તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:પાકિસ્તાનમાં દરરોજ થાય છે 11 બળાત્કાર; ફ્ક્ત 0.3 ટકાને મળે છે સજા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાકિસ્તાનના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે દેશમાં દરરોજ ઓછામાં ઓછા 11 બળાત્કારની ઘટનાઓ બને છે. આમાં છેલ્લા છ વર્ષમાં 22,000થી વધુ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. જોકે, ફક્ત 77 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. જે બળાત્કારની ઘટનાના કુલ આંકડાના 0.3 ટકા છે. આ માહિતી પાકિસ્તાનની એક જાણીતી ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં સામે આવી છે.

આ આંકડા પોલીસ, કાયદો અને ન્યાય પંચ, પાકિસ્તાનના માનવ અધિકાર પંચ, મહિલા ફાઉન્ડેશન અને પ્રાંતીય કલ્યાણ એજન્સીઓ પાસેથી મેળવવામાં આવ્યા છે. જીયો ન્યૂઝ અનુસાર, કાયદો અને સિસ્ટમમાં સામાજિક દબાણ અને ખામીઓને કારણે બળાત્કારના ફક્ત 41 ટકા કિસ્સા પોલીસમાં નોંધાય છે.

છેલ્લા છ વર્ષમાં 22,000થી વધુ બળાત્કારની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે
છેલ્લા છ વર્ષમાં 22,000થી વધુ બળાત્કારની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે

2015 બાદથી શોષણના કુલ 22,037 કેસ નોંધાયા છે. 4060 કેસો અદાલતોમાં પેન્ડિંગ છે, જેમાં 77 ગુનેગારોને દોષી ઠેરવવામાં આવ્યા છે અને માત્ર 18 ટકા કેસ કાર્યવાહીની તબક્કે પહોંચી ગયા છે. પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે બળાત્કારના માત્ર અડધા કેસ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં બળાત્કારના કિસ્સાઓની વાસ્તવિક સંખ્યા 60,000થી વધુ હોઈ શકે છે.

આ ઉપરાંત, નોંધાયેલા કુલ કેસોમાંથી માત્ર 12 ટકા કેસમાં કોર્ટમાં અરજી કરવામાં આવ્યા હતા. જ્યારે ચુકાદો 1,274 કેસમાં સંભાળવવામાં આવ્યો હતો જે તેનો પાંચ ટકા છે. જ્યારે, 1,192 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

સત્તાવાર માહિતી પણ દર્શાવે છે કે છેલ્લા છ વર્ષ દરમિયાન પંજાબમાં 18,609, સિંધમાં 1,873, ખૈબર પખ્તુનખ્વામાં 1,183, બલુચિસ્તાનમાં 129, ઇસ્લામાબાદમાં 210 અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં બળાત્કારના 31 કેસ નોંધવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો