આતંકવાદ / પાક સરકાર અને સેનાને તમાચો, આતંકી મસૂદ અઝહરે કહ્યું - બીમાર નથી એકદમ સ્વસ્થ છું!

divyabhaskar.com | Updated - Mar 14, 2019, 01:08 PM
મસૂદે પોતાની કોલમમમાં લખ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેને કોઇ બીમારી પણ નથી થઇ.
મસૂદે પોતાની કોલમમમાં લખ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેને કોઇ બીમારી પણ નથી થઇ.
X
મસૂદે પોતાની કોલમમમાં લખ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેને કોઇ બીમારી પણ નથી થઇ.મસૂદે પોતાની કોલમમમાં લખ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેને કોઇ બીમારી પણ નથી થઇ.

  • મસૂદે એમ પણ કહ્યું કે, તેને કોઇ બીમારી નથી થઇ 
  • મસૂદ દર અઠવાડિયે જૈશના અખબારમાં કોલમ લખે છે

ઇસ્લામાબાદઃ UNની બેઠકમાં ચીને એકવાર ફરીથી આતંકી મસૂદ અઝહરને બચાવી લીધો છે. તેને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટો લગાવી દીધો છે. આ અગાઉ પણ ત્રણ વખત ચીને આવી જ હરકત કરી હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશો ચીનના વીટોથી નારાજ છે. વળી, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર હવે નિવેદનો આપી રહ્યો છે. 

પાક વિદેશ મંત્રીનું નિવેદન ખોટું
1.મસૂદ પાકિસ્તાનમાં જ છે અને બીમાર નથી એકદમ સ્વસ્થ છે, મસૂદે આ વાતની જાહેરાત કરી છે. જે સમયે મસૂદ પર યુએનના નિર્ણય પર આખી દુનિયાની નજર હતી, તે સમયે પણ તે બહાવલપુરમાં પોતાના હેડક્વાર્ટરમાં બેસીને હસી રહ્યો હતો. પોતાની નિશ્ચિંતતાની જાહેરાત તેણે બુધવારે સવારે જ પોતાના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ન્યૂઝપેપરની મદદથી કરી હતી. 
2.મસૂદે પોતાની કોલમમમાં લખ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેને કોઇ બીમારી પણ નથી થઇ. મસૂદ અઝહર દર અઠવાડિયે જૈશના અખબારમાં કોલમ લખે છે. આ અખબાર પાકિસ્તાનના પેશાવરમાં છપાય છે. 
3.આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું હતું કે, મસૂદ પાકિસ્તાનમાં જ છે પરંતુ ખૂબ જ બીમાર છે અને ઘરમાંથી બહાર પણ નિકળી શકતો નથી. 
પાક સેના અને સરકારને તમાચો
4.જ્યારે ઇમરાન સરકારને લાગ્યું કે, મસૂદ પાકિસ્તાનમાં જ હોવાની કબૂલાતથી વાત વણસી ના જાય તો સેનાની મદદથી એવું નિવેદન આપ્યું કે, પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદનું અસ્તિત્વ જ નથી. પરંતુ પાકિસ્તાની સેના અને સરકાર બંનેને તમાચો મારતાં મસૂદે પોતે જ એવું કહી દીધું કે, તે પાકિસ્તાનમાં જ છે અને બિલકુલ સ્વસ્થ છે. આનાથી એ પણ સાબિત થાય છે કે, પાકિસ્તાનમાં આતંકીઓની શું હેસિયત છે. 
UNના નિર્ણયથી મસૂદ પર કેવા પ્રતિબંધો હોત?
5.


જો મસૂદ અઝહર ગ્લોબલ આતંકવાદી જાહેર થઇ જાત તો તેના સ્વાસ્થ્ય પર શું અસર પડી હોત? વૈશ્વિક આતંકી જાહેર થયા બાદ મસૂદ પર આ છ પ્રતિબંધ લાગ્યા હોત. 

  1. વિશ્વના દેશોમાં મસૂદ અઝહરની એન્ટ્રી પર પ્રતિબંધ લાગ્યો હોત. 
  2. મસૂદ કોઇ પણ દેશોમાં આર્થિક ગતિવિધિઓ ચલાવી ના શકે. 
  3. યુએનના તમામ સભ્ય દેશોને મસૂદના બેંક એકાઉન્ટ્સ અને પ્રોપર્ટીને ફ્રીઝ કરવી પડતી. 
  4. મસૂદ અઝહર સાથે સંબંધિત વ્યક્તિઓ અથવા તેની સંસ્થાઓને કોઇ મદદ ના મળે. 
  5. પાકિસ્તાને પણ મસૂદ વિરૂદ્ધ આર્થિક પ્રતિબંધો લગાવવા પડ્યા હોત. 
  6. પ્રતિબંધ બાદ પાકિસ્તાને મસૂદ અઝહરના ટેરર કેમ્પ અને તેના મદરેસાને પણ બંધ કરવા પડ્યા હોત. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App