નિર્ણય / ટ્રમ્પે અમેરિકન ટેક્નિક સામે જોખમની આશંકા વ્યક્ત કરી, ઇમરજન્સી જાહેર કરી

divyabhaskar.com

May 16, 2019, 03:23 PM IST
Trump Declares National Emergency over US Telecom Threats

 • ટ્રમ્પે બુધવારે નેશનલ સિક્યોરિટી સાથે જોડાયેલા આદેશ પર હસ્તાક્ષર કર્યા 
 • અમેરિકન કંપનીઓ વિદેશી ટેલિકોમનો ઉપયોગ નહીં કરી શકે

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કોમ્પ્યૂટર નેટવર્ક્સને વિદેશી હુમલા સાથે સુરક્ષિત કરવા માટે નેશનલ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. બુધવારે સાંજે તેઓએ આની સાથે જોડાયેલા એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ જાહેરાત બાદ કોઇ પણ અમેરિકન કંપની એ વિદેશી ટેલિકોમ કંપનીઓનો ઉપયોગ નહીં કરી શકે જેના પર નેશનલ ઇમરજન્સીને જોખમમાં મુકવાની આશંકા હશે. એક માન્યતા અનુસાર, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન આ પગલાંથી ચીની કંપની હુવાવેને નિશાન બનાવવા ઇચ્છે છે.


હકીકતમાં, અમેરિકા સહિત અનેક દેશ આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે કે, ચીન હુવાવેના પ્રોડક્ટ્સનો ઉપયોગ યૂઝર્સની જાસૂસી માટે કરે છે. જેના પગલે કંપનીને અમેરિકાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સાથી દેશો ઉપર પણ હુવાવેની 5G ટેક્નિકનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી રહ્યા છે.


ટ્રમ્પના આદેશમાં શું છે?
વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રેસિડન્ટ ટ્રમ્પ અમેરિકાને એવી વિદેશી કંપનીઓથી બચાવવાની કોશિશ કરી રહ્યા છે જે કોમ્યુનિકેશન સિસ્ટમની ખામીઓનો ફાયદો ઉઠાવવામાં લાગી ગયા છે. આ આદેશની મદદથી અમેરિકન કોમર્સ મિનિસ્ટર નેશનલ સિક્યોરિટી સામે જોખમને જોતા કોઇ પણ લેવડ-દેવડ અટકાવી શકે છે. આ નિર્ણય બાદ અમેરિકન ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના ચેરમેન અજીત પાઇએ તેને યોગ્ય પગલું ગણાવ્યું. જ્યાં અમેરિકા અગાઉથી જ સરકારી વ્યવસ્થામાં હુવાવેના ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે, ત્યાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે પણ 5G નેટવર્ક પર હુવાવેના પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.


5Gમાં અમેરિકા પછાત છેઃ હુવાવે
હુવાવેએ કહ્યું કે, તે અમેરિકન નેટવર્ક માટે કોઇ પણ પ્રકારનું જોખમ પેદા ના કરી શકે, કારણ કે ચીની સરકારના નિયંત્રણ હેઠળ નથી આવતું. ગુરૂવારે નિવેદન જાહેર કરીને હુવાવેએ કહ્યું કે, અમને પ્રતિબંધ કરવાથી અમેરિકા મજબૂત અને સુરક્ષિત નહીં બને, તેનાથી વિરૂદ્ધ આનાથી દેશને બીજાં અન્ય મોંઘા વિકલ્પ શોધવા પડશે. અમેરિકા અગાઉથી જ 5G ટેક્નિકમાં પછાત છે.

X
Trump Declares National Emergency over US Telecom Threats
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી