તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The First 10 Million Cases In The World Were Reported In 223 Days, The Last One Million In Just 17 Days; Even In America Europe The Situation Is Now Uncontrollable

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણની ગતિ વધી:દુનિયામાં પહેલા 1 કરોડ કેસ 223 દિવસમાં, છેલ્લાં એક કરોડ ફક્ત 17 દિવસમાં નોંધાયા; અમેરિકા-યુરોપમાં પણ સ્થિતિ હવે બેકાબૂ

ન્યૂયોર્ક4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • USમાં પહેલીવાર એક જ દિવસમાં બે લાખથી વધુ કેસ
  • યુરોપના 6 દેશમાં 1 દિવસમાં 20 હજારથી વધુ કેસ

અમેરિકામાં શુક્રવારે બે લાખથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. વિશ્વના કોઈ દેશમાં એક જ દિવસમાં બે લાખથી વધુ કેસ નોંધાયા હોવાની આ પહેલી ઘટના છે. આ જ રીતે યુરોપમાં પણ 2.60 લાખ કેસ આવ્યા, જ્યારે દુનિયાભરમાં 6.60 લાખથી વધુ કેસ નોંધાયા. કોરોનાના દર્દીઓ આ જ રીતે વધતા રહ્યા તો 24 નવેમ્બર સુધી વિશ્વમાં સંક્રમિત લોકોની સંખ્યા છ કરોડને પાર થઈ જશે.

કોરોના સંક્રમણ કેટલું ઝડપથી ‌વધી રહ્યું છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પહેલા એક કરોડ કેસ 223 દિવસમાં નોંધાયા હતા, જ્યારે છેલ્લા એક કરોડ કેસ ફક્ત 17 દિવસમાં નોંધાયા છે. આ પહેલાં સાતમી નવેમ્બરે કુલ પાંચ કરોડનો આંકડો પાર થયો હતો.

  • અમેરિકા: અમેરિકાનાં ચાર રાજ્ય ટેક્સાસમાં 13,943, કેલિફોર્નિયામાં 13,755, ઈલિનોયામાં 13,012 અને મિશિગનમાં 10,140માં શુક્રવારે 10 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 10 રાજ્ય એવાં છે જ્યાં શુક્રવારે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. USમાં ફક્ત હવાઈમાં થોડા કેસ ઘટ્યા છે.
  • યુરોપ: અહીંના છ દેશ એવા છે, જ્યાં 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. સૌથી વધુ 37,242 કેસ ઈટાલીમાં નોંધાયા, જ્યારે રશિયામાં 24,318, જર્મનીમાં 23,450, ફ્રાન્સમાં 22,842, પોલેન્ડમાં 22,464 અને બ્રિટનમાં 20,252 કેસ સામે આવ્યા. આ ઉપરાંત સૌથી વધુ 699 મૃત્યુ ઈટાલીમાં થયાં છે.

કોરોના દર્દીઓમાં વધી રહ્યા છે, ફેસ પેરાલિસિસના કેસ
કોરોના સંક્રમિતોમાં ફેસ પેરાલિસિસ (બેલ્સ પાલ્સી) એટલે કે ચહેરાના લકવાના કેસ વધી રહ્યા છે. ફેસ પેરાલિસિસ એ સંક્રમિતોમાં જોવા મળ્યું છે, જેમનામાં બીજા કોઈ જ લક્ષણ નથી. બેલ્સ પાલ્સી વાઈરલ ઈન્ફેક્શનના કારણે થાય છે. કોરોના વાઈરસ ચહેરાના નર્વ પર પણ હુમલો કરે છે અને તેને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ કારણથી નર્વ ચહેરાના મસલ્સને કંટ્રોલ કરવામાં અસમર્થ થઈ જાય છે.

જર્મની: ગંભીર બીમારોની સંખ્યા બે મહિનામાં 13 ગણી
જર્મનીમાં બે મહિનામાં ગંભીર રીતે બીમાર દર્દીઓની સંખ્યા 13 ગણી વધી છે. સપ્ટેમ્બરમાં જર્મનીમાં ફક્ત 267 કોરોના દર્દી ગંભીર રીતે બીમાર હતા. બીજી તરફ 20 નવેમ્બરે અહીં 3,615 કોરોના દર્દીઓ ગંભીર રીતે બીમાર હતા. જર્મનીમાં પ્રતિ લાખની વસતીએ 33.9 આઈસીયુ બેડ છે. આમ છતાં, અહીં બેડ ઓછા પડવાની આશંકા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો