તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની એરસ્ટ્રાઇક્સથી પાકિસ્તાનમાં ભૂકંપ, PAK સંસદમાં 'ઇમરાન ખાન મુર્દાબાદ'ના નારા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એરસ્ટ્રાઇક્સ બાદ NSCની બેઠક બોલાવી હતી. - Divya Bhaskar
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને એરસ્ટ્રાઇક્સ બાદ NSCની બેઠક બોલાવી હતી.
 • પાકિસ્તાનની સંસદમાં ભારતની એરસ્ટ્રાઇકને લઇને હોબાળો થઇ રહ્યો છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતે વહેલી સવારે કરેલી એરસ્ટ્રાઇક્સ બાદ નેશનલ સિક્યોરિટી કમિટીની મીટિંગ બોલાવી હતી. જેથી ઇન્ડિયન એર ફોર્સના LoC પર કરેલા હુમલાનું તારણ કાઢી શકાય. કમિટીએ આ મીટિંગ બાદ સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે. જે અનુસાર કમિટીએ કહ્યું કે, પાકિસ્તાન ભારતના એ દાવાને નકારે છે કે, તેઓએ બાલાકોટ નજીક આતંકી કેમ્પ ઉપર જ હુમલો કર્યો છે અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે. 


મીટિંગ બાદ શું નિવેદન આપ્યું? 

ઇમરાનની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ પાકિસ્તાન સિક્યોરિટી કાઉન્સિલ કમિટીએ કહ્યું, વધુ એકવાર ભારત સરકાર અવિચારી, કાલ્પનિક દાવાઓ કરી રહ્યું છે. ભારતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી કરી તેણે પ્રાદેશિક શાંતિને જોખમમાં મુકી છે. વધુ એકવાર ભારત સરકાર અવિચારી, કાલ્પનિક દાવાઓ કરી રહ્યું છે. ભારતમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની કાર્યવાહી કરી તેણે પ્રાદેશિક શાંતિને જોખમમાં મુકી છે. 
જે સ્થળે એરસ્ટ્રાઇક કરી હોવાનો દાવો કર્યો છે ત્યાં આખી દુનિયા જોઇ શકે કે હકીકતમાં આ સ્થળે શું થતું હતું, તે માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મીડિયાને અહીંની મુલાકાતે લઇ ગયા હતા. 
કમિટીએ કહ્યું કે, અચાનક જ કોઇ પણ પ્રકારના પુરાવા વગર કરેલા આ હુમલાનો જવાબ પાકિસ્તાન ચોક્કસથી આપશે અને આ વખતે પાકિસ્તાન પોતાનું સ્થળ પસંદ કરશે.


ઇમરાન ખાને સૈન્યને તૈયાર રહેવાનું કહ્યું 


પાકિસ્તાનની બોર્ડરમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન ઇમરાન ખાને સૈન્ય અને લોકોને કોઇ પણ સ્થિતિ માટે તૈયાર રહેવાનું કહ્યું છે. 


ઇમરજન્સી જેવી સ્થિતિઃ હિના રબ્બાની 


ભારતની કાર્યવાહી બાદ વડાપ્રધાન પોતાના જ દેશમાં ઘેરાઇ ગયા છે. પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે ઇમરાન ખાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, ઇમરાન ખાને સંસદમાં આવીને જવાબ આપવો જોઇએ. 
 

 
ઇમરાન ખાન શરમ કરો 


પાકિસ્તાનની સંસદમાં ભારતની એરસ્ટ્રાઇકને લઇને હોબાળો થઇ રહ્યો છે. સંસદમાં ઇમરાન ખાન 'શરમ કરો' એવી નારેબાજી થઇ રહી છે. આ ઉપરાંત ઇમરાન ખાન મુર્દાબાદના નારા પણ લાગ્યા છે. 
પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશીએ ભારતને ચેતવણી આપતા કહ્યું કે, ભારત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ નહીં કરી શકે. 

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ આખરે લઇ લીધો છે. વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાંઓને નષ્ટ કરી દીધા છે. વાયુસેનાએ અંદાજિત 12 મિરાજ વિમાનોથી આ ઓપરેશનને અંજામ આપ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ ઓપરેશનની પુષ્ટિ પણ કરવામાં આવી છે. જો કે, પાકિસ્તાને કોઇ પ્રકારના મોટાં નુકસાનનો ઇન્કાર કર્યો છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો