ઈક્વાડોરમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ:12નાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયાની આશંકા, પાડોશી દેશ પેરુમાં પણ ભૂકંપના આંચકા

3 દિવસ પહેલા

દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 હતી. 12 લોકોના મોત થયા છે. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપની સૌથી વધુ અસર ગુયાસમાં થઈ હતી. આ દરિયાકાંઠાનો વિસ્તાર છે. ભૂકંપનું કેન્દ્ર અહીંથી 80 કિમી દૂર ગ્વાયાક્વિલ શહેરમાં હતું.

રિપોર્ટ્સ મુજબ, ઈમારતોને ખુબ જ નુકશાન થયું છે. અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા પાડેશી દેશ પેરુમાં પણ અનુભવાયા હતા. અનેક ઘરો નાશ પામ્યા છે. ન્યૂઝ એજન્સી AP મુજબ ઈક્વાડોરમાં 12 લોકોના મોત થયા છે, પેરુમાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

લોકોએ સેશિયલ મીડિયા પર ભૂકંપ પછીની ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આમાં ભારે નુકસાન જોવા મળી શકે છે.

રાજધાની ક્વિટોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા.
રાજધાની ક્વિટોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા.
ગુયાસના એક શોપિંગ મોલમાં ભૂકંપના આંચકાથી માલ-સામાન જમીન પર વેરવિખેર પડી ગયો હતો.
ગુયાસના એક શોપિંગ મોલમાં ભૂકંપના આંચકાથી માલ-સામાન જમીન પર વેરવિખેર પડી ગયો હતો.
ઇક્વાડોરની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર મચાલા શહેરમાં એક ઘરની છત તૂટી ગઈ હતી. આ દરમિયાન એક બાળક સહિત 2 લોકોના મોત થયા છે.
ઇક્વાડોરની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના જણાવ્યા અનુસાર મચાલા શહેરમાં એક ઘરની છત તૂટી ગઈ હતી. આ દરમિયાન એક બાળક સહિત 2 લોકોના મોત થયા છે.
કુએન્કા શહેરમાં બિલ્ડિંગનો કાટમાળ એક કાર પર પડ્યો, જેના કારણે ડ્રાઇવરનું મોત થયું.
કુએન્કા શહેરમાં બિલ્ડિંગનો કાટમાળ એક કાર પર પડ્યો, જેના કારણે ડ્રાઇવરનું મોત થયું.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

2017માં પણ ભૂકંપ આવ્યો હતો
2017માં ઈરાન-ઈરાકમાં ભૂકંપ આવ્યો હતો. ઈરાકના કુર્દિશ શહેર હલાબજાથી ઈરાનના કર્માનશાહ પ્રાંત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આમાં 630 લોકોના મોત થયા હતા. 8 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા.

6 ફેબ્રુઆરી 2023ના રોજ પણ તુર્કી-સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંને દેશોમાં ભારે વિનાશ થયો હતો. તુર્કીમાં 44,374 લોકોના મોત થયા છે. સીરિયામાં 5,951 લોકો માર્યા ગયા. તુર્કી-સીરિયામાં 6 ફેબ્રુઆરીએ સવારે 3 મોટા ભૂકંપ આવ્યા હતા.

દુનિયામાં દર વર્ષે 20,000 ભૂકંપ આવે છે
વિશ્વમાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ તેની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઈમ્ફોર્મેશન સેન્ટર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ નોંધે છે. તેમાંથી 100 ભૂકંપ એવા છે કે જેનાથી વધુ નુકસાન થાય છે. ભૂકંપ થોડીક સેકન્ડ કે થોડી મિનિટો સુધી રહે છે. ઇતિહાસમાં સૌથી લાંબી સમય સુધીનો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...