તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનમાં એરફોર્સે JeM આતંકીના ગઢ અને પાક PMના ગૃહરાજ્ય બાલાકોટને નષ્ટ કર્યુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકા અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાનમાં હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. (ફાઇલ) - Divya Bhaskar
આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકા અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાનમાં હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. (ફાઇલ)
 • મંગળવારે કરવામાં આવેલા બે ટ્વીટમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારતીય વાયુસેનાએ LoCનું ઉલ્લંઘન કર્યુ છે. 
ઇસ્લામાબાદઃ બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના માનશેરા જિલ્લામાં સ્થિત એક શહેર છે. રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું ગૃહરાજ્ય પણ ખૈબર પખ્તૂનખ્વા જ છે. રિપોર્ટ્સ અનુસાર, મસૂદ અઝહર 2001માં અહીં રહેતો હતો. બાલાકોટનો આ વિસ્તાર પણ માનવામાં આવે છે, જ્યાંથી જૈશ-એ-મોહમ્મદ પોતાના કેમ્પમાં ચલાવે છે. અહીંથી જૈશ પોતાનું લૉન્ચપેડ પણ ચલાવે છે. માહિતી અનુસાર, ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 કંટ્રોલ રૂમને પણ નષ્ટ કરી દીધું છે. 

2001માં બાલાકોટને ઇન્ટેલિજન્સ એજન્સીઓને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ રેલીઓ પણ આયોજિત કરે છે. બાલાકોટના બેસયાન ચોકમાં આતંકીઓને ટ્રેઇન પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, આ એ જ વિસ્તાર છે જ્યાં અમેરિકા અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાનમાં હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. 

આ એરસ્ટ્રાઇક પુલવામા આતંકી હુમલાના બે અઠવાડિયાની અંદર થઇ। 14 ફેબ્રુઆરીના રોજ એક ફિદાયીન હુમલામાં એક કારમાં વિસ્ફોટ ભરીને સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 44 જવાનો શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર હાઇવે પર જઇ રહેલા આ કાફલામાં અંદાજિત 70 જવાન સામેલ હતા. જેમાં પેરામિલિટરીના 2,500 જવાન સવાર હતા. પાકિસ્તાને પોતાની ગતિવિધિઓને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. 

મંગળવારે કરવામાં આવેલા બે ટ્વીટમાં પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ભારતીય વાયુસેનાએ LoCનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી કે ભારતીય વાયુસેનાના વિમાનોએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરીને મુજફ્ફરાબાદ સેક્ટરમાં ઘૂસી ગયા. પાકિસ્તાની વાયુસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી. ભારતીય વિમાન પરત જતા રહ્યા. સાથે જ તેઓએ દાવો કર્યો કે, વાયુસેનાના વિમાનોને પરત બોલાવતા ઉતાવળમાં ખુલ્લી જમીન પર બોમ્બ ફેંકી દીધા, જેમાં કોઇ જાનહાનિ કે નુકસાન નથી થયું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો