• Gujarati News
  • International
  • 18.50 Lakh New Cases Reported Worldwide In Last 24 Hours; 3 Lakh New Cases Of Corona Were Found In USA And 1.80 Lakh In India

કોરોના દુનિયામાં LIVE:છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 18.50 લાખ નવા કેસ નોંધાયા; અમેરિકામાં 3 લાખ અને ભારતમાં 1.80 લાખ કોરોનાના નવા કેસ મળ્યા

લંડન11 દિવસ પહેલા
  • છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3,306 લોકો મોતને ભેટ્યા

દુનિયાના દેશાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના સંક્રમણની ગતિ ઝડપી બની છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1.80 લાખ કેસ મળી આવ્યા છે. વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 18 લાખ 51 હજાર કોરોનાના નવા કેસ મળી આવ્યા છે અને 3,306 લોકો મોતને ભેટ્યા છે.

અમેરિકા કોરોનાનો કેસ બાબતે હજુ પણ વિશ્વમાં સૌથી આગળ છે, જો કે નવા કેસોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રવિવારે અમેરિકામાં 3.08 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે ફ્રાન્સમાં 2.96 લાખ નવા કેસ, ભારતમાં 1.80 લાખ, ઇટાલીમાં 1.55 લાખ, યુકેમાં 1.41 લાખ અને ઓસ્ટ્રેલિયામાં 1 લાખ નવા કેસ મળી આવ્યા છે. વિશ્વભરમાં કોરોનાથી મૃત્યુઆંક 55 લાખને પાર થઈ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 3.08 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 3.08 લાખ કોરોનાના કેસ નોંધાયા છે.

વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીની સ્થિતિ

  • કુલ કેસ: 30.78 કરોડ
  • સાજો થયા: 25.95 કરોડ
  • એક્ટિવ કેસઃ 4.28 કરોડ
  • કુલ મૃત્યુઃ 55.05 લાખ

બ્રિટનમાં શાળાઓ ફરીથી બંધ કરવા બાબતે વિચાર, મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્ટાફની અછત
બ્રિટન સરકારની સામે શાળાઓ બાબતે નવી મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. સરકાર અને કેટલાક વાલીઓ ઇચ્છે છે કે બે વર્ષથી બંધ રહ્યા બાદ હવે ઓછામાં ઓછી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહેવી જોઈએ, પરંતુ પરિસ્થિતિ તે દિશા તરફના સંકેત આપી રહી નથી. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ બ્રિટનની ઘણી શાળાઓમાં શિક્ષકો અને અન્ય સ્ટાફની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે અભ્યાસ ચાલુ રાખવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો છે. લંડનની સૌથી મોટી ગર્લ્સ સ્કૂલ કોપ્થહોલમાં 120 શિક્ષકોનો સ્ટાફ છે. તેમા 13 શિક્ષકો કોરોના અથવા ઓમિક્રોનથી પોઝિટિવ થયા છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 2.96 લાખ નવા કેસ મળી આવ્યા છે.
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 2.96 લાખ નવા કેસ મળી આવ્યા છે.

રિપોર્ટ મુજબ, આગામી કેટલાક દિવસોમાં સ્થિતિમાં કોઈ સુધારો થશે નહીં તો બ્રિટન સરકાર શાળાઓ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોનું વેક્સિનેશન ચાલુ છે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

308,616

2

ભારત

180,438

3

યુકે

141,472

4

ફ્રાન્સ

296,097

2

ઈટાલી

155,659

6

તુર્કી

61,727

7

જર્મની

30,812

8

કેનેડા

25,466

9

નેધરલેન્ડ

32,484

10

પોલેન્ડ

11,106

અન્ય સમાચારો પણ છે...