તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Emergency Declared In Karachi After All night Blackout, Khyber Pakhtunkhwa On High Alert

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાચીમાં ઇમરજન્સી લાગુ, આખી રાત બ્લેકઆઉટ; ખૈબર પખ્તૂનખ્વામાં હાઇ એલર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
(તસવીરઃ પ્રતિકાત્મક) - Divya Bhaskar
(તસવીરઃ પ્રતિકાત્મક)
 • પાકિસ્તાનના કરાચીમાં નેશનલ ઇમરજન્સીની જાહેરાત ટ્વીટર પર વાઇરલ થઇ રહી છે
 • ગુરૂવારે સવારે પણ પાકિસ્તાન તરફથી LoC પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું
ઇસ્લામાબાદઃ પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ભારતની એરસ્ટ્રાઇકનો જવાબમાં બુધવારે પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતની વાયુ સીમામાં ફાઇટર જેટ્સ મોકલ્યા હતા. પાકિસ્તાને બુધવારે રાત્રે સુચના જાહેર કરી હતી અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવાના નિર્ણય લીધા હતા. 

પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટર પર લખ્યું, કરાચી જોખમમાં છે, અનેક ક્ષેત્રોમાં બ્લેકઆઉટ થવા લાગ્યું છે, જેમાં મિલિટરી બિલ્ડિંગ્સ અને નિવાસસ્થાનો સામેલ છે. બ્લેકઆઉટમાં માલિર કેન્ટર, પીએએફ ફૈઝલ બેઝ અને પીએનએસ પરસાઝ સામેલ છે. પાકિસ્તાનની વાયુસેનાએ સિંધના તટ અને રણ વિસ્તારના બેલ્ટ પર સતર્કતા જાળવી રાખી છે. 

પાકિસ્તાનના આર્મી ચીફે એક મીટિંગ બાદ કરાચીમાં ઇમરજન્સી લાગુ કરી દીધી હતી અને ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારત સાથે તણાવને ધ્યાનમાં રાખીને કરાચીમાં એડમિનિસ્ટ્રેશન ઇમરજન્સી લાગુ કરી છે. યોગ્ય સમન્વય માટે સિંધમાં નિયંત્રણ કક્ષો પણ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના રાજકોટ હવાઇ ક્ષેત્રમાં ઘણી બધી સૈન્ય ગતિવિધિઓ પણ થઇ રહી છે. 

આ અગાઉ ગુરૂવારે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ આગામી આદેશ સુધી પાકિસ્તાનમાં તમામ ઘરેલૂ અને આતંરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી. 

પાકિસ્તાનના બાલાકોટમાં મંગળવારે ઘૂસીને ભારતીય વિમાનોએ આતંકી ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા. જવાબમાં બુધવારે સવારે અંદાજિત 11 વાગ્યે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ્સે LoCમાં ઘૂસણખોરીના પ્રયત્નો કર્યા હતા. પાકિસ્તાની વિમાન એલઓસી નજીકથી અંદાજિત 3થી 4 કિમી અંદર ઘૂસી આવ્યા હતા. તેઓ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ભારતીય વાયુસેનાએ આ જેટ્સને ઘેરી લીધા. 

મિગ-21 અને સુખોઇ વિમાનની ઘેરાબંદી જોઇને પાકિસ્તાની વિમાન ભાગવા લાગ્ય, પરંતુ એક પાકિસ્તાની વિમાન મિગ-21 નિશાનાથી બચી ના શક્યું અને એલઓસીની બીજી તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિસ્તારમાં 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો