તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમે યુદ્ધ નથી ઇચ્છતા પણ જવાબી હુમલા માટે તૈયારઃ પાકિસ્તાન; આજે સંસદનું વિશેષ સત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇમરાન ખાને સરકારને સ્પષ્ટીકરણ આપવામાં 12 કલાકથી વધુ સમય કેમ લગાવ્યો. તેઓની આ ટિપ્પણી પર ન્યૂઝ ચેનલે પ્રસારણ ઓફ એર કરી દીધું.  - Divya Bhaskar
ઇમરાન ખાને સરકારને સ્પષ્ટીકરણ આપવામાં 12 કલાકથી વધુ સમય કેમ લગાવ્યો. તેઓની આ ટિપ્પણી પર ન્યૂઝ ચેનલે પ્રસારણ ઓફ એર કરી દીધું. 
 • પાકિસ્તાન સાંસદોએ સદનમાં સંયુક્ત સત્ર બોલાવીને ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવ પર ચર્ચાની માગણી કરી 
 • પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ કહ્યું, અમે તણાવ વધારવા નથી ઇચ્છતા
 • કેટલાંક પત્રકારોએ પાકિસ્તાન સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં સમય લાગવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા 
ઇસ્લામાબાદઃ ભારતે મંગળવારે પાકિસ્તાનમાં કરેલી એરસ્ટ્રાઇકથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને બુધવારે સવારે ભારતના હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ હતું. તેના ત્રણ વિમાન પુંછ અને રાજૌરીમાં ઘૂસી ગયા હતા. પાછા ફરતી વખતે તેમાંથી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. જો કે, ભારતની ત્વરિત કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન ફૂંકી માર્યુ હતું. વિમાન પર હુમલા બાદ પેરાશૂટથી એક પાઇલટ ઉતરતા પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સ્પોક્સપર્સને કહ્યું કે, આજે પાકિસ્તાન એરફોર્સે LoC પર સ્ટ્રાઇક કરી હતી. આ ભારતે કરેલી કાર્યવાહીનો જવાબી હુમલો નથી. એટલાં માટે જ પાકિસ્તાને નોન-મિલિટરી ટાર્ગેટમાં જ સ્ટ્રાઇક કરી છે, અમે ભારતીયોને માત્ર અમારાં અધિકારોનું પ્રદર્શન કર્યુ છે, અમે સેલ્ફ ડિફેન્સ માટે સક્ષમ છીએ. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાને આજે બુધવારે નેશનલ કમાન્ડ ઓથિરિટીની મહત્વની બેઠક બોલાવી હતી અને સંસદના બંને સદનોનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે. 

પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે, અમે બંને દેશો વચ્ચેના તણાવને વધારવા નથી ઇચ્છતા, પરંતુ અમારી હદમાં કોઇ પણ પ્રકારની હલચલ જોવા મળી તો પાકિસ્તાનની આર્મી સંપુર્ણ રીતે તૈયાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત કોઇ પણ હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનું રાગ આલાપી રહ્યું છે. 

જો ભારત કોઇ પણ પ્રકારના પુરાવાઓ વગર જ કથિત આતંકી સંસ્થાઓ પર સ્ટ્રાઇક કરતું રહેશે તો અમે અમારાં હક્કો અને અધિકાર હેઠળ જવાબ આપવા તૈયાર છીએ. અમે યુદ્ધના રસ્તે જવા નથી ઇચ્છતા. અમે ઇચ્છીએ છીએ કે, ભારત શાંતિને એક અવસર આપે અને બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મંત્રણા કરે. 

પાકિસ્તાની સંસદમાં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ આજે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. મંગળવારે પાકિસ્તાનની સંસદમાં કાર્યવાહી શરૂ થતાં જ સદનમાં 'ઇમરાન ખાન શરમ કરો, ઇમરાન ખાન મુર્દાબાદ'ના નારા લાગ્યા હાત. પાકિસ્તાન સાંસદોએ બંને સદનમાં સંયુક્ત સત્ર બોલાવીને ભારત-પાકિસ્તાનની વચ્ચે હાલના તણાવ પર ચર્ચા કરવાની માગણી કરી. 

આજે આ જ માગણીના આધારે વિશેષ સત્ર યોજાવાનું છે. જો કે, મુખ્ય વિપક્ષી દળો પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાઓએ ભારતના આક્રમણ વિરૂદ્ધ એકજૂથ થવાની વાત કહી છે. 

પાકિસ્તાનની સરકારે મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે ચીનના એમ્બેસેડર યાઓ જિંગને બુધવારા ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને મળવા  માટે બોલાવવામાં આવ્યા છે. આ મુલાકાતમાં ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન અને ચીન ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે કટિબદ્ધ છે. 

પાકિસ્તાની મીડિયા દેશમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિરને નષ્ટ કરવા માટે IAFના ઓપરેશન પર પાકિસ્તાન સરકારના સત્તાવાર નિવેદનની સાથે સહમત જોવા મળ્યું. જો કે, કેટલાંક પત્રકારોએ પાકિસ્તાન સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં સમય લાગવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા. 

પાકિસ્તાનની સરકારી ચેનલ પીટીવી ઉપરાંત જિયો, ડૉન, એક્સપ્રેસ, SAMAA, ARY સહિત મોટાંભાગની ટીવી ચેનલો પર આખો દિવસ એમ જ કહેતા રહ્યા કે, ભારતીય વિમાને મંગળવારે સવાર LoCનું ઉલ્લંઘન કર્યુ. જો કે, તેઓએ ભારતના આ દાવા અંગે વધારે વાત ના કરી કે, બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના શિબિરોને નષ્ટ કરી દીધી છે. 

મુખ્ય વિપક્ષી દળ પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના કદાવર નેતા ખુર્શીદ શાહ અને પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, ભારતીય વિમાન પાકિસ્તાનની અંદર 30 કિમી સુધી પ્રવેશ કરીને ગયા. તેઓનું આ નિવેદન પાકિસ્તાન સરકારના નિવેદન પર સવાલ ઉઠાવે છે જેમાં કહેવામાં આવ્યું કે, વિમાને માત્ર 3થી 4 કિમી ક્ષેત્રમાં જ પ્રવેશ કર્યો. જો કે, મીડિયાએ 30 કિમીવાળા નિવેદનને કાપી નાખ્યું. 

C24 ચેનલ સાથે વાતચીત દરમિયાન પત્રકારોએ જ્યારે સવાલ કર્યો કે, જો ભારતીય વિમાન પાકના હવાઇ ક્ષેત્રમાં 3 કિમી સુધી જ ઘૂસી ગયા હતા. તો ઇમરાન ખાને સરકારને સ્પષ્ટીકરણ આપવામાં 12 કલાકથી વધુ સમય કેમ લગાવ્યો. તેઓની આ ટિપ્પણી પર ન્યૂઝ ચેનલે પ્રસારણ ઓફ એર કરી દીધું.  એક અન્ય પત્રકારે પૂછ્યું આપણે ભારતીય ફાઇટર જેટ્સને કેમ તોડી ના પાડ્યા? 

ન્યૂઝ ચેનલના એક એન્કર સૈયદ તલત હુસૈને પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ અત્યંત દુઃખદ હતું કે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ભારતીય વિમાનોના પાકિસ્તાન સીમામાં આવવાના છ કલાક બાદ વિદેશ મંત્રાલયમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી. એક કાચબો પણ આનાથી વધુ દોડી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો