વિયેતનામના એક બારમાં આગ લાગી:ઘટનામાં 12નાં મોત અને 11થી વધુ ઇજાગ્રસ્ત, 2018 પછી ફરી વખત લાગી ભયાનક આગ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિયેતનામના એક બારમાં આગ લાગી હતી, જેમાં 12 લોકોનાં મોત થયાં હતાં. આ બાર 4 માળની ઇમારતમાં હતો. આગ બીજા અને ત્રીજા માળે લાગી હતી. કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. હાલ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું, થુઆન એન સિટીના એક બારમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી. માહિતી મળતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બારમાં રાખેલા લાકડાંના ફર્નિચરમાં આગ લાગી હતી, જેને કારણે આગ 2 માળ સુધી ફેલાઈ ગઈ હતી. ઘાયલ અને મૃતકોની સંખ્યા વધી શકે છે.

ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
ઘટનાસ્થળે હાજર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આગના સમાચાર મળતાં જ લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આગ લાગતાંની સાથે જ કેટલાક લોકો દરવાજા તરફ દોડ્યા. કેટલાક બારીમાંથી કૂદી પડ્યા. કેટલાક લોકોને હાથ-પગમાં ફ્રેક્ચર થયું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ગયા મહિને 3 ફાયર વિભાગના કર્મચારી મૃત્યુ પામ્યા હતા
ઓગસ્ટ 2022માં હનોઈના એક બારમાં આગ ફાટી નીકળી હતી, જેને બુઝાવતી વખતે ત્રણ ફાયરફાઈટરોનાં મોત થયાં હતાં. આ પહેલાં વર્ષ 2018માં હો ચી મિન્હ શહેરના એક એપાર્ટમેન્ટમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 13 લોકોનાં મોત થયાં હતાં. 2016માં હનોઈના એક બારમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 13 લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. આ પછી બાર અને રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી પર સવાલો ઊભા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...