19 એપ્રિલએ વર્લ્ડ લિવર ડે છે. લિવરને લઇને અમેરિકામાં મુશ્કેલીઓ વધી રહી છે. અત્યારે દર 4 અમેરિકનોમાંથી એક અમેરિકન ફેટી લિવરથી પીડિત છે. અમેરિકાના 26 કરોડથી વધુ વયસ્કોની વસ્તીમાંથી અંદાજે 6.4 કરોડ યુવાઓ ફેટી લિવરના સંકટ સામે ઝઝુમી રહ્યા છે. આ યુવાઓ જંકફૂડ અને અનહેલ્ધી ફૂડના સેવનને કારણે ફેટી લિવરથી પરેશાન છે. તેનાથી નોન આલ્કોહોલ ફેટી લિવર ડિસીઝ (NAAFLD) નામ અપાયું છે.
રૂટિન હેલ્થ ચેકઅપમાં પણ તે અંગે જાણ નથી થઇ શકતી. તે ઉપરાંત શરૂઆતમાં કોઇ વિશેષ લક્ષણો પણ જોવા નથી મળતા, જો કે કેટલાક વર્ષો બાદ પેટનો જમણા ભાગમાં સોજો આવે છે. તે એટલું ખતરનાક છે કે લિવર ફેલની સાથે મોત થવાનો પણ ખતરો રહેલો છે. અમેરિકન હેલ્થ એસોસિએશને આ અંગે જણાવ્યું છે. તેમાં બીમારીના નિદાન માટે પદ્વતિ દર્શાવવામાં આવી છે.
રિજન યુનિવર્સિટીના ડાયાબિટીઝના નિષ્ણાંત ડૉ પોલએ જણાવ્યું કે, આ લિવરની સૌથી સામાન્ય બીમારી છે, જે લાખોના મોતનું કારણ બની રહી છે. અમેરિકાના 10 કરોડ યુવાઓમાંથી 40% ઓવરઇટિંગને કારણે નોન એલ્કોહોલિક ફેટી લિવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડૉક્ટરનો તર્ક છે કે, એવા લોકો જે પહેલાથી જ ડાયાબિટીઝ, મેદસ્વીતા અને હાઇ બ્લડ પ્રેશર જેવી બીમારીથી પીડિત છે, તેઓમાં તેનો વધુ ખતરો રહેલો છે. અનેક લોકોને આ બીમારી અનુવાંશિક રીતે પણ થાય છે. ખાવાનું પાચન ના થવું, ટાઇપ-2ની ડાયાબિટીઝ અને અનહેલ્ધી ફૂડના સેવનથી NAFLD ઝડપી રીતે વધી રહ્યું છે.
લોકોએ પૌષ્ટિક આહારનું સેવન કરવું અનિવાર્ય
NAFLDથી પીડિત લોકોને બાયોપ્સી પછી લિમ્પોસક્સન સર્જરી કરાવવાની સલાહ અપાય છે. આ એકમાત્ર ઉપચાર છે પરંતુ તે ખર્ચાળ છે. જ્યારે બીજી તરફ 10 કિલો વજન ઘટાડવા ઉપરાંત પૌષ્ટિક આહારના સેવનની સલાહ અપાય છે. તે ઉપરાંત નિયમિત કસરત પણ ફાયદાકારક છે. તેનાથી હાર્ટ એટેકનો પણ ખતરો હોવાથી બીમારીનું ઝડપી નિદાન થવું આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.