• Gujarati News
  • International
  • 140 Spiral Roads In Carmel, USA Red Light Eliminated, 76 Thousand Liters Of Petrol Saved, Pollution Also Reduced

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકાના કાર્મેલમાં 140 સર્પાકાર રસ્તા બનાવી રેડ લાઈટ સમાપ્ત કરી, 76 હજાર લિટર પેટ્રોલ બચતાં પ્રદૂષણ પણ ઘટી ગયું

ન્યૂયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ક્રિસ્ટોન પાર્ક વે. - Divya Bhaskar
ક્રિસ્ટોન પાર્ક વે.
  • મેયર જિમ બ્રેનાર્ડના એક આઈડિયા માર્ગ અકસ્માત 50% ઘટ્યા
  • રાઉન્ડ અબાઉટ રાઈટ: સફળતા બતાવવા માટે નેશનલ રાઉન્ડ અબાઉટ વીક અને કોફી ટેબલ બુક

શું એ શક્ય છે કે, કોઈ શહેરના રસ્તા પર એક પણ ટ્રાફિક લાઈટ અને ‘અટકી જવાના’ સાઈનબોર્ડ જ ના હોય અને છતાં તે રસ્તા પર અકસ્માતો, તેનાથી થતા મૃત્યુ ના બરાબર હોય તેમજ પ્રદૂષણ પણ ખૂબ જ ઓછું હોય? હા, આવું શક્ય કરી બતાવ્યું છે અમેરિકાના ઈન્ડિયાના રાજ્યના કાર્મેલ શહેરે. આશરે એક લાખ વસતી ધરાવતા કાર્મેલમાં 140થી વધુ સર્પાકાર એટલે કે રાઉન્ટઅબાઉટ રસ્તા છે. અહીં બીજા આવા ડઝન રસ્તા બની રહ્યા છે. અમેરિકામાં સૌથી વધુ સર્પાકાર રસ્તા અહીં છે.

મેયર જિમ બ્રેનાર્ડ કહે છે કે, આ રસ્તાનો હેતુ સુરક્ષા છે. પરંપરાગત ચાર રસ્તાની તુલનામાં સર્પાકાર રસ્તા અને સર્કલથી દુર્ઘટનાઓ-મોત ઘટે છે. શહેરના પૂર્વ એન્જિનિયર માઈક મેક્બ્રાઈડના મતે, ટ્રાફિકની લાલ લાઈટો નહીં હોવાથી વાહનોએ અટકવું નથી પડતું. એટલે પ્રદૂષણ પણ ઘટે છે. એક સરવે પ્રમાણે, તેનાથી આખું વર્ષ આશરે 76 હજાર લિટર પેટ્રોલ બચે છે. મિસિસિપિ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે, સર્પાકાર રસ્તાના કારણે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ 56% ઘટાડો થયો છે. આ સિવાય ટ્રાફિક લાઈટ્સ માટે વીજળીની જરૂર પણ નથી પડતી.

  • અમેરિકાની ઈન્શ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈવે સેફ્ટી પ્રમાણે, કાર્મેલમાં 64 રાઉન્ડ અબાઉટ પર દુર્ઘટનાઓ 50% ઘટી છે. ડોગબોનમાં તો આવા અકસ્માતો બહુ ઘટ્યા છે. વર્ષ 2020માં કાર્મેલમાં 1 લાખ લોકોએ ટ્રાફિક ડેથ સરેરાશ 1.9 હતા, જ્યારે બાકીના શહેરોમાં 20.8 હતા.

1980માં મેયર બ્રેનાર્ડે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ વખતે પહેલીવાર રાઉન્ડ અબાઉટ રસ્તાના ફાયદા ઓળખ્યા હતા. 1995માં કાર્મેલ મેયર બન્યા અને તેમણે આ દિશામાં કામ શરૂ કર્યું. પહેલા 10 વર્ષમાં 50 અને બીજા દસકામાં તેમણે બીજા કેટલાક આવા રસ્તા બનાવડાવ્યા. અમેરિકન ફેડરલ હાઈવે એડમિનિસ્ટ્રેશને પણ સ્વીકાર્યું છે કે, આ પ્રકારના રસ્તાથી પ્રદૂષણ ઘટે છે. ફ્લોરિડાના સારાસોટાએ કાર્મેલની સફળતામાંથી પાઠ લઈને દોઢ ડઝન રસ્તા બનાવ્યા છે. કાર્મેલમાં તેની સફળતાનો ઉત્સવ મનાવવા નેશનલ રાઉન્ડ અબાઉટ વિકનું આયોજન થાય છે. આ વિષય પર ‘કાર્મેલ: રાઉન્ડ અબાઉટ રાઈટ’ બુક પ્રકાશિત થઈ છે.