અમેરિકા / ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને PAK પર નવા વિઝા પ્રતિબંધ લગાવ્યા, 70 પાકિસ્તાનીઓને ડિપોર્ટ કર્યા

divyabhaskar.com

May 15, 2019, 12:46 PM IST
US to deport over 70 illegal Pakistani nationals

  • અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા પાકિસ્તાનીઓને ખાસ વિમાનમાં ઇસ્લામાબાદ મોકલવામાં આવશે 
  • તમામ નાગરિકો પર અપરાધિક કૃત્યોમાં સામેલ હોવાનો આરોપ 

વોશિંગ્ટનઃ બે અઠવાડિયા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પાકિસ્તાન પર નવા વિઝા પ્રતિબંધ લગાવ્યા હતા. હવે આ જ પ્રતિબંધોના કારણે 70 પાકિસ્તાની નાગરિકોને અમેરિકામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. એક સ્પેશિયલ વિમાનથી બુધવારે આ તમામ નાગરિકોને ઇસ્લામાબાદ મોકલાવશે. તેઓ તમામ પર અપરાધિક કૃત્યોમાં સામેલ થવાનો આરોપ છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, આ તમામ 70 પાકિસ્તાની નાગરિકો સામે અનેક પ્રકારના ગંભીર આરોપો છે. જો કે, આરોપો અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. વિઝા પ્રતિબંધ લાગુ થયા બાદથી તેઓની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે, અમેરિકાએ બે અઠવાડિયા અગાઉ જે વિઝા પ્રતિબંધ પાકિસ્તાન પર લગાવ્યા હતા, તેમાં અહીંના સરકારી ઓફિસરો પણ સામેલ છે. જેનો અર્થ એવો છે કે, પાકિસ્તાનના ઓફિસરોને પણ અમેરિકાના વિઝા સરળતાથી નહીં મળી શકે.


10 દેશોની યાદીમાં પાકિસ્તાનનો સમાવેશ
અમેરિકાએ 10 દેશો માટે વિઝા પ્રતિબંધની યાદી તૈયાર કરી છે. તેઓને વિઝા આપવાની પ્રક્રિયા અત્યંત કડક છે. નવા નિયમો અનુસાર, જે પ્રત્યર્પણ કરવા છતાં તે પોતાના નાગરિકોને પરત બોલાવવાનો ઇન્કાર કરતા રહ્યું છે. આ માટે જ કડક વિઝા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં એવા દેશો સામેલ છે, જેમના નાગરિક વિઝા અવધિ પૂર્ણ થવા છતાં અમેરિકામાં રહે છે. અમેરિકાએ અત્યાર સુધી નવા નિયમો અંગે વિસ્તારથી જાણકારી આપી નથી. વિદેશ વિભાગે માત્ર એટલું જ કહ્યું કે, આ અંગે સંબંધિત દેશો સાથે વાતચીત ચાલી રહી છે.


પાકિસ્તાને પણ પુષ્ટિ કરી
અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસીના એક અધિકારીએ કહ્યું કે, કેટલાંક લોકોને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. જો કે, તેઓએ કહ્યું કે, વિઝા પ્રતિબંધની વાત ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી છે. આ મામલો સંવેદનશીલ છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વાતચીત ચાલી રહી છે. અમે અમેરિકન વેપારીઓને લોંગ ટર્મ અને વિઝા ઓન અરાઇવલ જેવી સુવિધાઓ આપી છે.

X
US to deport over 70 illegal Pakistani nationals
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી