• Home
  • International
  • 1 death per minute in France and 1 death every 2 minutes in Britain, deaths in Spain rise again

કોરોનાવાઈરસ / ફ્રાન્સમાં દર મિનિટે 1 અને બ્રિટનમાં દર 2 મિનિટે 1 મોત, સ્પેનમાં મોત ફરી વધ્યા 

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.

  • ફ્રાન્સમાં અંદાજે 7 હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર 
  • સ્પેનમાં કોરોનાથી મોતની દૈનિક સરેરાશનો આંકડો મંગળવારે 743 સુધી પહોંચી ગયો
  • મેડ્રિડમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં દર 15 મિનિટે એક શબ આવી રહ્યું છે

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 05:25 AM IST

પેરિસ, લંડન, મેડ્રિડ. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 1,400 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જ્યારે બ્રિટનમાં 24 કલાકમાં 786 મોત થયાં. આમ, ફ્રાન્સમાં એક મિનિટમાં એક જ્યારે બ્રિટનમાં બે મિનિટમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું. ફ્રાન્સમાં મૃત્યુઆંક 10 હજારને પાર થઇ ગયો છે. દેશમાં કોરોનાથી હોસ્પિટલમાં 7,091 લોકોનો જ્યારે ઓલ્ડ એજ હોમ્સમાં 3,237 લોકોનો જીવ ગયો છે. ડબલ્યુએચઓએ યુરોપની સ્થિતિ અંગે બુધવારે ચિંતા વ્યક્ત કરી છે. નેધરલેન્ડમાં બુધવારે અંદાજે 1 હજાર નવા કેસ સામે આવ્યા, જે પછી આંકડો 20 હજારને પાર પહોંચી ગયો છે.
ફ્રાન્સ કોરોનાના 1 લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ

બ્રિટનમાં નર્સોની અછતના કારણે સૈન્યના જવાનોને એમ્બ્યુલન્સ સર્વિસમાં મદદ માટેની તાલીમ અપાઇ રહી છે. બીજી તરફ ફ્રાન્સ કોરોનાના 1 લાખથી વધુ દર્દીઓ ધરાવતો વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. ફ્રાન્સમાં અંદાજે 7 હજાર દર્દીઓની સ્થિતિ ગંભીર છે. તેમને ઓક્સીજન સપોર્ટ પર કે આઇસીયુમાં રખાયા છે. 
સ્પેનમાં મોત ફરી વધ્યા, કબ્રસ્તાનોમાં દર 15 મિનિટે એક શબ પહોંચી રહ્યું છે
સ્પેનમાં કોરોનાથી મોતની દૈનિક સરેરાશનો આંકડો મંગળવારે 743 સુધી પહોંચી ગયો. મૃત્યુઆંક 14 હજારને પાર થઇ ચૂક્યો છે. ચોતરફ લાશોના ઢગલા છે. સ્થિતિ એવી છે કે મેડ્રિડમાં દેશના સૌથી મોટા કબ્રસ્તાનમાં દર 15 મિનિટે એક શબ આવી રહ્યું છે. અંતિમવિધિમાં વધુમાં વધુ 5 લોકો જ જોડાઇ શકે છે. ઇટાલી બાદ સ્પેન બીજો એવો દેશ છે કે જ્યાં કોરોનાથી સૌથી વધુ મોત થયાં છે. સરકારે સ્થિતિની ગંભીરતા જોતાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી