તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બલૂચિસ્તાનમાં બસમાંથી ઉતારીને 14 યાત્રીઓની ગોળી મારીને હત્યા, 2 લોકોએ ભાગીને જીવ બચાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘટનાસ્થળે સિક્યોરિટી ફોર્સ અને એમ્બ્યુલન્સ - Divya Bhaskar
ઘટનાસ્થળે સિક્યોરિટી ફોર્સ અને એમ્બ્યુલન્સ
  • હથિયારોથી સજ્જ 15થી 20 હુમલાખોરોએ 5-6 બસો અટકાવી હતી 
  • જે બસના યાત્રીઓને નિશાન બનાવ્યા તે કરાચીથી ગ્વાદર જઇ રહી હતી 
ઇસ્લામાબાદઃ બલૂચિસ્તાન પ્રાંતમાં 15થી 20 હુમલાખોરોએ એક બસમાં સવાર 14 લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. 2 લોકોએ કોઇ પ્રકારે ભાગીને જીવ બચાવ્યો હતો. હજુ સુધી હુમલાનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલાખોરોની ઓળખ કરવામાં પોલીસ પણ નિષ્ફળ સાબિત થઇ છે. જે બસના યાત્રીઓને નિશાન બનાવ્યા તે કરાચીથી ગ્વાદર જઇ રહી હતી. 5-6 બસો અટકાવનાર હુમલાખોરોની સંખ્યા અંદાજિત 2 ડઝન હતી અને તેઓએ પેરામિલિટરી ફ્રન્ટિયર કોર્પ્સના યુનિફોર્મ પહેર્યા હતા. 

આ ઘટના ગુરૂવારે બુજી ટોપ વિસ્તારના મકરાન કોસ્ટલ હાઇવે પર થઇ છે. હુમલાખોરોએ યાત્રીઓને ઓળખપત્રોની તપાસના બહાને નીચે ઉતાર્યા. એજન્સી અનુસાર, બસમાંથી કુલ 16 યાત્રીઓને નીચે ઉતારવામાં આવ્યા હતા. હજુ સુધી એ જાણકારી નથી મળી કે, હુમલાખોર કોણ હતા અને તેમનો હેતુ શું હતો. હુમલામાં બચેલા 2 લોકોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

બલૂચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં 2015માં આ પ્રકારની ઘટના થઇ હતી. તે સમયે હુમલાખોરોએ કરાચી જતી બસથી 24 લોકોને ઉતારીને અપહરણ કરી લીધું હતું. તેમાંથી 19 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

ગત સપ્તાહે ક્વેટામાં હજારા સમુદાયને નિશાન બનાવીને આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 20 લોકોનાં મોત થયા હતા. પોલીસ અને અન્ય એજન્સીઓ ક્વેટા મામલાની તપાસ હજુ પૂરી કરે તે પહેલાં જ બલૂચિસ્તાનમાં ફરીથી દુર્ઘટના થઇ.