તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરસ્ટ્રાઇક બાદ બાલાકોટના સ્થાનિકોએ કહ્યું, શરૂઆતમાં લાગ્યું જાણે ભૂકંપ આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાકોટ સ્થિત લાહોર હોટલના માલિકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અહીં સવારે બોમ્બવર્ષા થઇ હતી. (ફાઇલ) - Divya Bhaskar
બાલાકોટ સ્થિત લાહોર હોટલના માલિકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અહીં સવારે બોમ્બવર્ષા થઇ હતી. (ફાઇલ)
  • વાયુ સેનાના મિરાજ-2000 વિમાનો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આતંકી કેમ્પોમાં ભારે નુકસાન
  • સ્થાનિક નિવાસી મોહમ્મદ આદિલે જણાવ્યું કે, 3 વાગ્યાનો સમય હતો, મોટો અવાજ આવ્યો
ઇસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાએ પુલવામા આતંકી હુમલાનો જવાબ આપીને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાંઓને નિશાન બનાવ્યું છે. વાયુ સેનાના મિરાજ-2000 વિમાનો દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આતંકી કેમ્પોમાં ભારે નુકસાન થયું છે. મંગળવારે સવારે અંદાજિત 3 વાગ્યે ભારત તરફથી આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો. 

ખૈબર પખ્તૂનખ્વાના બાલાકોટમાં ભારતની આ એરસ્ટ્રાઇક બાદ ભયનો માહોલ છે. એક ચેનલ સાથે વાતચીત દરમિયાન સ્થાનિક નિવાસી મોહમ્મદ આદિલે જણાવ્યું કે, 3 વાગ્યાનો સમય હતો, ખૂબ મોટો અવાજ આવ્યો. એવું લાગ્યું જાણે ભૂકંપ આવ્યો હોય. બાદમાં જાણ થઇ કે અહીં બ્લાસ્ટ થયો છે, તેમાં અનેક મકાનો નષ્ટ થયા છે. પાંચથી દસ મિનિટ સુધી અવાજ આવ્યા અને પછી બંધ થઇ ગયા. 

બાલાકોટ સ્થિત લાહોર હોટલના માલિકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, અહીં સવારે બોમ્બવર્ષા થઇ હતી. તે અનુસાર, 4-5 બોમ્બ ફેંકવામાં આવ્યા અને 3.00 વાગ્યાનો સમય હતો. હોટલ માલિકે જણાવ્યું કે, તેઓ સૂઇ રહ્યા હતા અને હુમલો થયો તે સ્થળ તેમની હોટલની નજીક એક કિલોમીટરના અંતરે સ્થિત છે. 

ભારત સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કાર્યવાહીમાં કોઇ નાગરિક અથવા સેનાને નિશાન નથી બનાવવામાં આવ્યા, પરંતુ એરફોર્સના ટાર્ગેટ જૈશના ઠેકાણાં હતા. વિદેશ મંત્રાલય તરફથી વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે, 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં આપણાં 44 જવાન શહીદ થયા હતા. 

અન્ય સમાચારો પણ છે...