તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક. આર્મીનો દાવોઃ ભારતમાં ઘૂસીને ખાલી જગ્યાઓ પર બોમ્બ ફેંક્યા, તાકાત દેખાડી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ભારતે કોઈ F 16 વિમાન નથી તોડ્યું. (તસવીરઃ પાક આર્મી પ્રવક્તા આસિફ ગફૂર) - Divya Bhaskar
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ભારતે કોઈ F 16 વિમાન નથી તોડ્યું. (તસવીરઃ પાક આર્મી પ્રવક્તા આસિફ ગફૂર)
 • અમારો હેતુ ભારતને અમારી સેનામાં કેટલો દમ છે તે દેખાડવાનો હતોઃ આસિફ ગફૂર 
ઇસ્લામાબાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચરુ ઉકળી રહ્યો છે ત્યારે પાકિસ્તાન સેનાએ ફરી એક વખત મોટો અને ખોટો દાવો કર્યો છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર આસિફ ગફૂરે દાવો કર્યો કે તેમના ફાઈટર પ્લેને ભારતના અનેક વિસ્તારોમાં બોમ્બ ફેંક્યા છે. તેઓએ કહ્યું કે અમારો હેતુ ભારતને અમારી સેનામાં કેટલો દમ છે તે દેખાડવાનો હતો. આ ઉપરાંત ગફૂરે એવો પણ દાવો કર્યો છે કે, ભારતના બે ફાઇટર જેટ્સ તોડી પાડ્યા છે. તેમાંથી એક વિમાન કાશ્મીરના બડગામમાં પડ્યું અને બીજું વિમાન પાક અધિકૃત કાશ્મીરમાં પડ્યું. વળી, પાકિસ્તાની મીડિયા મિગ વિમાન ક્રેશની ખોટી તસવીરો દેખાડી રહ્યું છે. 

પાકિસ્તાની સેના દાવો કરે છે કે તેઓએ ભારતના બે પાયલટને પકડ્યાં છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે અમે અમારી સ્ટ્રાઈકમાં પ્રયાસો કર્યા હતા કે કોઈને નુકસાન ન પહોંચે. અમે 6 ટાર્ગેટ નક્કી કર્યા હતા, જે બાદ અમે સ્ટ્રાઈક કર્યું. બિમ્બરગરી સહિત અનેક વિસ્તારો અમારા ટાર્ગેટમાં હતા. અમે ફ્કત એટલું બતાવવા માગતા હતા કે અમે બધું જ કરી શકીએ છીએ, પરંતુ વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે કંઈ જ નથી કરી રહ્યાં. 

સાથે જ તેઓએ દાવો કર્યો કે ભારતના બે ફાઈટર પ્લેન LoC પાર કરીને પાકિસ્તાનની સરહદમાં આવ્યા હતા અને તેમના પર નિશાન સાધ્યું. એક ભારતની જમીન પર અને બીજું પાકિસ્તાનની જમીન પર પડ્યું. બંને પાયલટની ધરપકડ કરી છે. એક ઘાયલ છે અને બીજો પકડમાં છે. તેમની પાસેથી અનેક કાગળો મળ્યાં છે. 

પાકિસ્તાની સેનાએ દાવો કર્યો કે ભારતે કોઈ F 16 વિમાન નથી તોડ્યું, અમે આ ઓપરશેનમાં તેનો ઉપયોગ જ કર્યો ન હતો. આસિફ ગફૂરે કહ્યું કે તેઓ ઈચ્છત તો ભારતીય સેનાના ઠેકાણાં અને પ્રશાસનિક ઓફિસોને નિશાન બનાવી શકતા હોત પરંતુ તેઓએ એવું ન કર્યું. 

હકીકતમાં પાકિસ્તાન જે તસવીરોનો દાવો કરી રહ્યું છે તે તસવીરો 2016માં જોધપુરમાં ક્રેશ થયેલા મિગ વિમાનની છે. તે સમયે જોધપુરના કુડી ભગતાનીમાં ભારતીય વાયુસેનાનું મિગ 27 વિમાન ક્રેશ થઇને રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર બંને પાઇલટનો બચાવ થયો હતો. પરંતુ પાકિસ્તાન આ તસવીરને પીઓકેમાં ક્રેશ થયેલા મિગ વિમાનની તસવીરો હોવાનું જણાવી રહ્યું છે. જે જૂઠાણું છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો