તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુષ્માના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું- ભારત સ્વીકારી લે કે 2016માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુષ્મા સ્વરાજે 18 એપ્રિલે કહ્યું- બાલાકોટ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનનો નાગરિક અને સૈનિકને કોઈ નુકસાન નહી 
  •  પાકિસ્તાની આર્મીએ કહ્યું- ભારત સતત ખોટા દાવાઓ કરી રહ્યું છે   
ઈસ્લામાબાદઃ પાકિસ્તાની આર્મીએ કહ્યું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી. સાથે એવું પણ કહ્યું કે, નવી દિલ્હીએ તે દાવો પણ પરત લઈ લેવો જોઈએ કે તેમને ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. જો કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગુરુવારે અમદાવાદમાં કહ્યું હતું કે, બાલાકોટ હુમલામાં પાકિસ્તાનના નાગરિક કે સૈનિકને કોઈ નુકસાન થયું નથી.

પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે કહ્યું કે, આશા રાખું છું કે ભારત ખોટા દાવાઓ કરવાનું બંધ કરે કે તેમને 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારત તે વાતથી પણ ઈન્કાર કરી રહ્યો છે કે પાકિસ્તાને તેના 2 વિમાન તોડી પાડ્યા હતા. ભારતે પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડવાનો ખોટો દાવો કર્યો હતો.

મહિલા કાર્યકર્તાઓને સંબોધિત કરતા સુષમા કહ્યું હતું કે, એરસ્ટ્રાઈક માટે સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી હતી, પરંતુ એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ નાગરિક કે સેનાના જવાનને નુકસાન ન થાય. આટલું જ નહીં તેના કોઈ પણ સામાન્ય નાગરિકને ખરોચ પણ નથી આવી, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ જણાવ્યું હતું કે,એરસ્ટ્રાઈક પોતાના બચાવમાં કરવામાં આવેલી એક કાર્યવાહી છે. 

હાલ ફેબ્રુઆરીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં CRPFનાં કાફલા પર થયેલા આત્મધાતી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. ભારત સતત પાકિસ્તાન પર આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાનું દબાણ કરી રહ્યો છે.   

26 ફેબ્રુઆરીએ ભારતે પાકિસ્તાનના બાલાકોટ, ચકોટી અને મુઝફ્ફરાબાદના આતંકી ઠેકાણાંઓ પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, 350 આતંકીઓ ઠાર મરાયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમા ઓળંગી હતી. જેની જવાબી કાર્યવાહીમાં ભારતના લડાકુ વિમાનોએ પાકિસ્તાનનું એક ફાઈટર જેટ F-16ને તોડી પાડ્યું હતું. ત્યારબાદ ભારતીય વાયુસેનાએ તેના પુરાવાઓ પણ રજુ કર્યા હતા. 

ભારતની કાર્યવાહી દરમિયાન ભારતનું મિગ-21 ક્રેશ થયુ હતું અને તેના પાઈલટ અભિનંદન વર્ધમાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પહોંચી ગયા હતા. 1લી માર્ચે પાકિસ્તાનના અધિકારીઓએ વાઘા બોર્ડરના રસ્તે અભિનંદનને ભારત પરત સોંપ્યા હતા.