તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વર્ષમાં 12 મીટર હિમવર્ષા, છતાં ફ્લાઈટો મોડી પડતી નથી, બરફ હટાવવા રૂ. 260 કરોડનો ખર્ચ થાય છે

ટોક્યોએક મહિનો પહેલા
 • કૉપી લિંક
આ તસવીર ઉત્તર જાપાનના અકિતા પ્રાંતની છે. અહીં હિમવર્ષાના લીધે બે માળનાં મકાનો બરફમાં દબાઈ ગયાં છે. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ બરફ દૂર કરવાનું કામ કરી રહી છે. - Divya Bhaskar
આ તસવીર ઉત્તર જાપાનના અકિતા પ્રાંતની છે. અહીં હિમવર્ષાના લીધે બે માળનાં મકાનો બરફમાં દબાઈ ગયાં છે. જાપાનની સેલ્ફ ડિફેન્સ ફોર્સ બરફ દૂર કરવાનું કામ કરી રહી છે.
 • જાપાનના ટોકામાચી શહેરમાં વિશ્વનો સૌથી વધુ બરફ પડે છે

38 વર્ષીય યુકારી કોકઈ બાલ્કનીમાંથી બરફ હટાવી રહ્યા છે. રાત્રે આવેલા વાવાઝોડાથી તેમના ઘરનો નીચલો હિસ્સો બરફમાં દબાઈ ગયો. તેઓ જણાવે છે કે બરફના 3 મીટરનાં થર થયાં છે. આ સામાન્ય તોફાન હતું. ઉત્તરીય જાપાનના નિગાતા પ્રાંતના ટોકામાચી શહેરમાં વાર્ષિક 12 મીટર હિમવર્ષા થાય છે. 53 હજારની વસ્તી ધરાવતા આ શહેરના ગેસ્ટહાઉસ હારાદા-યાના માલિક મીશી કોસુગા જણાવે છે કે અહીં હિમવર્ષા થવી સામાન્ય બાબત છે. જેનાથી જીવન થંભી જતું નથી. શાળાઓ, દુકાનો અને હોટ સ્પ્રિંગ સમય પર ખૂલી રહ્યાં છે પરંતુ કોરોનાએ અમારા પર્યટકોને છીનવી લીધા છે.

ટોકામાચી પર્યટક માહિતી કેન્દ્રમાં કામ કરતી નત્સુકી યામાગીશી જણાવે છે કે, આ સિઝન જીવલેણ હોય છે. મોટા ભાગની દુર્ઘટનામાં હિમવર્ષાને લીધે ઘરો પડી જાય છે. આ સિઝનની પ્રથમ હિમવર્ષાના અંદાજની સાથે તૈયારી શરૂ કરે છે. મોટા ભાગના લોકો શિયાળામાં ટુ વ્હિલરનો ઉપયોગ કરે છે. જે ચેન તેમજ વિશેષ સ્ટડ ધરાવતા ટાયરથી સજ્જ હોય છે. જેથી બરફમાં લપસી ન જાય. આટલી ઠંડીમાં સરળતાથી ગાડી સ્ટાર્ટ થતી નથી. જેના લીધે ઘણી વખત લોકો રાતભર રસ્તામાં ફસાઈ જાય છે. શહેરના મુખ્ય માર્ગ પરથી બરફ હટાવવા માટે લાખો ટન મીઠાનો છંટકાવ કરાય છે. અહીં હિમવર્ષા બર્ફીલા સાઈબેરિયન પવનોના લીધે થાય છે. જે દર નવેમ્બરમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર જાપાનમાં પ્રવેશે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો