પુલાવામા બાદ ભારતના જવાબથી ગભરાયું પાકિસ્તાન, PoKમાં 4 આતંકી કેમ્પ બંધ કર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માત્ર 2019માં જ 634 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. - Divya Bhaskar
માત્ર 2019માં જ 634 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા છે.
  • ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર, 16 માર્ચના રોજ PoKમાં એક બેઠક મળી હતી
ઇસ્લામાબાદઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ બનેલા છે. ભારત સતત પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. પરિણામે બોર્ડર પાર મોજૂદ આતંકી સંગઠનો પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મોજૂદ 4 આતંકી કેમ્પોને બંધ કરી દીધા છે. આવું એટલાં માટે કારણ કે, ભારતીય સેના સતત તેને નિશાન બનાવી રહ્યા છે. 

ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અનુસાર, 16 માર્ચના રોજ PoKમાં એક બેઠક મળી હતી, નિકિયાલમાં થયેલી આ બેઠકમાં પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI અને લશ્કર-એ-તૌયબાના આતંકી અશફાક બડવાલ પણ સામેલ થયા હતા. આ વિસ્તાર રાજૌરી ક્ષેત્રની આસપાસનું છે. 

આ બેઠકમાં જ નક્કી કરવામાં આવ્યું છે કે, અહીં મોજૂદ તમામ આતંકી સંગઠનોને બંધ કરવામાં આવે. કારણ કે, ભારત તરફથી સતત સિઝફાયરના ઉલ્લંઘનનો જવાબ ભારે ફાયરિંગથી આપ્યું હતું. જેના કારણે તે કેમ્પ પણ નિશાના પર આવી શકે છે.  

પાકિસ્તાને જે કેમ્પોને બંધ કરવાના નિર્ણય લીધો છે, તે કોટલી અને નિકિયાલ સેક્ટમાં છે જે સુંદરબની અને રાજૌરીની પાસે છે. ચારેય આતંકી કેમ્પોનું સંચાલન આતંકી અશફાક બડવાલ જ કરતો હતો, તમામ ISIએ પોતાનો સ્પષ્ટ સંદેશ તેને જ આપ્યો. 

જ્યારે બે કેમ્પ પાલા અને બાઘા ક્ષેત્રમાં છે જે જૈશ-એ-મોહમ્મદ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલા બાદથી જ સિઝફાયરનું ઉલ્લંઘન વધ્યું છે. માત્ર 2019માં જ 634 વખત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા છે. જ્યારે ગત વર્ષે 1629 વાર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પુલવામામાં આતંકી હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો, તેમાં ભારતના 44 જવાન શહીદ થયા હતા.