તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Indian Air Force Shot Down Pakistani F 16 Fighter Jet After It Violated The Indian Air Space

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર, થોડીવારમાં ઇમરાન ખાનની કોન્ફરન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન ઇમરાન ખાન - Divya Bhaskar
વડાપ્રધાન ઇમરાન ખાન
  • પાકિસ્તાનના વડાપ્રધાન થોડીવારમાં નિવેદન જાહેર કરશે

ઇસ્લામાબાદઃ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશોની વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે, તેણે ભારતના બે વિમાનને નિશાન બનાવ્યું છે. જ્યારે પાકિસ્તાનની આ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સીમામાં પ્રવેશ કરતાં પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાને આજે બુધવારે બપોરે રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. પાકિસ્તાન એરફોર્સ (PAF)એ આજે જેટ્સે નોન-મિલિટરી ટાર્ગેટ પર હુમલો કર્યો હતો. 


વડાપ્રધાન ઇમરાન ખાને શું કહ્યું? 


ઇમરાન ખાને પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે, હું મારાં દેશવાસીઓને છેલ્લાં બે દિવસથી ચાલતી ઘટનાઓ અંગે જણાવીને આત્મવિશ્વાસમાં વધારો કરવા ઇચ્છું છું. અમે પુલવામા હુમલા બાદ ભારત સામે શાંતિ પ્રસ્તાવ મુક્યો હતો. પુલવામા હુમલામાં જે શહીદો છે તેઓના પરિવારના દુઃખને હું સમજી શકું છું. મેં હિંસા બાદ ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલોમાં મુલાકાત લીધી છે. તેથી આ પ્રકારના દર્દથી હું વાકેફ છું. 


પાકિસ્તાને ભારતને પુલવામા હુમલાના પુરાવાઓ એકઠાં કરવા અને ઇન્વેસ્ટિગેશન માટે પુરતો સમય માંગ્યો હતો. પાકિસ્તાન ભારતને હંમેશાથી સહયોગ કરવા ઇચ્છે છે, અમે અત્યારે પણ સહયોગ માટે તૈયાર છીએ. અમને ડર હતો કે, સહયોગની આટલી વાતો છતાં પણ ભારત મિલિટરી એક્શન લેશે. તેથી જ ભારતને તેમના આક્રમણ વલણ મુદ્દે મેં ચેતવણી આપી હતી. 


જ્યારે ભારતે મંગળવારે વહેલી સવારે એરસ્ટ્રાઇક્સ કરી હતી, ત્યારબાદ મેં આર્મી કમાન્ડરો સાથે ચર્ચા કરી હતી અને આ હુમલા બાદ શું પગલાં લઇ શકાય, ઉપરાંત તમે જે સ્ટ્રાઇક કરી તેનાથી  અને શું નુકસાન થઇ શકે છે તેની અમને જાણ નથી. 


અમે આજે જે કાર્યવાહી કરી છે તે માત્ર ભારતને એટલો સંદેશો આપવા માટે છે કે જો તમે અમારી ધરતી પર આવીને પ્રહાર કરી શકો છો તો અમે પણ આ જ પ્રકારે ઘૂસણખોરી કરીને જવાબ આપવા સક્ષમ છીએ. આજના પાકિસ્તાનના હુમલામાં ભારતના બે મિગ વિમાન તોડી પાડવામાં આવ્યા છે. અહીં ભારતને અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે, અમે હુમલા પહેલાં અમારાં દિમાગનો ઉપયોગ કરીશું અને ડહાપણભર્યુ વર્તન કરીશું. 


તમામ યુદ્ધો બે દેશોને ગેરમાર્ગે જ લઇ જાય છે, યુદ્ધ કરતાં લોકોને એ ખ્યાલ જ નથી હોતો કે તેઓ ક્યાં જઇ રહ્યા છે. પ્રથમ વિશ્વ યુદ્ધ એક જ અઠવાડિયામાં પૂર્ણ થવાનું હતું પરંતુ તેને પૂર્ણ થતાં છ વર્ષનો સમય લાગ્યો. આ જ પ્રકારે આતંકવાદ વિરૂદ્ધની લડાઇ આગામી 17 વર્ષ સુધી ચાલશે તેવું નથી. 


મેં ભારતને પુછ્યું હતું કે, તમારી પાસે જે હથિયારો છે અને અમારી પાસે જે હથિયારો છે, શું આપણે ખરેખર આ હથિયારોના પગલે ગેરમાર્ગે દોરાવું જોઇએ? જો આ તણાવ વધ્યો તો તેને હું કે નરેન્દ્ર મોદી કંટ્રોલ નહીં કરી શકીએ. 


પુલવામા બાદ ભારતમાં જે દુઃખદ સ્થિતિ હતી તેને અમે સમજી શકીએ છીએ. આ મુદ્દે અમે શાંતિ મંત્રણાથી ઉકેલ લાવવા માટે સક્ષમ છીએ. ચાલો આપણે સાથે બેસીએ અને શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવીએ. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો