24 કલાકમાં રશિયાએ યુક્રેન પર 55 મિસાઇલ ઝીંકી:12 લોકોનાં મોત, 35 ઈમારત નષ્ટ; યુક્રેન એરફોર્સે પણ કર્યો દાવો- 47 મિસાઇલ તોડી પાડી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વીડિયામાં રશિયાના હુમલા બાદ યુક્રેનનાં શહેરોમાં થયેલો વિનાશ જોઈ શકાય છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન જર્મનીએ 25 જાન્યુઆરીએ પોતાની લેપર્ડ-2 ટેન્ક યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો છે. એ બાદ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, 25-26 જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનનાં શહેરો પર 55 મિસાઈલ ઝીંકી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં.

યુક્રેન એરફોર્સે દાવો કર્યો છે કે તેણે 55માંથી 47 મિસાઈલોને તોડી પાડી છે. યુક્રેન સ્ટેટ ઇમર્જન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, રાજધાની કિવમાં 20 મિસાઇલ પડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખેરસોન, હલેવાખા સહિત 11 વિસ્તારમાં મિસાઈલો પડી, જેમાં 35 ઈમારત નષ્ટ થઈ ગઈ. આ દરમિયાન અન્ય 11 લોકો ઘાયલ થયા હતા.

જુઓ 25-26 જાન્યુઆરીના રશિયન હુમલાની તસવીરો...

આ તસવીર કિવની પાસે આવેલા હલેવાખા શહેરની છે. રશિયાના મિસાઈલ હુમલા બાદ રસ્તા પર ખાડો પડી ગયો હતો. તેની નજીક બે બાળકને ઊભેલા જોઈ શકાય છે.
આ તસવીર કિવની પાસે આવેલા હલેવાખા શહેરની છે. રશિયાના મિસાઈલ હુમલા બાદ રસ્તા પર ખાડો પડી ગયો હતો. તેની નજીક બે બાળકને ઊભેલા જોઈ શકાય છે.
રશિયાના હુમલામાં અનેક ઘર નષ્ટ થઈ ગયાં. આ તસવીર હલેવાખા શહેરમાં નાશ પામેલા એક ઘરની છે.
રશિયાના હુમલામાં અનેક ઘર નષ્ટ થઈ ગયાં. આ તસવીર હલેવાખા શહેરમાં નાશ પામેલા એક ઘરની છે.
મિસાઈલ હુમલા બાદ હલેવાખામાં જે જગ્યાએ મિસાઈલ પડી ત્યાં વિનાશ જોવા પોતાનાં ઘરોમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે.
મિસાઈલ હુમલા બાદ હલેવાખામાં જે જગ્યાએ મિસાઈલ પડી ત્યાં વિનાશ જોવા પોતાનાં ઘરોમાંથી લોકો બહાર નીકળી રહ્યા છે.
આ તસવીર રશિયન મિસાઈલની છે, જે કિવ નજીક પડી હતી. પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ તસવીર રશિયન મિસાઈલની છે, જે કિવ નજીક પડી હતી. પોલીસ તેની તપાસ કરી રહી છે.
આ તસવીર કિવમાં પાવર પ્લાન્ટ પાસેના ઘરની તૂટેલી બારીમાંથી લેવામાં આવી છે. રશિયાએ એનો નાશ કર્યો હતો.
આ તસવીર કિવમાં પાવર પ્લાન્ટ પાસેના ઘરની તૂટેલી બારીમાંથી લેવામાં આવી છે. રશિયાએ એનો નાશ કર્યો હતો.
રશિયા રહેણાક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. આ તસવીર કિવમાં એક નષ્ટ થયેલા ઘરની છે.
રશિયા રહેણાક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. આ તસવીર કિવમાં એક નષ્ટ થયેલા ઘરની છે.
રશિયન હુમલા બાદ કિવના ઘણા વિસ્તારોમાં પાવર ફેઇલ થઈ ગયો હતો. એ બાદ વીજ કંપનીના કર્મચારીઓને વીજળી ફરીથી ચાલુ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
રશિયન હુમલા બાદ કિવના ઘણા વિસ્તારોમાં પાવર ફેઇલ થઈ ગયો હતો. એ બાદ વીજ કંપનીના કર્મચારીઓને વીજળી ફરીથી ચાલુ કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
કેટલીક રશિયન મિસાઇલો કિવના ઔદ્યોગિક વિસ્તારમાં પડી હતી. આ તસવીરમાં પોલીસકર્મીઓ મૃતદેહને વાહનમાં રાખતા જોઈ શકાય છે.
કેટલીક રશિયન મિસાઇલો કિવના ઔદ્યોગિક વિસ્તારમાં પડી હતી. આ તસવીરમાં પોલીસકર્મીઓ મૃતદેહને વાહનમાં રાખતા જોઈ શકાય છે.

ઓડેસામાં બે પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવ્યા
યુક્રેનનું કહેવું છે કે રશિયા હવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યું છે. 26 જાન્યુઆરીએ રશિયાના સૈનિકોએ યુક્રેનના ઓડેસા શહેર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન કેટલીક મિસાઈલ ત્યાં બનેલા પાવર પ્લાન્ટ પર પડી હતી. આ મિસાઈલ હુમલામાં પાવર પ્લાન્ટ નષ્ટ થઈ ગયો. 25 જાન્યુઆરીએ જ UNESCOએ આ શહેરને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. UNESCOએ કહ્યું હતું કે એની યુનિવર્સલ વેલ્યુ છે. એને કાળા સમુદ્રનું મોતી પણ કહેવામાં આવે છે.

આ તસવીર માર્ચ 2022ની છે. ઓડેસાના રહેવાસીઓએ ડ્યુક ડી રિચલ્યુની પ્રતિમાને રશિયન હુમલાઓથી બચાવવા માટે રેતીની થેલીઓથી ઢાંકી દીધી હતી.
આ તસવીર માર્ચ 2022ની છે. ઓડેસાના રહેવાસીઓએ ડ્યુક ડી રિચલ્યુની પ્રતિમાને રશિયન હુમલાઓથી બચાવવા માટે રેતીની થેલીઓથી ઢાંકી દીધી હતી.

કેનેડા 4 લેપર્ડ-2 ટેન્ક આપશે
કેનેડાએ શુક્રવારે (27 જાન્યુઆરી) જાહેરાત કરી છે કે તે યુક્રેનને 4 Leopard-2 ટેન્ક આપશે. રક્ષામંત્રી અનિતા આનંદે આ જાણકારી આપી હતી. યુક્રેનને આશા છે કે આ ટેન્કો રશિયા સામેના યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થશે. બીજી તરફ રશિયાનું કહેવું છે કે આ ટેન્ક પણ બાકીની ટેન્કોની જેમ સળગીને રાખ થઈ જશે.

8 ઓક્ટોબર 2022 બાદ રશિયાના હુમલા તેજ થયા

  • 8 ઓક્ટોબર 2022ના રોજ યુક્રેને રશિયાનો કર્ચ બ્રિજ ઉડાવી દીધો હતો. આ બ્રિજ રશિયાને ક્રિમિયા સાથે જોડે છે. આ પછી 10 ઓક્ટોબરે રશિયાએ રાજધાની કિવ સહિત 9 શહેર પર 83 મિસાઈલનો મારો કર્યો હતો, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. કર્ચ બ્રિજ પર થયેલા બ્લાસ્ટના બદલામાં રશિયાએ આ મોટો હુમલો કર્યો હતો.
  • 15 નવેમ્બર 2022ના રોજ રશિયાએ યુક્રેન પર 100 મિસાઇલ છોડી હતી. આમાંથી બે પોલેન્ડમાં પડી હતી. ત્યાર બાદ કિવના મેયરે લોકોને બંકરોમાં રહેવા જણાવ્યું હતું.
  • 16 ડિસેમ્બર 2022ના રોજ યુક્રેનનાં ત્રણ શહેર પર 70 મિસાઇલ ઝીંકીને એને નષ્ટ કર્યા હતા. ક્રિવી રિહ વિસ્તારમાં મિસાઈલ હુમલાને કારણે એક રહેણાક મકાન ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. ખેરસોનમાં પણ ઘણા લોકો માર્યા ગયા હતા.
  • 29 ડિસેમ્બર, 2022ના રોજ યુક્રેન પરના સૌથી મોટા હુમલામાં સમુદ્ર અને આકાશમાંથી 120 મિસાઇલ ઝીંકવામાં આવી હતી. રાજધાની કિવ સહિત 7 શહેર પર આ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 14 વર્ષની કિશોરી સહિત 3 લોકો ઘાયલ થયા હતા.
  • 14 જાન્યુઆરી 2023ના રોજ, રશિયાએ યુક્રેન પર 33 મિસાઇલ ઝીંકી હતી. નિપ્રો શહેરમાં કેટલીક મિસાઇલો પડી હતી. અહીં નવ માળની ઈમારત પર મિસાઈલ પડતાં 20 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 73 લોકો ઘાયલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...