જાપાન:10 ઘર અને કેટલીય કાર રમકડાંની જેમ તણાઈ ગઈ, ભારે વરસાદને લીધે ભૂસ્ખલન થતાં તારાજી સર્જાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાપાનમાં ખતરનાક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. અહીં અટામી શહેરના કેટલાક વિસ્તારમાં જબરદસ્ત રીતે ભૂસ્ખલન થયું હતું. જેમાં 10 ઘર અને કેટલીય કાર રમકડાંની જેમ તણાઈ ગઈ હતી. મધ્ય અને પૂર્વ જાપાનમાં છેલ્લાં કેટલાક દિવસથી મૂશળધાર વરસાદ વરસતો હતો, જેને લીધે અહીં ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનમાં 20થી વધુ લોકો ગુમ થઈ ગયાં છે. તંત્ર દ્વારા ગુમ થયેલાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કાટમાળ દૂર કરવાની પ્રકિયા પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો સ્થાનિક લોકોએ તેમના મોબાઇલમાં બનાવ્યો હતો. મહત્ત્વનું છે કે, હિરાત્સુકા, કાનાગાવા પ્રાંતમાં ભારે વરસાદને લીધે નદીમાં પાણી ભયાનક સ્તરે છે. જેને લીધે તંત્રએ આસપાસ રહેતાં લોકોને સુરક્ષા સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે. આ ઉપરાંત ટોક્યો અને શિન ઓસાકામાં બુલેટ ટ્રેનને પણ થોડાક સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.