પુરાવા / બાલાકોટ એરસ્ટ્રાઇકમાં 200 આતંકીઓ મર્યા હતા, રાતોરાત લાશો શિફ્ટ થઇ હતી; સામે આવ્યો Video

divyabhaskar.com

Mar 14, 2019, 10:02 AM IST
પાકિસ્તાન કંઇક મોટું રહસ્ય છૂપાવી રહ્યું છે. અહીં લોકલ મીડિયા, આતંરરાષ્ટ્રીય મીડિયાને એન્ટ્રી નથી મળી રહી: સેરિંગ
પાકિસ્તાન કંઇક મોટું રહસ્ય છૂપાવી રહ્યું છે. અહીં લોકલ મીડિયા, આતંરરાષ્ટ્રીય મીડિયાને એન્ટ્રી નથી મળી રહી: સેરિંગ
X
પાકિસ્તાન કંઇક મોટું રહસ્ય છૂપાવી રહ્યું છે. અહીં લોકલ મીડિયા, આતંરરાષ્ટ્રીય મીડિયાને એન્ટ્રી નથી મળી રહી: સેરિંગપાકિસ્તાન કંઇક મોટું રહસ્ય છૂપાવી રહ્યું છે. અહીં લોકલ મીડિયા, આતંરરાષ્ટ્રીય મીડિયાને એન્ટ્રી નથી મળી રહી: સેરિંગ

  • વીડિયોમાં પાકિસ્તાની સેનાના જવાનો કહી રહ્યા છે કે, અમારાં 200થી વધુ લોકો શહીદ થયા 
  • પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એરસ્ટ્રાઇકને લઇને અનેક સાબિતીઓ સામે આવી છે  

ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના અનેક ઠેકાણાંઓ નષ્ટ થયા. 26 ફેબ્રુઆરીના રોજ થયેલી આ એરસ્ટ્રાઇકના પુરાવાઓને લઇને અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે. આ સવાલોની વચ્ચે અમેરિકન કાર્યકર્તાએ એક વીડિયો ટ્વીટ કર્યો છે અને દાવો કર્યો છે કે, એરસ્ટ્રાઇકમાં અંદાજિત 200થી વધુ આતંકીઓના મોત થયા છે. આ વીડિયો સામે આવતાની સાથે જ પાકિસ્તાનના જૂઠાણાં પરથી પરદો ઉઠી રહ્યો છે.  
2.20 મિનિટના વીડિયોમાં સત્ય સામે આવ્યું
1.મૂળ ગિલગિટના રહેવાસી અમેરિકન કાર્યકર્તા સેંગ હસન સેરિંગે 2.20 મિનિટનો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં પાકિસ્તાન સેનાના જવાનો અમુક સ્થાનિક લોકોને મળી રહ્યા છે અને તેઓને સાંત્વના આપી રહ્યા છે. આ દરમિયાન સૈનિકો બોલી રહ્યા છે કે, ગઇકાલે અંદાજિત 200 જેટલાં અમારાં માણસો ઉપર ગયા છે. 
2.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ઉર્દુ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે અને કેટલાંક નવા સવાલોને જન્મ આપી રહ્યો છે. ઉર્દુ મીડિયા અનુસાર, એરસ્ટ્રાઇક બાદ અનેક લાશોને બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વા શિફ્ટ કરવામાં આવી છે. 
અમારાં 200થી વધુ લોકો શહીદ થયા
3.વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેનાના જવાનો કહી રહ્યા છે કે, અમારાં 200થી વધુ લોકો શહીદ થયા છે, આ સમય પાકિસ્તાની સરકાર સાથે ઉભા રહેવાનો છે. જવાનો કહી રહ્યા છે કે, અમારાં નસીબમાં શહીદી નથી લખી પરંતુ જેના નસીબમાં છે, અમારે તેઓની સાથે ઉભા રહેવું જોઇએ. આ દરમિયાન આતંકીઓના પરિવારજનો, બાળકો વીડિયોમાં રડતાં, આક્રંદ કરતા જોવા મળે છે. 
4.અમેરિકન કાર્યકર્તા સેંગ હસન સેરિંગે એમ પણ કહ્યું કે, આ વીડિયોની પુષ્ટિ તો તેઓ નથી કરી શકતા, પરંતુ આ પ્રકારની ચીજો જોઇને સ્પષ્ટ છે કે, પાકિસ્તાન કંઇક મોટું રહસ્ય છૂપાવી રહ્યું છે. અહીં લોકલલ મીડિયા, આતંરરાષ્ટ્રીય મીડિયાને એન્ટ્રી નથી મળી રહી. 
5.સેરિંગે કહ્યું કે, પાકિસ્તાન ભલે સતત એવો દાવો કરતું કે, બાલાકોટમાં માત્ર વૃક્ષોને જ નુકસાન થયું છે, પરંતુ હજુ પણ તેઓએ આખા વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવીને રાખી છે. અહીં મોજૂદ JeMના મદરેસાથી એરસ્ટ્રાઇકના બીજાં દિવસે કેટલીક લાશોને ખૈબર પખ્તૂનખ્વા શિફ્ટ કરવામાં આવી હતી. આ તમામ વાતોને લોકલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયાથી છૂપાવીને રાખવામાં આવી હતી. 
6.ઉલ્લેખનીય છે કે, આ વીડિયો અગાઉ પણ એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે, પાકિસ્તાનમાં આતંકીઓની સાથે સાથે તેમની સેનાના કેટલાંક જવાનોએ પણ એરસ્ટ્રાઇકમાં પોતાના જીવ ગુમાવ્યા હતા. બાલાકોટના એક મૌલવીએ જણાવ્યું હતું કે, ભારતની એરસ્ટ્રાઇકમાં PAK આર્મીના અંદાજિત 4 જવાનોના મોત થયા હતા. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી