તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • 14 Kerala Men Join Khurasan Militant Group Convicted Of Kabul Attack, Taliban Release Them From Afghan Jails

ISIS-Kનું ભારત કનેક્શન:કેરળના 14 લોકો કાબુલ હુમલાના દોષિત ખુરાસાન આતંકવાદી જૂથ સાથે જોડાયા, તાલિબાને તેમને અફઘાનિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવ્યા હતા

નવી દિલ્હી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જેલમાં બંધ પોતાના લડવૈયાઓને મુક્ત કરાવ્યા હતા

કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરનાર ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંતનું ભારતીય કનેક્શન સામે આવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર, કેરળના 14 લોકો આ આતંકી ગ્રુપ સાથે જોડાયા છે. આવી સ્થિતિમાં ભારતને ચિંતા છે કે આ લોકોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરીને આતંકવાદી જૂથો ભારતનું નામ ખરાબ કરી શકે છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, તાલિબાને અફઘાન પ્રાંત પર કબજો કર્યા બાદ જેલમાં બંધ પોતાના લડવૈયાઓને મુક્ત કર્યા હતા. આમાં બાગરામ જેલમાંથી મુક્ત કરવામાં આવેલા કેરળના 14 લોકો પણ હતા, જેઓ ખુરાસાન પ્રાંતના ઇસ્લામિક સ્ટેટમાં જોડાયા છે.

2014માં કેરળથી ભાગીને ઇસ્લામિક સ્ટેટમાં જોડાયા
એવું માનવામાં આવે છે કે આ 14 લોકોમાંથી એકે કેરળમાં તેના ઘરથી સંપર્ક થયો હતો, જ્યારે બાકીના બધા કાબુલમાં આ જૂથ સાથે છે. જ્યારે 2014માં ઇસ્લામિક સ્ટેટ ઓફ સિરિયા અને લેવાંટે મોસુલ પર કબજો કર્યો ત્યારે કેરળના મલ્લાપુરમ, કાસરગોડ અને કન્નૂર જિલ્લામાંથી ભાગીને ઘણા સ્થાનિક લોકો આ જૂથમાં જોડાયા હતા. આમાંના ઘણા અફઘાનિસ્તાનના નંગરહાર આવીને ISKPમાં જોડાયા.

ખુરાસાન જૂથે 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર બે આત્મઘાતી હુમલા કર્યા હતા.
ખુરાસાન જૂથે 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર બે આત્મઘાતી હુમલા કર્યા હતા.

તુર્કમેનિસ્તાન દૂતાવાસ બહાર ઝડપાયા ખુરાસાનના 2 આતંકવાદી
માહિતી મુજબ, તાલિબાને 26 ઓગસ્ટે કાબુલમાં ખુરાસાન સાથે જોડાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓને તુર્કમેનિસ્તાનના દૂતાવાસ બહારથી પકડવામાં આવ્યા છે. આ બાબતે તાલિબાન તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ગુપ્તચર વિભાગ મુજબ, કાબુલ એરપોર્ટ બ્લાસ્ટ થયાના થોડીવાર બાદ જ ઝડપાયેલા આ બે આતંકી પાસેથી IED જપ્ત કરવામાં આવ્યું છે.

અફઘાનિસ્તાનથી મળતી માહિતી મુજબ, કાબુલ પર હક્કાની નેટવર્કનો કંટ્રોલ છે. જલાલાબાદ- કાબુલથી થઈને જલાલાબાદ-કાબુલથી જાદરાન પશ્તૂનની લોકોનો અફઘાનિસ્તાનના નંગરહારમાં પ્રભાવ છે, પાકિસ્તાનની સરહદ અહીંથી શરૂ થાય છે. ISIS-K અથવા ISKP નંગરહાર પ્રાંતમાં સક્રિય છે. આ સંગઠને હક્કાની નેટવર્ક સાથે પણ કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...