અમેરિકા / અલાસ્કામાં હવામાં 2 સીપ્લેન ટકારતાં પાઇલટ સહિત 5નાં મોત, 10 ઘાયલ; એક પેસેન્જર ગુમ

divyabhaskar.com

May 14, 2019, 11:18 AM IST
two tourist planes crash in mid-air over Alaska

  • બંને વિમાનોમાં પર્યટક હતા, તેઓને એર ટ્રાવેલ કરાવવામાં આવી રહ્યું હતું 
  • દુર્ઘટના સમયે બંને એરક્રાફ્ટ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ના સંપર્કમાં નહતા 

કેચિકાન (અલાસ્કા): અલાસ્કામાં બે વિમાનો હવામાં ટકરાતા 5 લોકોનાં મોત થયા છે, 10 લોકો ઘાયલ થયા છે અને 1 વ્યક્તિ ગુમ છે. બંને વિમાન સીપ્લેન (પાણીમાં ઉતરવામાં સક્ષમ) હતા. બંનેમાં રોયલ પ્રિન્સેસ ક્રૂઝના યાત્રીઓ સવાર હતા. તેઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા, વિમાનમાં તેઓ એર ટ્રાવેલ કરી રહ્યા હતા. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અનુસાર, કૂન કેવ વિસ્તારની પાસે ધ હેવિલેન્ડ ડીએચસી-2 બીવર અને ધ હેવિલેન્ડ ઓટર ડીસી-3 વિમાન ટકરાયા. દુર્ઘટનાના કારણો અંગે હજુ તપાસ ચાલુ છે. બીવરમાં પાંચ અને ઓટરમાં 11 લોકો સવાર હતા. બીવરમાં તમામ યાત્રીઓના મોત થયા છે. ચાર લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.


એટીસી સાથે સંપર્કમાં નહતા
એફએએ અનુસાર, દુર્ઘટના સમયે બંને એરક્રાફ્ટ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ના સંપર્કમાં નહતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. પ્રિન્સેસ ક્રૂઝ તરફથી જણાવ્યા અનુસાર, 10 યાત્રીઓને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એક યાત્રી ગુમ છે. દુર્ઘટના સમયે વાદળછાયું વાતાવરણ હતું અને 14 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો.


ક્રૂઝના ઓફિસરોએ જણાવ્યું કે, દુર્ઘટનાને લઇને અમે આઘાતમાં છીએ અને માર્યા ગયેલા લોકો પ્રત્યે અમારી સંવેદના છે. ઘાયલોની કંપની તરફથી દરેક સંભવ મદદ કરવામાં આવશે. રોયલ પ્રિન્સેસ શનિવારે વેનકૂંવરથી ટેકઓફ થયું અને 18મેના રોજ તે અન્કોરેજ પહોંચવાનું હતું. 2015માં કેચિકાનના પહાડી વિસ્તારમાં એક ફ્લોટપ્લેન ક્રેશ થયું હતું, જેમાં વિમાનમાં સવાર તમામ 9 લોકોનાં મોત થયા હતા.

X
two tourist planes crash in mid-air over Alaska
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી