તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલા બાદ પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ, બાલાકોટથી આતંકીઓના શબ હટાવી પુરાવાનો નાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન કહી   રહ્યું છે કે, ભારતે સીમાનું ઉલ્લંઘન કર્યુ છે. (ફાઇલ) - Divya Bhaskar
પાકિસ્તાન કહી રહ્યું છે કે, ભારતે સીમાનું ઉલ્લંઘન કર્યુ છે. (ફાઇલ)
  • પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ સેક્ટરમાં સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ શરૂ કરી દીધું છે
  • એરસ્ટ્રાઇક બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધી ગયો છે
  •  

ઇસ્લામાબાદઃ પુલાવામા આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાનની બોર્ડરમાં ઘૂસીને જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો ખાતમો કરી દીધો છે. આ કાર્યવાહીથી પાકિસ્તાન ઉશ્કેરાઇ ગયું છે અને ભારત પર દુષ્પ્રચારનો આરોપ લગાવી રહ્યું છે. તેના પર ખોટી વાર્તાઓને મજબૂતી આપવા તે બાલાકોટથી મૃતદેહોને હટાવી રહ્યું છે. એરસ્ટ્રાઇક બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તણાવ વધી ગયો છે. બંને તરફથી ફાઇરિંગ થઇ રહ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે પઠાણકોટ, બનાસકાંઠા, ભોપાલ ધર્મશાળા એરબેઝ પર એલર્ટ જાહેર કરી દીધું છે. સ્ટ્રાઇક બાદ સવારે 6 વાગ્યાથી પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પુંછ સેક્ટરમાં સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ શરૂ કરી દીધું છે. અહીં સવારથી જ બંને તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...