપયોગ બદલીને ઉત્પાદન વધારવાનું જોખમ લઈ શકીએ નહીં. 2050માં આપણે વધુ 2 અબજ લોકોનું પેટ ભરવાનું છે, જેના માટે આપણને વધારાના 56% ભોજનની જરૂર પડશે.

ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવી પડશે
1960ના દાયકાથી શરૂ થયેલી હરિયાળી ક્રાંતિ પછી દુનિયામાં પાકની જાતોમાં સુધારો થયો છે. આપણે ખાતર, સિંચાઈ અને મશીનોનો ઉપયોગ વધાર્યો છે. એશિયા અને લેટિન અમેરિકામાં ઉત્પાદનમાં વધારો થયો છે. જોકે, તેનાથી પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે.

જ્યાં ઉપજ ઓછી, ત્યાં ફોકસ જરૂરી
દુનિયાએ હવે એ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જ્યાં ઓછું કૃષિ ઉત્પાદન છે. જેમકે, આફ્રીકા, લેટિન અમેરિકા અને પૂર્વ યુરોપ. અહીં ઉન્નત કૃષિ તકનીકની મદદથી ઉત્પાદન વધારી શકાય છે. ઊચ્ચ ટેક્નોલોજી, સચોટ પદ્ધતિની સાથે-સાથે જૈવિક ખેતીનો ઉપયોગ કરવો પડશે.

ઓછા પાણીવાળી ઉપજ તરફ ધ્યાન વધારો
આજે દુનિયામાં 100 કરોડથી વધુ લોકો સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચતું નથી. 270 કરોડ લોકો વર્ષમાં ઓછામાં ઓછો એક મહિનો પાણીની અછતનો સામનો કરે છે. 2025 સુધી દુનિયાની બે તૃતીયાંશ વસતી સામે ભીષણ જળસંકટ હશે. હરિયાળી ક્રાંતિ અને ઔદ્યોગીકરણે પાણી, રસાયણોનો ઉપયોગ મોટા પ્રમાણમાં વધાર્યો છે.

70% પાણી સિંચાઈમાં જઈ રહ્યું છે.
જૈવિક ખેતી અપનાવીને પાણી અને રસાયણોના ઉપયોગને ઘટાડી શકીએ છીએ. ખેડૂતોએ ઓછા પાણીમાં વધુ ઉપજની પદ્ધતિઓ અપનાવવી પડશે. દુનિયામાં ઉપલબ્ધ મીઠા પાણીમાંથી 70થી 80% હિસ્સો સિંચાઈમાં વપરાઈ રહ્યો છે. કૃષિ ક્ષેત્રે અત્યાધુનિક તકનીકનો ઉપયોગ વધારવો પડશે.

પશુઓ માટે ભોજનના વિકલ્પ શોધવા પડશે
​​​​​​​દુનિયાની 55% કૃષિ ઉપજ જ લોકોની ભૂખ દૂર કરવામાં વપરાય છે. મકાઈ, સોયાબીન, જુવાર અને જવ જેવું અનાજ મોટા પ્રમાણમાં પશુઓને ખવડાવાઈ રહ્યું છે. આ ઉપયોગને જ બદલી દેવામાં આવે તો લોકો માટે ભોજન પૂરું પાડવા માટે અનાજ બચવા લાગશે.

36% અનાજ પશુઓ માટે
દુનિયામાં અનાજનું જેટલું ઉત્પાદન થાય છે તેમાંથી 36% હિસ્સો પશુઓને ખવડાવવા, જૈવિક ઈંધણ-ઔદ્યોગિક ઉત્પાદનો (9%)માં જઈ રહ્યું છે. પશુઓને જ્યારે 100 કેલરી અનાજ ખવડાવીએ છીએ ત્યારે બદલામાં 40 નવી કેલરીનું દૂધ, 22 કેલરી ઈંડા, 12 કેલરી ચિકન સ્વરૂપે મળે છે.

ભોજનનો બગાડ અટકાવવો સૌથી જરૂરી
દુનિયામાં દરરોજ ભોજનનો મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે. ધનવાન દેશોમાં ઘર, રેસ્ટોરન્ટ-સુપરમાર્કેટમાં ભોજન કચરામાં જાયછે, તો ગરીબ દેશોમાં અનાજ સંગ્રહ અને પરિવહનની સુવિધાઓના અભાવને કારણે અનાજ નાશ પામે છે. આ સ્થિતિમાંથોડું પીરસવું-થાળીમાં ભોજન બચાવવું નહીં જેવા ઉપાય ભોજન બચાવવામાં ઉપયોગી સાબિત થઈ શકે.

50% ભોજન નાશ પામે છે
દુનિયામાં ભોજન દ્વારા મળતી કેલરીના 25% અને કુલ ભોજનના 50% જેટલો હિસ્સો ઉપયોગ કરાતાં પહેલા જ નાશ કે બરબાદ થાય છે. વિકસિત દેશોમાં ગ્રાહકની જાગૃતિથી તો ગરીબ અને વિકાસશિલ દેશોમાં સરકારો અને વિશ્વ સમુદાય તેને અટકાવી શકે છે.

4 દાયકામાં સરેરાશ ઉંમર 20 વર્ષ વધી, મહિલાઓની ઉંમર વધુ
તાજેતરના કેટલાક આંકડા વસતી અને સંસાધનો અંગે આશાસ્પદ તસવીર પ્રસ્તુત કરે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સરવેનો રિપોર્ટ કહે છે કે, 2015-2019માં આયુષ્ય (લાઈફ એક્સપેક્ટન્સી) એટલે કે સરેરાશ ઉંમર 69.7 વર્ષ આંકવામાં આવી છે. 1970-75માં આ 49.7 વર્ષ જ હતી. એટલે કે ચાર દાયકામાં 20 વર્ષનો સુધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં તેમાં 2 વર્ષનો સુધારો થયો છે. અત્યારે મહિલાઓનું આયુષ્ય 71.1 વર્ષ અને પુુરષોનું 68.4 વર્ષ છે.

  • 79% મહિલાઓના બેન્ક એકાઉન્ટ છે, તાજેતરના નેશનલ ફેમિલિ હેલ્થ સરવે (NFHS-5) અનુસાર. આ અગાઉના સરવેમાં આ સંખ્યા 53% હતી. એટલે 26%નો વધારો થયો છે.
  • 23.3% છોકરીઓએ NFHS-5માં 18 વર્ષથી નાની વયે લગ્ન થયાનું જણાવ્યું છે. અગાઉના સરવેમાં આ આંકડો 26.8% હતો.
  • 89% પ્રસુતિ દેશમાં સંસ્થાગત થઈ રહી છે. સંસ્થાગત પ્રસુતિ અખિલ ભારતીય સ્તરે 79%થી વધી 89% થઈ છે.

99% લોકો પરિવાર નિયોજન અંગે જાણે છે
દેશમાં પરિવાર નિયોજન અંગે જાગૃતિ વધી છે. 15થી 49 વર્ષ વયજૂથના 99% લોકો પરિવાર નિયોજનની આધુનિક રીતે અંગે જાણે છે. 56.4% લોકોએ પરિવાર નિયોજન અપનાવ્યું છે, જે વસતી વધારાનો દર અટકાવવામાં અસરકારક રહ્યું છે.

દુનિયાની વસતી 100 માનીને સમજો વિતરણની સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...