તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા:ટેક્સાસમાં હાઇવે પર વારાફરતી 130 વાહનની ટક્કર, 6 લોકોનાં મોત, 12 લોકો ઘાયલ

16 દિવસ પહેલા

અમેરિકાના ટેક્સાસમાં એક સાથે 130 વાહનો હાઇવે પર વારાફરતી અથડાયા હતાં. જેનો વીડિયો સામે આવ્યો છે. અહીં બરફ વર્ષા થઈ હોવાથી ફોર્ટ વર્થમાં ઇન્ટરસ્ટેટ 35 વેસ્ટ હાઇવે પર વાહનો સ્લીપ થયાં હતાં. જેને લીધે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અત્યારસુધી 6 લોકોનાં મોત થયાં છે જોકે, હજુ મૃત્યુઆંક વધી શકે છે તેમ સ્થાનિક તંત્રએ જણાવ્યું છે. તો 12 લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં. સ્થાનિક પોલીસને ઘટનાની જાણ કરતાં તેમણે સ્થળ પર રેસ્ક્યૂ શરૂ કરી દીધું છે. અકસ્માતમાં ટ્રક નીચે દબાયેલી કેટલીક કારને કાઢવા માટે હાઇડ્રોલિક ક્રેનની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતને લીધે સતત બે કલાકથી વધારે હાઇવે જામ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો