• Gujarati News
  • International
  • 13 Cases Of Omicron Were Reported In The Netherlands While 2 People Were Infected With Omicron In Canada; The US Is Also Preparing To Ban Travel To African Countries

કોરોના દુનિયામાં LIVE:નેધરલેન્ડમાં ઓમિક્રોનના 13 કેસ અને કેનેડામાં 2 કેસ નોંધાયા; તમામ વિદેશી મુસાફરોને જાપાનમાં નો એન્ટ્રી

વોશિંગ્ટન7 મહિનો પહેલા
  • ફ્રાન્સે પણ આફ્રિકાના સાત દેશો સાથેની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે

કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોને ચિંતિત કરી દીધા છે. અનેક દેશોએ ટેસ્ટિંગ-આઇસોલેશનને તેજ બનાવવા માટેના આદેશ આપ્યા છે. જ્યારે યુકે, શ્રીલંકા, માલદિવ્સ સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકા પણ આજે આફ્રિકન દેશો પર ટ્રાવેલ પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યો છે. આ તરફ કેનેડામાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે. ઓમિક્રોનના ખતરાને પગલે જાપાને સોમવારે તમામ વિદેશી નાગરિકોને તેના દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

કેનેડામાં ઓમિક્રોનથી બે લોકો સંક્રમિત, બંને નાઈજીરિયાથી પરત આવ્યા હતા
કેનેડામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનના પ્રથમ બે કેસ સામે આવ્યા છે. આ અંગે માહિતી આપતાં કેનેડા સરકારે જણાવ્યું હતું કે ઓન્ટારિયોમાં ઓમિક્રોન વેરિયન્ટના બે પુષ્ટિ થયેલા કેસ મળ્યા છે. આ બંને કેસ નાઈજીરિયાથી પરત આવેલા બે લોકોમાં જોવા મળ્યા છે. આરોગ્યના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે ઓટાવા પબ્લિક હેલ્થ આ બાબતની તપાસ કરી રહી છે અને બંને દર્દી આઇસોલેશનમાં છે.

ત્યાર બાદ કેનેડા પહોંચી રહેલા મુસાફરો માટે ટેસ્ટિંગના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. હવે કોઈપણ દેશથી કેનેડા પહોંચી રહેલા મુસાફરોએ એરપોર્ટ પર જ ટેસ્ટિંગ કરાવવું પડશે. શુક્રવારે કેનેડાએ દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

અમેરિકાએ આફ્રિકન દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી
સાઉથ આફ્રિકામાં સૌથી પહેલો મળી આવેલા કોરોના વાઇરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનથી બચવા માટે હવે અમેરિકાએ પણ કમર કસી છે. અમેરિકાએ આ વાઇરસથી બચવા માટે આફ્રિકન દેશોની યાત્રા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડનના વહીવટીતંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેની જાહેરાત સોમવારે કરવામાં આવશે.

આ તરફ રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઇઝર ડો. એન્થોની ફોસીએ કહ્યું હતું કે ઓમિક્રોન કોરોનાના અત્યારસુધીમાં મળેલા અન્ય તમામ વેરિયન્ટની સરખામણી સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો લાગે છે. અત્યારસુધીમાં સામે આવેલાં તથ્યોના આધારે આધારે એવું પણ લાગી રહ્યું છે કે આ વેરિયન્ટ મોનોક્લોનલ એન્ટિબોડીઝ (કોરોના સંક્રમણ લાગવા પર કુદરતી રીતે શરીરમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ)ને બાયપાસ કરી શકે છે અને આ કારણથી એ થોડો ઘાતક સાબિત થઈ શકે છે.

નેધરલેન્ડમાં 13 લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટ મળ્યો, બધા દક્ષિણ આફ્રિકાથી એમ્સ્ટર્ડમ ગયા હતા
દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યા બાદ વિશ્વ અલર્ટ પર છે. આ મામલે રવિવારે નેધરલેન્ડ માટે ગંભીર સમસ્યા સામે આવી છે. શુક્રવારે અહીં 61 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, તેમાંથી 13 લોકોમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, મોડર્ના વેક્સિન્સના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. પોલ બર્ટને ઓમિક્રોન વેરિયન્ટને ખતરનાક ગણાવ્યો છે. જોકે બર્ટનને આશા છે કે આ વેરિયન્ટ સામેનો પણ ઉકેલ મળી આવશે.

ઓમિક્રોનના 8 શંકાસ્પદ કેસ ફ્રાન્સમાં નોંધાયા. ફ્રાન્સના આરોગ્ય વિભાગે રવિવાર રાત્રે કહ્યું હતું કે છેલ્લા 14 દિવસમાં આફ્રિકાના પ્રવાસેથી પરત ફરેલા લોકોમાંથી 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેઓ ઓમિક્રોન વેરિયન્ટનો શિકાર હોવાની આશંકા છે. ફાન્સના પાડોશી દેશમાં પણ ઓમિક્રોનના કેસ નોંધાઈ ચૂક્યા છે, જેને લઈને ફ્રાન્સ સરકાર સતર્ક થઈ ગઈ છે. આફ્રિકાના સાત દેશ સાથેની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ફ્રાન્સે પણ આફ્રિકાના સાત દેશ સાથેની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ફ્રાન્સે પણ આફ્રિકાના સાત દેશ સાથેની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચીનને પણ કોરોના નવા વેરિયન્ટનો ભય છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં કોરોનાના 21 કેસ નોંધાયા છે. ચીનમાં હાલ 785 એક્ટિવ કેસ છે. ચીનમાં અત્યારસુધીમાં 98 હજાર 631 કેસ નોંધાયા છે અને 4636 લોકોનાં મોત થયાં છે.

કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ટોપ 10 દેશ:

ક્રમ

દેશ

નવા કેસ

મૃત્યુ

1

જર્મની

+38,444

+71

2

યુકે

+37,681

51

3

રશિયા

+33,548

+1224

4

ફ્રાન્સ

+31,648

+23

5

નેધરલેન્ડ

+22,133

+45

6

તુર્કી

76,446

213

7

અમેરિકા

+20,835

+102

8

પોલેન્ડ

+20,576

+51

9

વિયેટનામ

+12,936

+190

10

ઈટાલી

+12,932

+47

અન્ય સમાચારો પણ છે...