સફળતા / એરસ્ટ્રાઇકમાં જૈશના 263 આતંકીઓ ઠાર, સડેલી લાશો હટાવવા પાક સરકારે કામગીરી શરૂ કરી

પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય ફોર્સે PoKના મુઝફ્ફરાબાદ અને ચકોટી ઉપરાંત પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ કેમ્પને નિશાન બનાવ્યું હતું.
પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય ફોર્સે PoKના મુઝફ્ફરાબાદ અને ચકોટી ઉપરાંત પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ કેમ્પને નિશાન બનાવ્યું હતું.
X
પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય ફોર્સે PoKના મુઝફ્ફરાબાદ અને ચકોટી ઉપરાંત પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ કેમ્પને નિશાન બનાવ્યું હતું.પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય ફોર્સે PoKના મુઝફ્ફરાબાદ અને ચકોટી ઉપરાંત પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ કેમ્પને નિશાન બનાવ્યું હતું.

  • બાલાકોટ હુમલા દરમિયાન કેમ્પમાં જૈશના 263 આતંકીઓ હોવાનો દાવો 
  • 5 દિવસ સુધી મોનટરિંગ બાદ ભારતીય એરફોર્સે એરસ્ટ્રાઇક કરી હતી 
  • એરસ્ટ્રાઇકથી જૈશની કમર તૂટી, સ્ટ્રાઇક વખતે 18 સીનિયર આતંકીઓ મોજૂદ હતા 

divyabhaskar.com

Mar 12, 2019, 04:10 PM IST
નવી દિલ્હી/ઇસ્લામાબાદઃ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક સમયે ત્યાં 263 આતંકીઓ એકઠાં થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયન એરફોર્સની સ્ટ્રાઇક પહેલાં અહીં ટ્રેનિંગ માટે ઘણાં આતંકીઓ મોજૂદ હતા. ભારતીય વાયુસેનાએ જૈશના જે ઠેકાણાંને નિશાન બનાવ્યું, ત્યાં 8થી 9 ઇમારતો હતી. વાયુસેનાએ અહીં ખાલી બિલ્ડિંગને બાદ કરતાં ચાર બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. અહીં એકઠાં થયેલા આતંકી અને તેમના ટ્રેનર અલગ અલગ બિલ્ડિંગોમાં રોકાયા હતા. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં CRPF કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના 44 જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ (JeM) આતંકી સંગઠને લીધી હતી. પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીના રોજ ભારતીય ફોર્સે PoKના મુઝફ્ફરાબાદ અને ચકોટી ઉપરાંત પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ કેમ્પને નિશાન બનાવ્યું હતું. 
1. હુમલા બાદ મોબાઇલ સિગ્નલ ગાયબ
હુમલા સમયે જૈશ-એ-મોહમ્મદના અંદાજિત તમામ આતંકી અને કમાન્ડરોની પાસે મોબાઇલ ફોન હતા. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (NTRO) આતંકીઓના મોબાઇલની સિગ્નલને બારીકીથી ટ્રેક કરી રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરફોર્સના હુમલા બાદ તમામ મોબાઇલ સિગ્નલ ગાયબ થયા હતા. વાયુસેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સ્થિત જૈશના ઠેકાણાં પર હુમલા માટે પાંચ દિવસ સુધી મોનિટરિંગ કર્યુ હતું. હુમલા દરમિયાન ચાર મિસાઇલ્સથી આતંકી કેમ્પને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. 
2. બાલાકોટમાં 18 સીનિયર કમાન્ડર
મીડિયા રિપોર્ટ અનુસાર, જૈશના બાલાકોટ ટ્રેનિંગ કેમ્પમાં 18 સીનિયર કમાન્ડર મોજૂદ હતા. દૌરા-એ-ખાસ (એડવાન્સ ટ્રેનિંગ) માટે 91 આતંકી, દૌરા-એ-આમ (જનરલ ટ્રેનિંગ) માટે 83, દૌરા-એ-મુતાલહ માટે 30 અને 25 આતંકીઓને આત્મઘાતી હુમલા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ ઉપરાંત કેમ્પમાં કામ કરનારા વાળંદ અને કુક સહિત 18 સ્ટાફના લોકો પણ સામેલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 માર્ચથી આતંકીઓની ટ્રેનિંગ શરૂ થવાની હતી. 
3. હુમલાથી જૈશની કમર તૂટી, મોટાં આતંકી ગુમ
જૈશને આ હુમલાથી ભારે નુકસાન થયું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય સામે લડનારા અનેક મોટાં આતંકીઓ ગુમ થયા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં મુફ્તી ઉમર, મૌલાના જાવેદ, મૌલાના અસલમ, મૌલાના અજમલ, મૌલાના જુબૈર, મૌલાના અબ્દુલ ગફૂર કાશ્મીરી, મૌલાના કુદરતુલ્લાહ, મૌલાના કાસિમ અને મૌલાના જુનૈદનું નામ સામેલ છે. આ તમામ જૈશના ચીફ મૌલાના મસૂદ અઝહરના અંગત હતા અને તેઓએ મસૂદને અફગાનિસ્તાન અભિયાન બાદ પસંદ કર્યો હતો. 
4. IAFએ 4 ઇમારતો પર સ્ટ્રાઇક કરી
ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશના ઠેકાણાંને નિશાન બનાવ્યું, અહીં 8થી 9 ઇમારતો હતો. વાયુસેનાએ અહીં ખાલી ઇમારતોને છોડીને ચાર ઇમારતો પર સ્ટ્રાઇક કરી હતી. અહીં એકઠાં થયેલા આતંકી અને તેમના ટ્રેનર અલગ અલગ ઇમારતોમાં રોકાયેલા હતા.
5. આતંકીઓની લાશો સડી રહી છે, મીડિયા પર પ્રતિબંધ
પાકિસ્તાન સરકાર દ્વારા હાલ બાલાકોટ કેમ્પ પર મીડિયાને જવા સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું સૌથી મોટું કારણ એ છે કે, પાકિસ્તાની સૈનિકો ભારતીય હવાઇ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓની લાશોને અહીંથી હટાવી રહ્યા છે. ઇમરાન સરકારે પોતાના જ મીડિયાને હુમલાવાળા વિસ્તારથી અંદાજિત 100 મીટરનું અંતર જાળવવાના નિર્દેશ આપ્યા છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓની લાશો હજુ પણ ત્યાં પડી છે અને પાકિસ્તાની આર્મી કોઇને પણ આ વિસ્તારની આસપાસ જતા પહેલાં સ્થળને સાફ કરવાની કામગીરીમાં લાગેલી છે. હકીકતમાં સરકારને ડર છે કે, જો મીડિયાએ આ વિસ્તારનું કવરેજ કર્યુ અને અહીંથી કોઇ પણ જાણકારી લીક થઇ તો ભારતનો પક્ષ મજબૂત થઇ શકે છે. પાકિસ્તાનનું એ જુઠ્ઠાણું સામે આવી શકે છે કે, બાલાકોટમાં જૈશનો આતંકી કેમ્પ નહતો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી