વિવાદ / ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં 'STOP ADANI' મૂવમેન્ટ ટ્રેન્ડિંગ, દેશભરમાં ભારે વિરોધ

'STOP ADANI' movement trending in Australian elections, huge protests across the country
'STOP ADANI' movement trending in Australian elections, huge protests across the country
X
'STOP ADANI' movement trending in Australian elections, huge protests across the country
'STOP ADANI' movement trending in Australian elections, huge protests across the country

  • ક્વિન્સલેન્ડમાં અદાણીના કોલમાઈન એન્ડ રેલ પ્રોજેક્ટનો પર્યાવરણ સંદર્ભે દેશભરમાં વ્યાપક વિરોધ 
  • 29 ટકા ઓસ્ટ્રેલિયન નાગરિકો સ્ટોપ અદાણી મૂવમેન્ટને નિર્ણાયક મુદ્દો માને છે, 2016માં ફક્ત 7 ટકા લોકો જ વિરોધમાં હતા 
  • જોકે સ્થાનિક શાસક પક્ષ ઉપરાંત અન્ય કેટલાંક પક્ષો અદાણીના સમર્થનમાં, પ્રોજેક્ટથી રોજગારી, વિકાસની તકોની આશા

DivyaBhaskar.com

May 16, 2019, 03:48 PM IST

અમદાવાદઃ મોદીના માનીતા ગણાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ભારતની ચૂંટણીમાં મુદ્દો બને તે સમજી શકાય, પરંતુ ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં પણ અદાણી મુખ્ય મુદ્દો બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ પરગણામાં અદાણીનો કારમાઈકલ કોલમાઈન પ્રોજેક્ટ વિવાદમાં સપડાયો છે. પર્યાવરણને થનાર સંભવિત નુકસાનનો મુદ્દો આગળ ધરીને સંખ્યાબંધ ઓસ્ટ્રેલિયન નાગરિકો 'STOP ADANI' મૂવમેન્ટથી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. આગામી 18 મેએ અહીં યોજાનારી ચૂંટણીમાં આ મુદ્દો જ નિર્ણાયક બનવાનો છે. 

કેવો છે અદાણીનો કોલમાઈન પ્રોજેક્ટ?

બહુરાષ્ટ્રીય કંપની બનવા તરફ ઝડપી ગતિ કરી રહેલ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથ 2010થી ઓસ્ટ્રેલિયામાં 16.4 બિલિયન ડોલરનું ગંજાવર રોકાણ કરવા પ્રયત્નશીલ છે. ક્વિન્સલેન્ડ ખાતે અદાણી જૂથે કોલસાના ઉત્ખનનનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. આ પ્રોજેક્ટ રેલવે અને અન્ય સેવાઓમાં વિસ્તૃતિકરણની યોજનાઓ પણ ધરાવે છે. 7.8 બિલિયન ટન જેટલો કોલસાનો ગંજાવર ભંડાર ધરાવતું આ ઉત્ખનન ક્ષેત્ર કાર્યરત થશે ત્યારે જગતનું સૌથી મોટું કોલસા ઉત્ખનન કેન્દ્ર બનશે. 

2. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો

ક્વિન્સલેન્ડે અદાણીના પ્રોજેક્ટને 'મહત્વપૂર્ણ' (Significant) દરજ્જો આપ્યા પછી જમીન સંપાદન, પર્યાવરણની જાળવણી, ઉત્ખનન દરમિયાન ધરતીના પેટાળને થનાર સંભવિત નુકસાન વ. મુદ્દે અદાણીએ અદાલતમાં જાતભાતના કેસનો સામનો કરવાનો થયો. દરમિયાન, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસના ભાવમાં ધરખમ ઘટાડો થયો. પ્રોજેક્ટના આરંભે (2010માં) કોલસાનો ભાવ 90 ડોલર પ્રતિ ટન હતો, જે 2016માં ઘટીને 52 ડોલર થઈ ગયો. 2014માં ભારત દ્વારા થતી કોલસાની આયાત 217 મિલિયન ટન હતી, જે ઘટીને 190-200 મિલિયન ટન પર આવી ગઈ. આથી ભારતે કોલસાની આયાતની વિચારણા બંધ કરવાની જાહેરાત કરી. આથી અદાણીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા. છેવટે નાછૂટકે અદાણીને પ્રોજેક્ટનું કદ ઘટાડવાની ફરજ પડી. 
 

3. ... અને હવે વિરોધ નડી રહ્યો છે

ક્વિન્સલેન્ડમાં ગ્રેટ બેરિયર રિફ તરીકે ઓળખાતા ભુસ્તરિય ખડકો દરિયાઈ સીમા અને જંગલોને અલગ પાડતી નૈસર્ગિક સીમા છે. અદાણીના પ્રોજેક્ટમાં કોલસના ઉત્ખનનથી આ ખડકોને ભારે મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે. જેને લીધે લાંબા સમયે દરિયો આગળ વધે, જમીનમાં ખારાશ વધે, જંગલોનું નિકંદન નીકળતું જાય અને મેદાની વિસ્તારની ફળદ્રુપતા પણ ઘટે એવો ભય વ્યક્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉત્ખનન દરમિયાન અને કોલસો બાળવા દરમિયાન 4.7 બિલિટન ટન જેટલા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થવાની ધારણા છે, જે હવાના પ્રદુષણનું પ્રમાણ પણ ભયજનક બનાવશે. આવી ધારણાઓના આધારે ઓસ્ટ્રેલિયાની પર્યાવરણ સંસ્થાઓએ અદાણીના પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો. 

4. 18 મેની ચૂંટણીમાં અદાણી જ મુદ્દો

ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ દેશના નાગરિકોને આજે એક જ મુદ્દા હેઠળ એકજૂટ થઈ રહ્યા છે અને એ મુદ્દો છે #STOPADANI મૂવમેન્ટ. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ મૂવમેન્ટે આજે ઓસ્ટ્રેલિયામાં ભારે ચર્ચા જગાવી છે. આગામી 18 મેએ યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ આ મુદ્દો જ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શાસક ગઠબંધન કન્ઝર્વેટિવ લિબરલ્સ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોનું અદાણીના પ્રોજેક્ટને સમર્થન છે. આ પક્ષો દેશના વિકાસ માટે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. તેનાંથી 15000 લોકોને સીધી અને બે લાખથી વધુ લોકોને આડકતરી રોજગારી મળવાના દાવા કરવામાં આવે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ગ્રિન્સ પાર્ટીના બોબ બ્રાઉન સ્ટોપ અદાણી મૂવમેન્ટના આધારસ્તંભ તરીકે આ પ્રોજેક્ટના કટ્ટર વિરોધી છે.

5. #STOPADANI હવે ટ્રેન્ડિંગ બની ચૂક્યું છે

સ્ટોપ અદાણી મૂવમેન્ટ એટલી હદે અસરકારક સાબિત થઈ છે કે ચૂંટણીલક્ષી આકલનો, વર્તારાઓ અને પક્ષના ચૂંટણી ઢંઢેરાઓમાં પણ હવે પર્યાવરણની જાળવણી મહત્વપૂર્ણ બની ગઈ છે. દરેક રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં પર્યાવરણની જાળવણી અંગે કેવી જોગવાઈ છે તેના આધારે રાજકિય પક્ષોના રેટિંગ થઈ રહ્યા છે. #STOPADANI સ્થાનિક સ્તરે ટોપ મોસ્ટ ટ્રેન્ડિંગ ગણાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી