ક્યુબાના ઓઈલ ડેપો પર વીજળી પડતા લાગી આગ:1નું મોત, 120થી વધુ ઘાયલ; 17 ફાયરકર્મી ગુમ થયા

2 મહિનો પહેલા
  • આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1,900 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

શનિવારે ક્યુબાના શહેર મતંઝસ (હવાનાથી 100 કિલોમીટર દૂર)માં ઓઈલ ડેપો પર વીજળી પડતા આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન ડેપોમાં હાજર 120 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે તેમને સ્થળ પરથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. 17 ફાયરરકર્મીઓ ગુમ હોવાના પણ અહેવાલ છે. લોકોએ જણાવ્યું કે વીજળી ત્રાટક્યા બાદ 4 વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.

સેનાનું હેલિકોપ્ટર પણ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યુ હતુ.
સેનાનું હેલિકોપ્ટર પણ આગ ઓલવવા માટે પ્રયાસ કરી રહ્યુ હતુ.

ભારે પવનને કારણે આગ ફેલાઈ હતી
એક અધિકારીએ કહ્યું- પેટ્રોલની ટાંકી પર વીજળી પડતા ભીષણ આગ લાગી હતી. ખરાબ હવામાન અને ભારે પવનને કારણે આગ પછી અન્ય ટેન્કોમાં ફેલાઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો રવાના થયો હતો. તેમણે કહ્યું- અમને મળેલી માહિતી અનુસાર, પ્રથમ જે ટેન્કમાં આગ લાગી તેમાં 26 હજાર ક્યુબિક મીટર ક્રૂડ ઓઈલ હતું. બીજી ટેન્કમાં 56 હજાર ક્યુબિક મીટર ઇંધણ હતું.

મોટી સંખ્યામાં ફાયરના જવાન ઓઇલ ડેપોની બહાર કલાકો સુધી જહેમત કરતા જોવા મળ્યા હતા.
મોટી સંખ્યામાં ફાયરના જવાન ઓઇલ ડેપોની બહાર કલાકો સુધી જહેમત કરતા જોવા મળ્યા હતા.

1,900 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું
અધિકારીએ જણાવ્યુ હતુ કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા 120 થી વધુ લોકોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અધિકારીએ કહ્યું- જોત-જોતામાં જ આગ વિકરાળ બની જઈ હતી કે આસપાસના વિસ્તારોમાંથી લગભગ 1,900 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય દેશો પાસેથી મદદ માંગવામાં આવી છે
ઈંધણની ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહેલી ક્યુબાની સરકારે આગ પર કાબૂ મેળવવા માટે સહયોગી દેશોની મદદ માંગી હતી. મેક્સિકો અને વેનેઝુએલાએ પોતાની અનેક ફાયર ટીમો રવાના કરી હતી અને અમેરિકાએ ટેકનિકલ સલાહ પણ આપી હતી. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ કેનલે મદદ કરવા બદલ મેક્સિકો, વેનેઝુએલા અને અમેરિકી સરકારનો આભાર માન્યો હતો.

દેશમાં ઈંધણની ગંભીર કટોકટી
ક્યુબા દરરોજ બ્લેકઆઉટ અને ઇંધણની અછત સામે લડી રહ્યું છે. અહીં 12 કલાક વીજળી રહેતી નથી. આવી સ્થિતિમાં ઓઈલ ડેપોમાં લાગેલી આગને કારણે હવે સ્થિતિ વધુ વણસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...