તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Reports Of 10 Ambulances Used To Ferry Casualties From A Madrasa Run By Masood Azhar,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનીઓએ ખોલી પોલ - જૈશનું મદરેસા એરસ્ટ્રાઇકમાં નષ્ટ, હુમલાના સ્થળે 10 એમ્બ્યુલન્સ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મસૂદ અઝહર દ્વારા ચલાવવામાં આવતા મદરેસા તાલીમ-ઉલ-કુરાનનું સાઇન બોર્ડ - Divya Bhaskar
મસૂદ અઝહર દ્વારા ચલાવવામાં આવતા મદરેસા તાલીમ-ઉલ-કુરાનનું સાઇન બોર્ડ
 • બાલાકોટની આસપાસ રહેતા ગ્રામીણોએ કહ્યું કે, ભારતીય એરફોર્સે મંગળવારે જૈશના મદરેસા તાલીમ-ઉલ-કુરાનને નષ્ટ કર્યુ 
 • ટ્વીટર પર એક યૂઝરે કહ્યું, બાલાકોટના આ હિસ્સાને સીલ કરી દેવામાં આવ્યો છે
ઇસ્લામાબાદઃ ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા છે. જો કે, પાકિસ્તાન તરફથી કોઇ આતંકી કેમ્પના નષ્ટ થવાની પુષ્ટિ નથી કરવામાં આવી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મદરેસાને નષ્ટ કરી દીધો છે. રૉયટર્સ અનુસાર, એક ટ્વીટર યૂઝરે પણ દાવો કર્યો છે કે, આ એરસ્ટ્રાઇકમાં જૈશના મદરેસા તાલીમ-ઉલ-કુરાન નષ્ટ થયું છે. બાલાકોટમાં 10 એમ્બ્યુલન્સ પણ જોવા મળી છે. 

રૉયટર્સ અનુસાર, બાલાકોટની આસપાસ રહેતા ગ્રામીણોએ નામ નહીં જણાવવાની શરત પર ખુલાસો કર્યો કે, મનશેરાના હિલટોપ પર જૈશનું એક મદરેસા ચાલતુ હતું. આ મદરેસાને ભારતીય વાયુસેનાએ મંગળવારે નિશાન બનાવ્યું હતું. ગ્રામીણોએ જણાવ્યું કે, આ મદરેસામાં આતંકીઓ અનેક વર્ષોથી આવતા-જતા હતા. લોકોએ એવો પણ દાવો કર્યો છે કે, આ મદેરાસ આતંકીઓનું ટ્રેનિંગ કેમ્પ હતું અને અહીં જૈશના આતંકીઓ રહેતા હતા. 

 

ગ્રામીણોએ જણાવ્યું કે, થોડાં વર્ષો પહેલાં જ આ કેમ્પને મદરેસામાં ફેરવવામાં આવ્યું હતું. આસપાસના લોકોને અહીં જવાની મંજૂરી નહતી. દરેક વખતે અહીં અનેક લોકો મોજૂદ રહેતા હતા. LoCની નજીક 40 કિલોમીટર દૂર ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના જંગલી અને પહાડી વિસ્તાર બાલાકોટ 2005માં મોટાં પાયે ભૂકંપના કારણે નષ્ટ થયો હતો.

રૉયટર્સ સાથે વાત કરતા જાબાટોપની પાસે ગામમાં રહેતા મોહમ્મદ અજમલે દાવો કર્યો કે, ભારતીય વાયુસેનાએ મદરેસાથી થોડાં કિલોમીટર પહેલાં બોમ્બ ફેંક્યા હતા. આ કારણોથી માત્ર એક ઘરને નુકસાન પહોંચ્યું છે અને ઘરમાં સૂતો એક વ્યક્તિ ઘાયલ થયો છે. 

ટ્વીટર પર પાકિસ્તાનની રાજનીતિ પર નજર રાખનાર એક યૂઝર સૈયદે દાવો કર્યો છે કે, મનસેરા (બાલાકોટ)માં મદરેસા તાલીમ-ઉલ-કુરાન (મૌલાના મસૂદ અઝહર દ્વારા ચલાવવામાં આવે છે) પર એર સ્ટ્રાઇક થઇ છે. ચારેતરફ 10 એમ્બ્યુલન્સ જોવા મળ્યા છે, પરંતુ આ વિસ્તાર હવે સીલ થઇ ગયો છે. સ્થાનિક સ્ટુડન્ટ્સે જણાવ્યું કે, 

હાલ, પાકિસ્તાનની સેનાએ આ વિસ્તારને સીલ કરી દીધો છે. બુધવારે અહીં સૈન્ય, આતંરરાષ્ટ્રીય પત્રકારો સાથે આવી શકે છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાને હકીકત છૂપાવવા માટે આતંકીઓની લાશને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો