તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અમેરિકામાં દર 55 સેકન્ડે 1નું મોત

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની ઝપટમાં છે. તે અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. દેશમાં છેલ્લા 8 મહિનાના સૌથી વધુ દર્દી મળી રહ્યા છે. એ હાલત છે કે દર 55 સેકન્ડે 1 મોત અને દર 1 મિનિટે 111 લોકો સંક્રમિત થઇ રહ્યા છે. એટલે કે અમેરિકામાં દર સેકન્ડે 2 કેસ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ 4 કરોડને પાર પહોંચ્યા છે.

6.62 લાખથી વધુ મોત થઇ ચૂક્યા છે. દેશભરની હોસ્પિટલો ભરાઇ ચૂકી છે. ઓક્સિજનની અછતની આશંકા વ્યક્ત થવા લાગી છે. માત્ર ઓગસ્ટમાં જ અમેરિકામાં નવા 42 લાખથી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકોની સંખ્યા જુલાઇની સરખામણીમાં ત્રણ ગણીથી પણ વધુ વૃદ્ધિ સાથે 26,805 થઇ ગઇ છે.

રિપબ્લિકન રાજ્યોમાં મોતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી ગઇ છે. હવાઇ, વર્મોન્ટ, ટેક્સાસ, કેન્સાસ, વર્જિન આઇલેન્ડ, અલાસ્કા, ઉટાહ, નેવાડા, ઓરેગોન, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં 2020ની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં વધુ મોત થયા. એરિઝોના, ઓક્લાહામા, વેસ્ટ વર્જિનિયા, કેન્ટુકી, વર્જિનિયા, કેલિફોર્નિયા મેઇને તથા અલબામામાં આ આંકડો પહેલેથી પાર જઇ ચૂક્યો છે.

ઘણાં જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માટે રિપબ્લિકન ગવર્નર્સને પ્રત્યક્ષ રીતે જવાબદાર ગણાવ્યા છે. તેમના કહેવા મુજબ, આ રાજ્યોના ગવર્નર્સે વાઇરસ વિરુદ્ધ પ્રતિરોધક ઉપાય અપનાવવા ઇનકાર કરી દીધો અને ડેલ્ટા વેરિયન્ટ ફેલાવા દીધો.

રિપબ્લિકન પાર્ટી શાસિત અર્કન્સાસ, ફ્લોરિડા, લુઇસિયાના, મિસિસિપી અને ઓરેગોન ડેલ્ટા વેરિયન્ટના એપિસેન્ટર બન્યા છે. દેશના કુલ કોવિડ-19 હોસ્પિટલાઇઝેશનના પાંચમા ભાગના માત્ર ફ્લોરિડામાં છે. સીડીસીએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને ટ્રાવેલિંગ ન કરવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...