બ્રિટનની રાજાશાહીનો ખુલાસો કરનારી પ્રિન્સ હેરીની ઓટો બાયોગ્રાફી 'સ્પેયર' છાપનાર પબ્લિશિંગ હાઉસ પેંગુઇનને આમાંથી નફો મેળવવા માટે ઘણી જહેમત કરવી પડશે. સતત લીક થઇ રહેલા પુસ્તકના અંશોમાંથી નફામાં નુકસાનની આશંકાઓ વધી રહી છે.
ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર નફો કમાવા માટે પેંગુઇને લગભગ 17 લાખ કોપી વેચવી પડશે. એના માટે પ્રિન્સ હેરીની બુકને અમેરિકા અને બ્રિટનમાં બેસ્ટ સેલર પણ બનવું પડશે.
પ્રિન્સ હેરી પહેલાં જ કમાઇ ચૂક્યા છે 164 કરોડ રૂપિયા
બાળપણથી લઇને બ્રિટનના શાહી પરિવારને છોડવા અને ત્યાર બાદ જીવન પર લખવામાં આવેલ પોતાના મેમોયર માટે પ્રિન્સ હેરીને પહેલાં જ 164 કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. હવે એક્સપર્ટનું માનવું છે કે જો પેંગુઇનને આ ડીલથી ફાયદો ઉઠાવવો હશે તો પુસ્તકની 13 લાખ પ્રિન્ટેડ કોપી વેચવી પડશે. સાથે જ 4 લાખ ઇ-બુક્સનું પણ સેલ કરવું પડશે.
રિપોર્ટ્સ અનુસાર પેંગુઇને પ્રિન્સ હેરીની સાથે 4 પુસ્તક માટે ડીલ કરી છે. 'સ્પેયસ' સિવાય બચેલાં ત્રણ પુસ્તકોમાંથી એક પુસ્તકને તે પોતાની પત્ની મેગનની સાથે લખશે, જ્યારે 2માંથી એક પુસ્તક લીડરશિપ અને એક પુસ્તક માનવ કલ્યાણ પર હશે. ડેઇલી મેલે દાવો કર્યો છે કે પ્રિન્સ હેરીના મેમોયર લખનાર ઘોસ્ટ રાઇટરને 8 કરોડ 23 લાખ રૂપિયા આપ્યા છે.
પુલિત્ઝર એવોર્ડ જીતનારા અમેરિકન પત્રકાર જેઆર મોહરિંજનને પ્રિન્સ હેરીનો ઘોસ્ટ રાઇટર બતાવવામાં આવે છે. ઘોસ્ટ રાઇટર એ વ્યક્તિ હોય છે જે કોઇ બીજા માટે લખે છે. જાણકારોનું માનવું છે કે સ્પયર સિવાય ત્રણ પુસ્તકોથી નફો થવાની આશંકાઓ બહુ જ ઓછી છે. સ્પેયરને લોકો બ્રિટનના રાજઘરાના સાથે જોડાયેલાં રહસ્યોને જાણવા માટે વાંચશે, પરંતુ બાકીનાં ત્રણ પુસ્તકમાં તેઓને ઓછી રુચિ હશે.
રિલીઝ થતાંની પહેલાં એમેઝોન પર બેસ્ટસેલર બની ગયું પ્રિન્સ હેરીનું પુસ્તક
બ્રિટનની ન્યૂઝ વેબસાઇટ ડેઇલી મેલ સાથે વાતચીત કરતા એક એક્સપર્ટે કહ્યું કે પ્રિન્સ હેરી પુસ્તક પહેલાં કેટલાક શો અને નેટફલિક્સની ડોક્યુમેન્ટરીમાં પોતાની જિંદગી સાથે જોડાયેલી ઘણી જાણકારી આપી ચૂક્યા છે. એવામાં લોકોને તેમાં રસ ઓછો થઇ જાય છે. તેનું નુકસાન પેંગુઇન પબ્લિશિંગ હાઉસને ભોગવવું પડી શકે છે.
પેંગુઇનને પુસ્તકોના સેલ પર પ્રિન્સ હેરીએ રોયલ્ટી પણ આપવી પડશે. એક અંદાજ અનુસાર પબ્લિશિંગ હાઉસ પ્રતિ પ્રિન્ટ કોપી 444 રૂપિયા અને 370 રૂપિયા પ્રતિ ઇ-બુકના સેલ પર પ્રિન્સ હેરીને આપશે. પ્રિન્ટેડ પુસ્તકની કિંમત 2,961 રૂપિયા છે. ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર મોટી ચોપડીઓનું લીક થવું સહજ વાત છે. પબ્લિશિંગ હાઉસ કેટલી પણ કોશિશ કરે ક્યાંકથી ને ક્યાંકથી તેમના પુસ્તકના કેટલાક અંશ લીક થઇ જ જાય છે.
કેવી રીતે લીક થાય છે પુસ્તક
મૈટ લૈટિમર લિટરેસી એજન્સી જૈવલિનના ફાઉન્ડર છે અને કેટલાય મોટા નેતાઓની બાયોગ્રાફીને રિલીઝ કરી ચૂક્યા છે. તેમણે ન્યુયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે પુસ્તક ક્યારેય પબ્લિશિંગ હાઉસ કે પ્રિન્ટ પ્લાન્ટથી લીક નથી થતી. તે મોટા ભાગે જ્યારે વેચાવા માટે બુકસ્ટોર સુધી પહોંચાડવામાં આવે છે ત્યાંથી લીક કરવામાં છે.
પરંતુ પ્રિન્સ હેરીના પુસ્તકના કેટલાક અંશ એ હદ સુધી લીક થયા છે કે સવાલ ઊઠવા લાગ્યા છે કે શું હવે લોકોને તેને લઇને ઉત્સુકતા બચી છે. એક તરફ જ્યાં એક્સપર્ટનું માનવું છે કે આ લીક થવાને કારણે મેમોયરને નફામાં નુકસાન પહોંચાડશે.
ત્યાં મૈટ લૈટિમસનું એ માનવું છે કે તેનાથી લોકોમાં ઉત્સુકતા વધી ગઇ છે. તેનું કારણ એ છે કે પ્રિન્સ હેરીનું પુસ્તક 'સ્પેયર' અમેરિકા અને બ્રિટનમાં એમેઝોન પર બેસ્ટસેલર બનેલી છે.
પબ્લિશિંગ હાઉસે બતાવ્યું કે તેઓ માત્ર નોર્થ અમેરિકા માટે 25 લાખ કોપી છાપી રહ્યા છે. અમેરિકામાં ઇનગ્રામ નામની એક હોલસેલર કંપનીએ બતાવ્યું કે તેમણે 90 હજાર પુસ્તકો વેરહાઉસમાં સ્ટોર કરી રાખી છે. જેથી કોઇ પણ બુક સ્ટોર પર તેની અછત ન રહે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.