સૌથી મોટું ટેન્કયુદ્ધ:130 રશિયન ટેન્ક નષ્ટ, માત્ર 14 દિવસમાં 5000 જવાનોનાં મોત

કિવ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનના અમેરિકન-ફ્રેન્ચ તોપ મારફતે વળતા હુમલા

યુક્રેન પર રશિયાએ મિસાઇલો મારફતે હુમલા તીવ્ર કરી દીધા છે. તેના તરફથી ઝીંકવામાં આવેલી મિસાઇલથી દક્ષિણ-પૂર્વ યુક્રેનના જેપોરિજીયા શહેરમાં પાંચ માળની રહેણાક ઇમારત ધરાશાયી થઇ છે. ત્રણ લોકોનાં મોત પણ થયાં છે. દરમિયાન અહેવાલ મુજબ હાલમાં યુદ્ધનો સૌથી ભીષણ તબક્કો ચાલી રહ્યો છે. યુક્રેનની સેનાએ અમેરિકાની એમ 777 અને ફ્રાન્સની સેસર હોવિત્ઝર તોપ મારફતે ડોનેત્સ્કના વુહલેદારમાં હુમલાઓ કરીને રશિયાની 130 ટેન્કોને ફૂંકી મારી છે. સાથે સાથે અનેક હથિયારો સાથે સજ્જ વાહનોને પણ નષ્ટ કરી દીધાં છે.

યુક્રેની અધિકારીઓએ કહ્યું છે કે આ યુદ્ધમાં હજુ સુધીનો સૌથી ભીષણ યુદ્ધનો તબક્કો છે. હાલમાં સૌથી મોટું ટેન્કયુદ્ધ ચાલી રહ્યું છે. અધિકારીએ દાવો કરતા કહ્યું છે કે રશિયન જવાનોનો નૈતિક જુસ્સો ભાંગી પડ્યો છે. આ બાબતનો અંદાજ એ બાબતથી મળી શકે છે કે બે સપ્તાહના ગાળામાં રશિયાની સેનાના 5000 જવાનો માર્યા ગયા છે.

13 મહિનામાં પ્રથમ વખત રશિયા, અમેરિકન વિદેશમંત્રી મળ્યા
રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવરોવે ગુરુવારે નવી દિલ્હીમાં જી-20 વિદેશમંત્રીઓની બેઠકના ભાગરૂપે અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કેન સાથે હાથ મિલાવ્યા હતા. યુદ્ધ શરૂ થયાના એક વર્ષથી વધુ સમયગાળા બાદ બંને વિદેશમંત્રીઓની આ પ્રથમ મુલાકાત હતી. ખાસ બાબત એ છે કે બંને નેતાઓ વચ્ચે પહેલાથી આ બેઠક નિર્ધારિત ન હતી. જોકે રશિયાએ દાવો કર્યો છે કે આ બેઠકનું કોઇ પરિણામ મળ્યું નથી.

અમેરિકન, બ્રિટિશ કંપનીઓ રશિયાને છોડવા તૈયાર નથી
કેટલીક પશ્ચિમ કંપનીઓ રશિયાને છોડી ચૂકી છે. બીજી બાજુ યુરોપ અને અમેરિકાની સેંકડો કંપનીઓ રશિયાને છોડવા માટે તૈયાર નથી. આમાં ફ્રાન્સની સુપર માર્કેટ કંપની આચેન પણ છે.આચેનની સહાયકે રશિયાના જવાનો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. એક અભ્યાસ મુજબ યુરોપ, અમેરિકા, જાપાન, બ્રિટન અને કેનેડાની આશરે 1400 કંપનીઓ પૈકી નવ ટકા કંપનીઓએ જ યુદ્ધ બાદ રશિયામાં કારોબાર બંધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...