ટાઇમમાંથી:એકલી 100 કંપનીઓ 71 ટકા પ્રદૂષણ ફેલાવી રહી છે; હવે સરકારો તેમનો સહયોગ ઈચ્છે છે

ન્યૂયોર્કએક મહિનો પહેલાલેખક: જસ્ટિન વોરલેન્ડ
  • કૉપી લિંક
  • ખાનગી ક્ષેત્રને સુધારા અભિયાન સાથે સાંકળવાની હિલચાલ વધી

માર્ચમાં અમેરિકાના હ્યુસ્ટનની હિલ્ટન હોટલની વિશાળ બિલ્ડિંગની સામે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હોટલમાં ઊર્જા ઊદ્યોગની વાર્ષિક કોન્ફરન્સ ‘સેરાવીક’ ચાલી રહી હતી. દેખાવકારો કોર્પોરેટ મેનેજરો પર નફાખોરી માટે માનવતાને દગો આપવાનો આરોપ લગાવી રહ્યા હતા. પોસ્ટરો પર લખ્યું હતું- ‘અમારા ભવિષ્ય સાથે રમત ન રમો, જનતાની કીંમત પર નફો ના રળો.’ બે દિવસ પછી એમરિકાના ઊર્જા મંત્રી જેનિફરે ગ્રેનહોમ હોટલમાં કોન્ફરન્સને સંબોધિત કરતા કહેતાં હતાં કે, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે રાષ્ટ્રપતિ બાઈડેનની સરકારને ઈન્ડસ્ટ્રીનો સહયોગ જોઈએ છે. બંને દૃશ્ય ગ્લોબલ વોર્મિંગના સંબંધમાં દુનિયાભરમાં ચાલી રહેલી હિલચાલની ઝલક બતાવે છે.

અનેક એક્ટિવિસ્ટ કહે છે, જળવાયુ પરિવર્તન રોકવાના અભિયાનમાં ખાનગી કંપનીઓ પર વિશ્વાસ મૂકી શકાય નહીં. બીજી તરફ સરકારો ભાર મૂકે છે કે, તેમની ભૂમિકા મહત્ત્વની છે. વાસ્તવિક રીતે જોઈએ તો બંને સાચા છે. જળવાયુ પરિવર્તન પર નજર રાખતી સંસ્થા સીડીપી અનુસાર છેલ્લા ત્રીસ વર્ષમાં માત્ર 100 કંપનીઓ દુનિયામાં 71% ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જન માટે જવાબદાર છે. પ્રદૂષણ અને ધૅતીનું તાપમાન વધવામાં આ ગેસોની મોટી ભૂમિકા છે.

જળવાયુ પરિવર્તન અટકાવવા માટે સરકારી ઉપાયોને અપેક્ષિત સફળતા મળી નથી.આથી અમેરિકા અને દુનિયાની અનેક સરકારોએ હવે ખાનગી કંપનીઓ પર ફોકસ કર્યું છે. કેટલાક લોોક માટે જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પ્રયાસોમાં મુખ્ય સહોયગી તરીકે ખાનગી સેક્ટરનો ઉદય સામાજિક પરિવર્તનમાં મૂડીવાદની તાકાતનો સંકેત છે. બીજા લોકો તેને મૂડીવાદ દ્વારા જાહેર સંસ્થાઓને ભ્રષ્ટ કરવાનું માને છે. આ દરમિયાન રોકાણકારો, કોર્પોરેટ મેનેજરો જળવાયુ પરિવર્તનને કારણે તેમના વ્યવસાયને થનારા નુકસાન પ્રત્યે સાવચેત થતા જઈ રહ્યા છે. ગયા વર્ષે 1000થી વધુ કંપનીઓએ પેરિસ કરાર અનુસાર કાર્બન ઉત્સર્જન ઘટાડવાનાં લક્ષ્ય નક્કી કર્યા છે. જળવાયુ પરિવર્તન પર કામ કરવા માટે નોબેલ પુરસ્કારથી સન્માનતી પૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ અલ ગોર કહે છે કે, હવે દરેક ક્ષેત્રની કંપનીઓ બિનજરૂરી કચરો ઘટાડવા, ઊર્જાનો સારો ઉપયોગ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ફોકસ કરી રહી છે.

ઉત્સર્જન ઘટાડવાના અભિયાન સાથે કેટલાક જોખમ પણ સંકળાયેલા છે. નિયમોનું પાલન કરાવવા માટે એક વિશ્વસનીય સિસ્ટમની જરૂર છે. એપલમાં પર્યાવરણ નીતિની વાઈસ પ્રેસિડેન્ટ લીસા જેક્સન કહે છે, બિઝનેસ જગતને પ્રોત્સાહન આપવા માટે સરકારોએ અસરકારક નીતિઓ બનાવવી જોઈએ. જળવાયુ પરિવર્તનને કારણે લાખો લોકના નિરાધાર થવા, લાખોની આજીવિકા છીનવાઈજવા અને વધતી બીમારીઓ જેવા સામાજિક પડકારો માટે કંપનીઓની સિસ્ટમ બનાવાઈ નથી.

મોટાભાગની કંપનીઓ 2050 સુધી કેટલાક ઉપાયો દ્વારા કાર્બન ઉત્સર્જન ઘટાડવા માગે છે. આ ઉપાય વિવાદાસ્પદ છે, કેમકે તેના પર અમલીકરણ મુશ્કેલ છે. કાર્બન ઘટાડવાના ટેક્નિકલ ઉપાય જરૂરિયાતના હિસાબે અપુરતા છે, એટલે નવા જંગલ ઉગાડવા જેવી કુદરતી પદ્ધતિ જ શ્રેષ્ઠ વિકલ્પ મનાય છે. જમીન એટલી નથી કે કોર્પોરેટ જગતની માગ પૂરી કરાય.

કંપનીઓનાં લક્ષ્ય તો સારા છે, પરંતુ પદ્ધતિ વિવાદાસ્પદ છે
1. માત્ર 6.5% કંપનીઓની 2050 સુધી શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય પૂરું કરવાની યોજના છે.
2. આ કંપનીઓ દર વર્ષે ચાર ગીગાટન કાર્બન ડાયોક્સાઈડ છોડે છે. સ્વચ્છ ઊર્જાના સાધન અપનાવવા અને અન્ય રીતોથી બે તૃતિયાંશ કાર્બન બચાવી શકાયછે.
3. કંપનીઓ વિચારે છે કે, બીજી રીતો દ્વારા બાકી 1.5 ગીગા ટન કાર્બનને સંતુલિત કરી શકાશે.
4. વર્તમાનમાં સૌથી વધુ વ્યવહારિક ઉપાય વૃક્ષારોપણ છે.
5. આ કંપનીઓની યોજના લાગુ કરવા માટે લગભગ 20 લાખ ચોરસ કિમી જમીનની જરૂર પડશે.
6. જો વધુ કંપનીઓએ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય અપનાવ્યું તો 2050 સુધી દુનિયાભરમાં વૃક્ષ વાવવા માટે 50 લાખ ચોરસ કિમી જમીનની જરૂર પડશે.

અન્ય સમાચારો પણ છે...