ભાસ્કર વિશેષ / વોટ્સએપ ‘ખતરાની ઘંટી’: એપ અપડેટની સલાહ

Wattsapp 'pitfalls': App update advice

  • સુરક્ષામાં છીડાં, ઇઝરાયેલી કંપની સ્પાય વેર દ્વ્રારા ફોન હેક કરતી હતી

DivyaBhaskar.com

May 15, 2019, 12:14 AM IST

સાન ફ્રાન્સિસ્કોઃ સર્વસામાન્ય બની ગયેલા વોટ્સએપની સુરક્ષામાં છીંડાં હોવાનું જણાયું. ખતરાની ઘંટી બનેલા વોટ્સએપ માટે કંપનીએ તાકીદે અપડેટ કરવાની સલાહ આપી છે. ઇઝરાયેલી કંપનીએ સ્પાયવેરની મદદથી માત્ર અેક મિસ કરીને યુઝર્સના માત્ર ફોન જ નહીં કેમેરા, માઇક, ઇ-મેઇલ સહિતની માહિતી હેક કરી લીધી છે. ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટમાં આ અંગે ખુલાસો થતા સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઇ છે. રિપોર્ટ મુજબ એપમાં ખામી હતી, જેનો લાભ ઉઠાવી હેકર્સ માત્ર એક વોટ્સએપ કોલ કરી સ્પાયવેર યુઝર્સનાં ફોન ઇન્સ્ટોલ કરી દેતા હતા. જેનાથી ફોનની તમામ માહિતી મેળવી લેતા હતા. વોટ્સએપના 150 કરોડ યુઝર્સ છે. જો કે કંપનીએ આ ખામી દૂર કરી યુઝર્સને તાકીદે એપ અપડેટ કરી લેવાની સલાહ આપી છે.

સ્પાયવેર ઇઝરાયેલી કંપનીએ બનાવ્યું, સરકારને મદદ કરતું હતું

રિપોર્ટ મુજબ આ સ્પાયવેર ઇઝરાયેલી ફર્મ એનએસઓ ગ્રૂપે બનાવ્યું હતું. સૌથી પહેલાં 2016માં પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે જણાયું હતું કે સંયુક્ત અરબ અમિરાત સરકારની મદદથી ફોન હેક કરતું હતું. તેના પર મિડલ ઇસ્ટથી લઇ મેક્સિકોના એક્ટિવિસ્ટો અને પત્રકરોના ફોન હેક કરી સરકારને મદદ કરવાનો આરોપ છે.

આતંકવાદ-ગુનાખોરી રોકવા કામ કરીએ છીએ: NSO

આ અંગે એનએસઓએ કહ્યું કે અમે આતંકવાદ અને ગુનાખોરી રોકવા માટે કામ કરીએ છીએ. લોકોની સુરક્ષા અમારું મિશન છે.

કોલ ન ઉપાડો તો પણ ફોનમાં સ્પાયવેર ઇન્સ્ટોલ

હેકર ટાર્ગેટ યુઝર્સને વોટ્સએપમાં વોઇસ કોલ કરે છે. યુઝર ફોન ઉપાડે કે ન ઉપાડે સ્પાયવેર તેના ડિવાઇસમાં ઇન્સ્ટોલ થઇ જાય છે. પછી તે કોલ લોગથી તે કોલ ગાયબ થઇ જાય છે. યુઝર્સને ખબર પમ પડતી નહતી કે તેનો ફોન હેક થયો છે.

ઘણા સવાલોના જવાબો બાકી

  • કેટલા લોકો પ્રભિવત થયા? ફેસબુકના જણાવ્યા મુજબ કેટલા લોકો પ્રભાવિત થયા તે કહેવું વહેલાસરનું છે.
  • એપ અપડેટ કર્યા પછી શુ થશે?
  • નવી એપ અપડેટ કરવાથી સ્પાયવેર દ્વારા હેક નહીં થાય જેમના ફોન પહેલેથી જ હેક થઇ ગયા તેમને લાભ થશે કે નહીં.
X
Wattsapp 'pitfalls': App update advice

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી