તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની 'સરપ્રાઇઝ' આપવાની ધમકી, પરમાણુ હથિયાર કમિટીની બેઠક બોલાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય કૂટનીતિક અને રક્ષા નિષ્ણાતોએ પાકિસ્તાનની ન્યૂક્લિયર ઓથોરિટીની મીટિંગને પ્રતિકાત્મક કહીને ફગાવી દીધી છે. - Divya Bhaskar
ભારતીય કૂટનીતિક અને રક્ષા નિષ્ણાતોએ પાકિસ્તાનની ન્યૂક્લિયર ઓથોરિટીની મીટિંગને પ્રતિકાત્મક કહીને ફગાવી દીધી છે.
 • આતંકી કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાને ભારતને સરપ્રાઇઝ આપવાની ધમકી આપી છે
 • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ કમાન્ડ ઓથોરિટીની મીટિંગ કરી 
 • આ ઓથોરિટી પાસે ન્યૂક્લિયર પરમાણુ હથિયારોની દેખરેખની જવાબદારી છે 
ઇસ્લામાબાદઃ આતંકી કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઇક બાદ ઉશ્કેરાયેલા પાકિસ્તાને ભારતને સરપ્રાઇઝ આપવાની ધમકી આપી છે. ભારત તરફથી મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નેશનલ કમાન્ડ ઓથોરિટી સાથે બેઠક કરી હતી. આ એ જ ઓથોરિટી છે, જેની પાસે પરમાણુ હથિયારો (Nuclear Weapons)ની જવાબદારી છે. 

પાકિસ્તાનના વડાપ્રધાને આ મીટિંગ ભારત તરફથી બાલાકોટના આતંકી કેમ્પ પર હુમલાના અંદાજિત એક કલાક બાદ બોલાવી છે. પાકિસ્તાને ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં જાનહાનિની સંખ્યાનો ઇન્કાર કર્યો છે, પરંતુ તેણે જવાબી કાર્યવાહી માટે સમય અને સ્થળ પસંદ કરવાની પણ વાત કહી દીધી છે. 

પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પણ આ મામલાને ઉઠાવવાની વાત કહી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભારતને ધમકી આપતા કહ્યું કે, અમે તમને સરપ્રાઇઝ આપીશું. કૂટનીતિક, રાજકીય અને સૈન્ય રીતથી જવાબી કાર્યવાહી થશે. જો કે, ભારતીય કૂટનીતિક અને ડિફેન્સ નિષ્ણાતો આ મીટિંગને પાકિસ્તાનની એક ધમકીવાળી ચાલ તરીકે જોઇ રહ્યા છે. 

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં CRPFના 44 શહીદ જવાન થયા હતા. ઘટનાના 13 દિવસ બાદ ભારતે બાલાઘાટમાં ચાલી રહેલા આતંકી કેમ્પો પર બુધવારની સવારે સાડા ત્રણ વાગે એર સ્ટ્રાઇક કરતાં બોમ્બ ફેંક્યા હતા. આ એર સ્ટ્રાઇક્સમાં બાલાકોટમાં ચાલી રહેલાં જૈશ-એ-મોહમ્મદનો સૌથી મોટો આતંકી કેમ્પ નષ્ટ થઇ ગયો છે. 

ભારતે કુલ 6 આતંકી ઠેકાણાંઓને ટાર્ગેટ પર રાખીને કાર્યવાહી કરી. નેશનલ સિક્યોરિટી કમિટીની બેઠક બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સુરક્ષા બળો અને જનતાને કોઇ પણ સ્થિતિ માટે હંમેશા તૈયાર રહેવાનું કહ્યું છે. ભારતીય કૂટનીતિક અને રક્ષા નિષ્ણાતોએ પાકિસ્તાનની ન્યૂક્લિયર ઓથોરિટીની મીટિંગને પ્રતિકાત્મક કહીને ફગાવી દીધી છે. 

પૂર્વ રાજકીય કેસી સિંહે કહ્યું કે, મને લાગે છે કે, પાકિસ્તાન જુગારમાં અંતિમ ચાલ રમવાની કોશિશ કરી રહ્યું છે. તે પરમાણુ હથિયારના નિયંત્રણવાળી ઓથોરિટીની બેઠક બોલાવીને ભારતને ધમકાવવાની કોશિશ કરી રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો