જાપાન / રાજાઓના વિશાળ મકબરા વૈશ્વિક વારસામાં સામેલ થશે

DivyaBhaskar.com

May 15, 2019, 02:17 AM IST
The huge tombs of the kings will be included in the global heritage

  •  ઓસાકામાં આવેલી ચોથી-પાંચમી સદીની આ કબરોને યુનેસ્કોએ પસંદ કરી છે, દર વર્ષે પાંચ લાખ પ્રવાસી તે જોવા આવે છે 
     

ટોક્યો: જાપાનના ઓસાકા પ્રાંતમાં શાહી મકબરાને વૈશ્વિક ધરોહરમાં સામેલ કરવામાં આવશે. યુનેસ્કોએ કહ્યું છે કે, અમારી પેનલે વારસા માટે 49 કબરો-મકબરાની સિફારિશ કરી છે. આ મકબરા મોજુ અને ફૂરુચી વિસ્તારમાં છે, જે સૌથી મોટું શાહી કબ્રસ્તાન છે. તેમાં 29 કબર સમ્રાટ-સામ્રાજ્ઞી કે શાહી પરિવારના સભ્યોની છે. આ સિવાય હબીકિનોમાં સમ્રાટ ઓજિનના સ્તૂપને પણ સામેલ કરવાની સિફારિશ કરાઈ છે, જે 425 મીટર ઊંચો છે. યાદીમાં સામેલ કરવાની જાહેરાત 30 જૂને થશે. ઓસાકાના મકબરા જોવા વર્ષે પાંચ લાખ પ્રવાસી આવે છે.

વૈશ્વિક વારસામાં 1090 સ્થળ, 53 સ્થળ સાથે ઈટાલી પહેલા નંબરે, બીજામાં ચીન

વૈશ્વિક વારસામાં કયા સ્થળોને સામેલ કરવા તે યુનેસ્કોની એક સમિતિ નક્કી કરે છે. આ સમિતિ વિવિધ સ્થળની તપાસ કરે છે. આવા કુલ 1090 સ્થળ વૈશ્વિક વારસામાં સામેલ છે, જેમાંથી 845 સ્થળ સાંસ્કૃતિક, 209 કુદરતી અને 23 મિશ્ર છે. આ યાદીમાં સૌથી વધુ સ્થળ ઈટાલીના છે. ત્યાર પછી અનુક્રમે ચીન, સ્પેન, ફ્રાંસ અને જર્મનીનો ક્રમ આવે છે. આ યાદીમાં ઈટાલીના 53, ચીનના 52, સ્પેનના 46, ફ્રાંસના 43 અને જર્મનીના 42 સ્થળ સામેલ છે.

વિશ્વની ધરોહરોમાં ભારતના 37 સ્થળ સામેલ

વિશ્વ ધરોહરોના મામલામાં ભારતનો દુનિયામાં છઠ્ઠો નંબર છે. તાજમહેલ સહિત દેશના 37 સ્થળ આ યાદીમાં છે. 2018માં આ યાદીમાં મુંબઈના ધ વિક્ટોરિયન એન્ડ આર્ટ ડેકો એન્સેમ્બલ આ યાદીમાં સામેલ થઈ ચૂક્યા છે.

દુનિયાની પ્રખ્યાત સાંસ્કૃતિક હેરિટેજ સાઈટ્સ

1. માચુ-પિચ્ચુ (પેરુ)
2. ઈજિપ્તના પિરામિડ (ઈજિપ્ત)
3. ગ્રેટ વોલ ઓફ ચાઈના (ચીન)
4. બગાન શહેર (મ્યાંમાર)
5. આગ્રાનો તાજમહેલ (ભારત)
6. દ્વીપ મોંટ સેંટ મિશેલ (ફ્રાંસ)
7. અંગકોરવાટ મંદિર (કંબોડિયા)
8. એથેન્સ શહેરના એક્રોપોલિસ (ગ્રીસ)

X
The huge tombs of the kings will be included in the global heritage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી