બળાત્કાર / પાકિસ્તાનમાં ગેંગરેપની ફરિયાદ લખાવવા ગયેલી પીડિતા પર પોલીસે પણ કર્યું દુષ્કર્મ

સ્ટેટમેન્ટ લખવાનું કહી, રૂમમાં લઈ જઈ કરી નાપાક હરકત

divyabhaskar.com | Updated - Apr 15, 2019, 06:42 PM
જ્યાં મહિલા રિપોર્ટ લખાવવા ગઈ હતી તે પૂર્વીય અહમદપુરનું પોલીસ સ્ટેશન
જ્યાં મહિલા રિપોર્ટ લખાવવા ગઈ હતી તે પૂર્વીય અહમદપુરનું પોલીસ સ્ટેશન

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં ગેંગરેપનો ભોગ બનેલી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તે જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઇ હતી ત્યારે એક પોલીસ ઓફિસરે પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેને કારણે પોલીસે સબઇન્સપેક્ટરની ધરપકડ કરી છે. પીડિતાની ફરિયાદ અનુસાર 12મી ફેબ્રુઆરીએ તે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ લખાવવા ગઈ હતી ત્યારે પોલીસે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ ઓફિસર તેને સ્ટેટમેન્ટ લખવાનું અને પૂછપરછ કરવાનું કહી અલગ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં ઓફિસરે તેની પર હુમલો કર્યો હતો. મહિલાએ પોલીસ ઓફિસર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પોલીસે તેનો વીડિયો ઉતાર્યો છે અને જો તે કોઇને આ વાત જણાવશે તો વીડિયો જાહેર કરશે તેવી ધમકી પણ આપી છે.

પાકિસ્તાનમાં વધ્યો છે સેક્સ્યૂઅલ વાયલન્સ
પાકિસ્તાનમાં દિવસેને દિવસે સેક્સ્યૂઅલ વાયલન્સ વધતો જાય છે. ગત નવેમ્બર મહિનામાં પણ એક મહિલા જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. ત્યારે સારવાર કરતી વખતે હોસ્પિટલના સ્ટાફે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજી ઘટના માર્ચ મહિનામાં બની હતી. પાકિસ્તાનના તોબા ટેક સિંહ વિસ્તારમાં એક છોકરી સાથે દુષ્કર્મ કરી ફરિયાદ ન કરવાની ધમકી આપવામાં આવી હતી.

X
જ્યાં મહિલા રિપોર્ટ લખાવવા ગઈ હતી તે પૂર્વીય અહમદપુરનું પોલીસ સ્ટેશનજ્યાં મહિલા રિપોર્ટ લખાવવા ગઈ હતી તે પૂર્વીય અહમદપુરનું પોલીસ સ્ટેશન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App