ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:મ્યાનમારથી 8 મહિનામાં 15 હજાર શરણાર્થી ભારત આવી ચૂક્યા છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યાનમારમાં સત્તાપલટા બાદ સત્તા પર આવેલા જુન્ટા સૈન્ય શાસનને 8 મહિના થઇ ચૂક્યા છે. તે છતાં દેશમાં દહેશત છે. ઉત્તર-પશ્ચિમ સરહદે પીપલ્સ ડિફેન્સ ફોર્સવાળા સશસ્ત્ર વિદ્રોહીઓના ગઢ ચિન રાજ્યમાં સૈન્યએ સપ્ટેમ્બરમાં રોકેટ લૉન્ચરથી ઘરો સળગાવી દીધાં, ઇન્ટરનેટ અને ખાદ્યાન્ન પુરવઠો બંધ કરી દીધો. નાગરિકોને ગોળીઓ મારી.

તે પછી જીવ બચાવવા ચિન રાજ્યમાંથી હિજરત શરૂ થઇ. પડોશી દેશોની સરહદો બંધ છે. ભારતમાં પણ એવું જ છે પણ ચિન રાજ્ય નજીકના મિઝોરમના લોકો આ રોકની ઉપરવટ જઇને મદદ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે મિઝોરમમાં મોટી સંખ્યામાં ચિન સમુદાયના લોકો છે.

મિઝોરમના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ મદદ ન કરી હોત તો મ્યાનમારથી આવનારા મરી જાત. યુએનના જણાવ્યાનુસાર 8 મહિનામાં 15 હજારથી વધુ લોકો ભાગીને ભારત આવી ચૂક્યા છે. ચિનના થાન્ટલાંગ શહેરથી આવેલા રાલ થાટ જુંગે જણાવ્યું કે તે 8 દિવસ સુધી પરિવારના 10 સભ્ય સાથે ચાલીને મિઝોરમ પહોંચ્યો.

3 દિવસ અગાઉ ચાલીને મિઝોરમ પહોંચેલી 38 વર્ષની શરણાર્થી વેન સેર્થ લુઇએ કહ્યું કે તેના 6 સભ્યના પરિવારને રોજ પીવા, નહાવા-ધોવા માટે રોજ માત્ર 15 લિટર પાણી મળે છે. આ તકલીફો છતાં તે ભારતમાં જ રહેવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...