ચીનમાં પૂરથી વિનાશ:24 કલાકમાં 18 ઇંચ વરસાદ પડ્યો, 25 લોકોનાં મોત અને 2 લાખ લોકોને સલામત સ્થળે ખસેડાયા

બીજિંગએક વર્ષ પહેલા
  • ઝેન્ઝો શહેરમાં ભારે પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા
  • ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી

ચીનના હેનાન ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે, જેમાં 25 લોકોનાં મોત થયાં છે. આશરે 2 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હેનાનના ઝેન્ઝો શહેરમાં 24 કલાકમાં રેકોર્ડ 457.5 મિલીમીટર (18 ઇંચ) વરસાદ પડ્યો હતો. આને કારણે શહેરના અનેક ભાગોમાં વીજ સેવા ખોરવાઈ ગઈ હતી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ શહેર વિશ્વનું એપલ આઇફોનનું સૌથી મોટું પ્રોડક્શન બેસ છે.

ઝેન્ઝો રેલવે સ્ટેશન પર 160થી વધુ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. અહીંની એરપોર્ટ પર શહેરની આવતી-જતી 260 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. પૂરને કારણે 80થી વધુ બસ સેવાઓ રદ કરવામાં આવી છે. 100થી વધુ બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. સબવે સેવાઓ પણ અસ્થાયી ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે.

પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સબવે ટનલમાં પાણી ઘૂસી જતાં ઘણા મુસાફરો ટ્રેનમાં ફસાયા
વરસાદી પાણી શહેરની લાઇન ફાઇન સબવે ટનલમાં ઘૂસી ગયું હતું, જે કારણે અનેક મુસાફરો ટ્રેનમાં ફસાઇ ગયા હતા. પોલીસ અધિકારીઓ, ફાયરબ્રિગેડના જવાનો અને અન્ય સ્થાનિક સબ જિલ્લા કર્મચારીઓ બચાવ માટે સ્થળ પર દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જોકે સબવેમાં પાણી ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે અને મુસાફરો સલામત છે.

પૂરને કારણે ખાદ્ય સપ્લાય ખોરવાયો છે
હેનાનની ફેક્ટરી એક દિવસમાં 5 લાખ આઇફોન બનાવી શકે છે. સ્થાનિક લોકો આ ક્ષેત્રના ઝેન્ઝો શહેરને આઇફોન સિટી કહે છે. કંપની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હેનાન ચીનનું બીજા નંબરનું સૌથી મોટું ફૂડ સપ્લાયર પણ છે. આવી સ્થિતિમાં ખાદ્ય સપ્લાય પણ વિક્ષેપિત થયો છે. દેશના ઘઉંનો પાકનો લગભગ એક ક્વાર્ટર ભાગ અહીં ઉગાડવામાં આવે છે. આ સાથે જ તે ફ્રોઝન ફૂડ પ્રોડકશનનું એક મોટું કેન્દ્ર પણ છે. અહીંથી કોલસો અને ધાતુઓનો સપ્લાય પણ કરવામાં આવે છે.

પૂરને કારણે 80થી વધુ બસોની સેવાઓ રદ કરવામાં આવી છે. 100થી વધુ બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. સબવે સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.
પૂરને કારણે 80થી વધુ બસોની સેવાઓ રદ કરવામાં આવી છે. 100થી વધુ બસોને ડાઇવર્ટ કરવામાં આવી છે. સબવે સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરને ખૂબ ગંભીર ગણાવ્યું હતું
રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂરને ખૂબ ગંભીર ગણાવ્યું છે. રાજ્ય મીડિયાએ જિનપિંગના હવાલાથી જણાવ્યું છે કે કેટલાક ડેમ તૂટી ગયા છે. લોકો ઘાયલ થયા છે, જેમાં જાન-માલનું નુકસાન થયું છે. પૂરથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. જિનપિંગે અધિકારીઓને રાહત અને બચાવકાર્ય ઝડપી બનાવવા જણાવ્યું છે.

પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

રેસ્ટોરાંમાં સોફા પર સૂઈને રાત પસાર કરવી પડી: પૂર પીડિતો
56 વર્ષીય રેસ્ટોરાંના મેનેજર વાંગ ગુઇરોંગે જણાવ્યું હતું કે તેમના ઘરમાં વીજળી ન હોવાને કારણે રેસ્ટોરાંમાં સોફા પર સૂઈ રાત તેમણે પસાર કરી હતી. પૂરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પાડો રહ્યો છે. સ્ટેટ ગ્રીડ ઝેન્ઝો પાવર સપ્લાય કંપનીનું કહેવું છે કે વરસાદને કારણે ડાઉનટાઉન સબસ્ટેશન બંધ કરાયું છે.